સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર કેવી રીતે પહોંચાય? શું છે દર્શનનો સમય?

મુંબઈના પ્રભાવદેવી વિસ્તારમાં સ્થિત સિદ્ધિવિનાયક મંદિર માત્ર મુંબઈ જ નહીં પરંતુ પુરા ભારતમાં સુપ્રસિદ્ધ ગણેશ મંદિરોમાંનું એક છે

News18 Gujarati
Updated: September 12, 2018, 6:06 PM IST
સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર કેવી રીતે પહોંચાય? શું છે દર્શનનો સમય?
ગણપતિ બાપ્પા મોરિયા...
News18 Gujarati
Updated: September 12, 2018, 6:06 PM IST
મુંબઈના પ્રભાવદેવી વિસ્તારમાં સ્થિત સિદ્ધિવિનાયક મંદિર માત્ર મુંબઈ જ નહીં પરંતુ પુરા ભારતમાં સુપ્રસિદ્ધ ગણેશ મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં હંમેશા બોલિવુડ સ્ટાર અને અન્ય સેલિબ્રિટી તમને જોવા મળી જશે. શરૂઆતમાં આ એક નાનું મંદિર હતું, પરંતુ આજે આ મંદિર 6 માળનું વિશાળ છે. આ મંદિરનું નિર્માણ 1801માં થયું હતું. આ મુંબઈના સૌથી વ્યસ્ત મંદિરોમાંનું એક છે.

સિદ્ધિ વિનાયક મંદિરમાં એન્ટ્રી - આ મંદિરમાં પ્રવેશવા માટે બે દ્વાર છે, સિદ્ધિ ગેટથી તમે મફતમાં ભગવાનના દર્શન કરી શકો છો, જ્યારે રીદ્ધિ ગેટથી સામાન્ય દર્શન થાય છે. અહીં સિનીયર સિટીજન, બાળકો, વિકલાંગો, નાના બાળકો સાથે મહિલાઓ, એનઆરઆઈ અને માટે દર્શનની ખાસ સુવિધા હોય છે. અહીં તમે 50 રૂપિયા ચઢાવો આપી પેડ દર્શન પણ કરી શકો છો.

સમય - સવારે 5.30 કલાકથી રાત્રે 9.50 કલાક સુધી

કેવી રીતે પહોંચાય - સિદ્ધિ વિનાયક મંદિર પહોંચવા માટે તમારે પહેલા મુંબઈ પહોંચવાનું રહેશે. મુંબઈ જવા માટે દેશના તમામ મોટા શહેરમાંથી ટ્રેન, બસ, પ્લેનની સુવિધા છે.

સડક માર્ગ - સિદ્ધિ વિનાયક મંદિર મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં છે. અહીં સુધી જવા માટે તમે બસ કે ટેક્સિનો સહારો લઈ શકો છો. મુંબઈના મોટાભાગના વિસ્તારમાંથી અહીં આવવા માટે સીધી બસ સેવા ઉપલબ્ધ છે. ટ્રેન - જો તમે ટ્રેનથી જવા ઈચ્છતા હોવ તો, દાદરની ટ્રેન પકડો, અહીંથી તમે સિદ્ધિ વિનાયક મંદિર 15 મિનીટમાં પગપાળા પણ જઈ શકો છો. અહીં આવવા માટે લોકલ ટ્રેન તમને મહાલક્ષ્મી, એલફિનસ્ટોન રોડ અને લોઅર પરેલથી મળી જશે.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...