Rashifal, 30 July 2021 : ધન રાશિના જાતક આજે તમારી મરજી પ્રમાણે ધાર્યું કામ નહી થાય, આજનું રાશિ ભવિષ્ય

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 30th-july-2021: આજે કોને અપાર ધન, વૈભવ, અને ખુશી મળવાના યોગ છે. જુઓ તમારી રાશિ પ્રમાણે તમારા આજના દિવસનું ભાગ્ય

 • Share this:
  મેષ રાશિફળ - શારીરિક પરિશ્રમ કરવો સારૂ છે, પરંતુ શક્તિ કરતા વધારે કરવાથી પરેશાની થઈ શકે છે. પોતાના ખર્ચાઓ પર કાબુ રાખવો. થોડો સમય પરિવાર માટે આપવો જરૂરી બનશે, નહીં તો પારિવારીક પરેશાની થઈ શકે છે. વ્યવસાયીક ભાગીદારી અનુકુળ રહેશે, એક-બીજાના સાથ સહકારથી તમામ પરેશાનીનો હલ લાવી શકાશે. આજનો દિવસ તમારી નાની મોટી આશા પુરી કરે તોવો સારો દિવસ છે.

  વૃષભ રાશિફળ - આજે કરવામાં આવેલું રોકાણ તમારી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષામાં વધારો કરશે. કોઈ એવા વ્યક્તિ જે તમને પ્રિય હોય તેની સાથે સંબંધ ગાઠ બની શકે છે. પૂરો દિવસ આનંદ ભર્યો રહેશે. તમારી વ્યસ્તતા અને દિનચર્યાના કારણે તમારા જીવનસાથી તમારા પર શક કરે તેવી સંભાવના છે, પરંતુ બાદમાં સમજી શકે છે.

  મિથુન રાશિફળ આજે શાંત અને તણાવ રહિત રહેવું. ખર્ચ કરતા સમયે કાળજી રાખવી નહીં તો ખાલી ખીસ્સે ઘરે આવવું પડી શકે છે. ગાડી ચલાવવામાં સાવધાની રાખવી, નહીં તો નધાર્યો ખતરો સામે આવી શકે છે. કાર્યક્ષેત્રમાં સહયોગ સારો પ્રાપ્ત થાય. રોકાણ કરવામાં સાવધાની રાખવી, સમજી વિચારીને લીધેલું પગલું લાભદાયી સાબિત થઈ શકે છે.

  આ પણ વાંચોAugust 2021: જાણો - ઓગસ્ટ મહિનામાં કયા ઉપવાસ-તહેવારો આવી રહ્યા, રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધી બધું

  કર્ક રાશિફળ - એવી ગતીવિધીઓમાં સામેલ થશો જે રોમાંચક હોય. ઉતાવળમાં રોકાણ ન કરવું, નહીં તો નુકશાન થવાની સંભાવના છે. તમારા મિત્રો કે પરિવારના અન્ય સભ્યને પોતાના આર્થિક કામ કાજ તથા રૈસાનું પ્રબંધન ના કરવા દો, નહીં તો તમારા નક્કી કરેલા બજેટથી વધારે ખર્ચ કરી બેસશો. તમારા કામ પ્રત્યે તમે એકાગ્ર રહો. નવા વિચાર, આઈડીયા પર વિચાર કરો. જીવનસાથી સાથેનો આજનો દિવસ નકારાત્મક રહી શકે છે.

  સિંહ રાશિફળ - તમારી ઉર્જાનો ઉપયોગ કોઈ મુશ્કેલમાં ફસાયેલા વ્યક્તિની મદદમાં લગાવો, તેના આશિર્વાદ તમને ફળ સારૂ ફળ અપાવી શકે છે. આજે તમારી સામે રોકામના જે પમ અવસર આવે તેની પર જરૂર વિચાર કરવો, પરંતુ સાથે યોજનાનો અભ્યાસ કરી લેવો. તમે જેટલું વિચાર્યું હશે, તેના કરતા વધારે મિત્ર મદદગાર સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ અનુકુળતા ભર્યો રહેશે. ઓફિસમાં કઠિનમાં કઠિન કાર્ય પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. ગાડી ચલાવવામાં સાવધાની રાખવી.

  કન્યા રાશિફળ - કોઈ સમારોહમાં હીનતા-બોધનો શિકાર બની શકો છો. જેથી સકારાત્મક વિચારોનો સહારો લો. રોકાણ માટેના નિર્ણય લેવાનું કોઈ અન્ય દિવસ પર છોડી દો. પ્રખ્યાત લોકો સાથે મેળ મળાપથી નવી યોજના અને આઈડીયા મળી શકે છે. તમારા કામ અને શબ્દો પર ધ્યાન રાખો, નહીં તો ગડબડ થઈ શકે છે. કોઈ પણ કારણથી જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે, જેથી લગામ પર કાબુ રાખવો.

  તુલા રાશિફળ - આજે તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રગતિ નિશ્ચિત છે. એવું લાગે છે કે, તમે જાણો છો લોકો તમારી પાસે શું ઈચ્છે છે, પરંતુ આજે ખર્ચા કરવાથી બચો. જેને તમે વધારે પ્રેમ કરો છો તેના વર્તનથી તણાવ વધી શકે છે. તમે અન્ય લોકોની તુલનામાં તમારા લક્ષ્યને ઝડપી પ્રાપ્ત કરી શકશો. આજે સમજી-વિચારીને ડગલું ભરવાથી ફાયદો થઈ શકે છે.

  વૃશ્ચિક રાશિફળ - આજનો દિવસ સારો છે. દિવસ ઢળતા નાણાકીય પરિસ્થિતિમા સુધાર જણાઈ આવશે. તમારા ભાઈ સાથેનો પ્રેમ સ્નેહભર્યો રહેશે. સહકર્મીઓ અને કનિષ્ઠોના કારણે ચિંતા અને તણાવની પરિસ્થિતિની સહન કરવી પડે. બહારના લોકોના હસ્તક્ષેપ બાદ પણ જીવનસાથી તરફથી હરસંભવ સહયોગ મળેશે.

  ધન રાશિફળ - આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરત છે. ઘરમાં કઈ ફેરફારને લઈ પરિવાર સાથે અણબનાવ રહી શકે છે. કોઈની પણ સાથે મિત્રતા કરતા પહેલા તેની પરખ કરી લેવી. કેટલાક સહકર્મી તમારી કાર્યશૈલીના કારણે નાખુશ થઈ શકે છે. જો પરિણામ ધાર્યું ના મળે તો નિરાશ થવાને બદલે કામનું વિશ્લેષણ કરો. આજના દિવસે તમારી મરજી પ્રમાણે ધાર્યું કામ નહી થઈ શકે.

  મકર રાશિફળ - તમારૂ સ્વાસ્થ્ય પૂરી રીતે સારૂ નહીં રહે. જાતે દવા કર્યા વગર ચિકિત્સકની સલાહ લેવી સારૂ રહેશે. આજે રોકાણ માટેના જે અવસર આવે, તેના પર વિચાર જરીર કરો. પરંતુ ધન લગાવતા પહેલા તેનો અભ્યાસ કરી લેવો. તમારી બધાને સાથે લઈ ચાલવાની આદતના લોકો વખાણ કરી શકે છે. તમારે બહાર જવાની યોજના અચાનક ટળી શકે છે. તમારાથી કોઈ મોટી ભૂલ થાય તેવી સંભાવના છે, જે વૈવાહિક જીવન ખરાબ કરી શકે છે, જેથી બોલવામાં કાળજી રાખવી.

  કુંભ રાશિફળ - આજે તમારી આશા પૂર્ણ થશે. આજે તમે સારા પૈસા કમાઈ શકો છો. પરંતુ, ખર્ચ વધારે કર્યા વગર બચત કરવાની આદત ઉપયોગી સાબિત થશે. પરિવાર સાથે પ્રેમ ભર્યો દિવસ પસાર થશે. ઓફિસમાં મશીનની ખરાબી પરેશાનીનું કારણ બની શકે છે. આજે તમારી યોજના અંતિમ સમયે ફેરફાર થઈ શકે છે.

  મીન રાશિફળ - ખાતા-પિતા સાવધાન રહો, લાપરવાહી બીમારીનું કારણ બની શકે છે. યાત્રા માત્ર આનંદદાયક જ નહીં પણ શિક્ષાત્મક પણ રહેશે. દરેક વસ્તુને જોવાના અલગ સ્વાભાવના કારણે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. મિત્રો સાથે રહેવાથી આનંદનો દિવસ પસાર થશે.
  Published by:kiran mehta
  First published: