Horoscope Today, 30 may 2021: 'સાવધાની હટી દુર્ઘટના ઘટી' મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ભારે છે

Horoscope Today, 30 may 2021: 'સાવધાની હટી દુર્ઘટના ઘટી' મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ભારે છે
આજનું રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળઃ આર્થિક મામલાઓમાં વધારે સવાધાની રાખવાની જરૂર છે. તમારા જ્ઞાનની તરસ તમને નવા દોસ્તો બનાવવામાં મદદ કરશે. યાત્રાની તકને હાથમાંથી ન જવા દેવી જોઈએ. જો તમે ઘરની બહાર નીકળવાની હિંમત ભેગી કરશો તો ગણું કામ થઈ શકે છે.

  વૃષભ રાશિફળઃ નવા કરાર ફાયદામંદ સાબિત થશે. પરંતુ આશા કરતા વધારે લાભ નહીં મળશે. રોકાણ કરતા સમયે ઉતાવળે નિર્ણય ન લો. તમારો આત્મવિશ્વાસ તમારી પ્રોફેશનલ જિંદગીમાં અસર છોડશે.  મિથુન રાશિફળઃ દમના બિમાર લોકોને સીડીઓ ચડતા સમયે ધ્યાન રાખવું. ખર્ચાઓમાં વધારો થશે. પંરતુ આવકમાં વધારો થતાં સંતુલીત થઈ જશે. ગાડી ચલાવતા સમયે સાવધાની રાખો. એવા લોકો સાથે જોડાવાથી બચો જે તમારી પ્રતિષ્ઠાને આઘાત પહોંચાડી શકે છે.

  કર્ક રાશિફળઃ રોકાયેલું ધન મળશે અને આર્થિક હાલાતમાં સુધારો થશે. જીવનસાથી સાથે પોતાના સંબંધોમાં તણાવ દૂર કરાવનો આજે સારો દિવસ છે. લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવાથી તમને સકુન મળશે જે તમને ખરેખર જરૂર છે.

  સિંહ રાશિફળઃ કોઈ ઉંચા અને ખાસ વ્યક્તિને મળતા સમયે ગભરાશો નહીં અને આત્મવિશ્વાસ બનાવી રાખો. આર્થિક રીતે સુધારો નક્કી છે. ઘરેલું જિંદગીમાં કંઇક તણાવનો સામનો કરવો પડી શકે છે. તમારા અને તમારા જીવન સાથી વચ્ચે કોઈ જૂનો મતભેદ ઊભરી શકે છે.

  કન્યા રાશિફળઃ ક્ષણિક ગુસ્સો વિવાદ અને દુર્ભાવનાનું કારણ બની શકે છે. નિવેશ યોજનાઓ જે તમને આકર્ષિત કરી રહી છે. તેના વિશે ઉંડાણ પુર્વક જાણવાની કોશિશ કરો. કોઈપણ પગલું ભરતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો.

  તુલા રાશિફળઃ ફોકટના વિચારોને દિમાગ ઉપર કબ્જો કરવા ન દો. શાંત અને તણાવ રહિત રહેવાની કોશિશ કરો. આનાથી તમારી માનશિક દ્રઢતા વધશે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ફાયદામંદ રહેશે. મામલાઓને ઉકેલવાની કોશિશમાં યોજનાઓ અને મનોભાવોમાં બદલાવ આવી શકે છે. કામીયાબીને પોતાને માથે ન ચડવા દો.

  વૃશ્ચિક રાશિફળઃ આર્થિક સમસ્યાઓએ રચનાત્મક વિચાવાની તમારી ક્ષમતાને બેકાર કરી દીધી છે. પોસ્ટ કે ઈમેઈલથી આવેલો મહત્વપૂર્ણ સંદેશો તમારા આખા પરિવાર માટે ખુશખબરી લાવશે. આજે તમે કંઈક અલગ પ્રકારના રોમાંસનો અનુભવ કરશો.

  ધન રાશિફળઃ ઘર સાથે જોડાયેલા તમારા નિવેશ ફાયદામંદ રહેશે. બાળકો સાથે વાદ-વિવાદ ઝુંઝલાહટ પૈદા કરશે. કોઈની સાથે દોસ્તી કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લો. વ્યવસાયિક ભાગીદાર સહયોગ કરશે. તમે સાથે મળીને ટળતા આવેલા કામોને પુરા કરી શકો છો. સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ ન કરો.

  મકર રાશિફળઃ પ્રાપ્ત થયેલુ ધન આશા પ્રમાણે નહીં હોય. પોતાના દ્રષ્ટીકોણને બીજાનો ઉપર ન થોપો. વિવાદથી બચવા માટે ધ્યાનથી સાંભળો. પોતાને અભિવ્યક્ત કરવા માટે આજે સારો દિવસ છે. એવા પ્રોજેક્ટ ઉપર કામ કરો જે રચનાત્મક હોય. ઉતાવળમાં નિર્ણય ન કરો જેથી કરીને આગળ જ તા પસ્તાવવું ન પડે.

  કુંભ રાશિફળઃ તમારી પાસે આજે પ્રચુર ઉર્જા હશે. પરંતુ કામનું ભારણ તમારી ખીજનું કારણ બનશે. માતા-પિતાની મદદથી આર્થિક તંગીમાંથી બહાર નીકળવામાં સફળ રહેશો. વ્યવસાયીક લેન-દેનમાં સાવધાની રાખવાની જરૂરત છે. રસ્તા ઉપર બે કાબુ ગાડી ન ચલાવો.

  મીન રાશિફળઃ ઉતાવળમાં રોકાણ ન કરો. વિદેશમાં રહેતા કોઈ સંબંધીને મળવા ઉપહાર તમને ખુશી આપી શકે છે. આજે તમને કોઈ દિલ તૂટવાથી બચાવી શકે છે. કાર્યક્ષેત્રમાં લોકોનું નેતૃત્વ કરશે. ખરીદી કરતા સમયે જરૂરત કરતા વધારે ખર્ચો ન કરો.
  Published by:ankit patel
  First published:May 29, 2021, 23:40 pm