Rashifal, 3 august 2021: મિથુન રાશિના જાતકોને અપાર સફળતાના યોગ, આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 3 august 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકો પોઝિટિવ ઉર્જાથી દરેક સમસ્યાઓનો ઉકેલ કાઢશે, તુલા, વિશ્ચિક અને ધન રાશિના લોકોને રચનાત્મક કાર્યમાં સુકૂન મળશે.

  • Share this:
    મેષ રાશિફળ (Aries) : પોતાના પરિવારના હિતો સામે કામ ન કરો, તમારા કામ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારે તમારી યોજનાઓએ એવી રીતે પૂર્ણ કરવી જોઈએ જેનાથી બીજા લોકો પ્રેરણા લઈ શકે. દિવસના બીજા ભાગમાં આર્થિક રીતે ફાયદો થશે. કોઈ એવા સાથે પરસ્પર સંવાદની કમી જેનો તમને ખુબ જ ખયાલ છે. એ તમને તણાવ આપી શકે છે.

    વૃષભ રાશિફળ (Taurus) : નાની નાની ચીજોને પોતાના માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારી મનોકામના દુઆઓ થકી પુરી થશે. સૌભાગ્ય તમારી તરફ આવશે. અને પાછલા દિવસોની મહેનત પણ રંગ લાવશે. સામાન્ય પરિચિતોના વ્યક્તિગત વાતોને વહેંચવાથી બચો. પોતાનું વલણ ઇમાનદાર અને સ્પષ્ટવાદી રાખો.

    મિથુન રાશિફળ (Gemini) : અવસાદ અથવા તણાવ મનની શાંતિને નષ્ટ કરી શકે છે. માત્ર અક્લમંદીથી કામ ઉપર રોકાણ જ ફલદાયી રહેશે. એટલા માટે પોતાની મહેનતની કમાણી સમજી વિચારીને લગાવો. તમારી પારિવારિક સભ્યોને કાબુમા રાખવાની અને તેમની ન સાંભળવાની પ્રવૃત્તિના કારણે કારણ વગરનો વિવાદ થઈ શકે છે. પોતાના ક્ષેત્રમાં તમને અપાર સફળતા મળવાની સંભાવના છે.

    કર્ક રાશિફળ (Cancer) : આજે તમે આશાઓની જાદુઈ દુનિયામાં છો. આજે તમારે બીજાની જરૂરિયાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બાળકોને વધારે છૂટ આપવી તમારા માટે મુશ્કેલી ઊભ કરી શકે છે. સાંજે પ્રિય સાથે સારો દિવસ છે. નોકરો અને સાથીઓ સાથે મુશ્કેલી થવાની શંભાવના છે.

    સિંહ રાશિફળ (Leo) : જો તમે બીજાની વાત માનીને રોકાણ કરો તો આર્થિક નુકસાન લગભગ નક્કી છે. પોતાના નજીકના લોકોની સામે એવી વાત કરવાથી બચો જે તેને ઉદાસ કરી શકે છે. કેટલાક લોકો માટે રોમાંસ તાજગી લાવશે.

    કન્યા રાશિફળ (Virgo) : નકામી વાત ઉપર ચર્ચા કરવામાં તમારી ઉર્જાનો વ્યય ન કરો. યાદ રાખો કે વાદ વિવાદથી કંઈ મળવાનું નથી પરંતુ ખોવાય છે જરૂર. રોકાણની એવી યોજનાઓ તમને આકર્ષિત કરશે જેના વિષે તમારે ઉંડાણ પુર્વક વિચારું જોઈએ. કોઈપણ પગલું ભરતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો.

    તુલા રાશિફળ (Libra): ખુબ જ વધારે રોમાંચ અને દીવાનગીની ઉંચાઈ તમારી તંત્રિકા અને તંત્રને નુકાસન પહોંચાડી શકે છે. આ તકલીફોથી બચવા માટે પોતાના જજ્જબાતો ઉપર કાબુ રાખો. તમારો જીન સાથી કોઈ ખુબ સુરત સરપ્રાઈઝથી પોતાના દિવસને બનાવી શકે છે. આજના ભાગંભાગ ભર્યા દિવસમાં પોતાના પરિવારને ઓછો સમય આપી શકો છો.

    વૃશ્ચિક રાશિફળ (Scorpio) : રચનાત્મક કામ તમને શુકૂન આપશે. આજે રોકાણના જે અવરસર તમારી તરફ આવે છે તેના ઉપર વિચાર કરો. પરંતુ ધન ત્યારે જ લગાવો જ્યારે તમે એ યોજનાઓને સારી રીતે જાણી લો. તમારા પહેરવેશ અને રંગ-રૂપમાં તમારા ફેરફારથી પરિવારના સભ્યો નારાજ થશે.

    ધન રાશિફળ (Sagittarius) : માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. એવી રોકાણ યોજનાઓ તમને આકર્ષિત કરી રહી છે. તેના વિશે ઉંડાણપૂર્વક જાણવાની કોશિશ કરો. કોઈપણ પગલાં ઉઠાવતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો. એક તરફી લગાવ તમારી ખુશીઓને ઉજાડી શકે છે.

    મકર રાશિફળ (Capricorn) : ઝઘડાળુ સ્વભાવને કાબુમાં રાખો નહીં તો સંબંધોમાં ક્યારે ન મટી શકે તેવી ખટાશ પેદા થઈ શકે છે. પૂર્વાગ્ર છોડી દો. અટકેલા મામલાઓમાં ધન અને ખર્ચાઓ તમારા દિમાગ ઉપર છવાયેલા રહેશે. લગ્ન લાયક યુવકોના સંબંધો નક્કી થઈ શકે છે. આજે રોમાન્સ માટે પુરતો સમય છે.

    કુંભ રાશિફળ (Aquarius) : સફળતા મેળવવા માટે સમયની સાથે વિચારોમાં બદલાવ લાવો. એટલા માટે તમારો દ્રષ્ટીકોણ વ્યાપક હશે. સમજનો વ્યાપ વધશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. દિમાગ વિકસીત રહેશે. તમારી મનોકામનાઓ દુઆઓ થકી પૂર્ણ થશે. સૌભાગ્ય તમારી તરફ આવશે. સાથે જ પાછલા દિવસની મહેનત પણ રંગ લાવશે.

    મીન રાશિફળ (Pisces) : તમારી ઉંચી બૌદ્ધિક ક્ષમતાઓ તમને ઉણપો સામે લડવા માટે સહયોગ કરશે. માત્ર સકારાત્મક વિચારો થકી આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. સાવધાની પૂર્વક અંજામ આપો. બીનજરૂરી નુકસાનથી બચો. યોગ્સ સલાહ લેવામાં ખચકાશો નહીં. ઘરેલું જિંદગીમાં કેટલાક તણાવનો સમાનો કરવો પડી શકે છે.
    Published by:ankit patel
    First published: