Rashifal, 2nd August 2021: મીન રાશિના જાતકને પ્રોપર્ટીની લેવડ-દેવડ લાભકારક રહેશે, આજનું રાશિ ભવિષ્ય

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 2nd August 2021: આજે કોને અપાર ધન, વૈભવ, અને ખુશી મળવાના યોગ છે. જુઓ તમારી રાશિ પ્રમાણે તમારા આજના દિવસનું ભાગ્ય

 • Share this:
  મેષ રાશિફળ - આજે બહાદુરીભર્યા પગલા અને નિર્ણય તમને અનુકૂળ પુરસ્કાર આપશે. મુશ્કેલીઓ સામે ઝડપથી મુકાબલો કરવાની તમારી ક્ષમતા તમને સારી ઓળખ અપાવી શકે છે. આજે તબીયતને લઈ થોડી પરેશાની રહી શકે છે. પરિવાર સાથે રોમાંચક દિવસ રહેશે. તબીયત સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાની પેદા કરી શકે છે.

  વૃષભ રાશિફળ - તમારો ગુસ્સો તમારા જીવનસાથીનો મૂડ ખરાબ કરી શકે છે. જેથી બોલવામાં અને વર્તનમાં આજે સાવધાની રાખવી નહીં તો સંબંધોમાં તીરાડ પડી શકે છે. ખર્ચામાં વધારો થશે, પરંતુ સામે આવકસારી રહેતા સંતુલન જળવાઈ રહેશે. કાર્યસ્થળ પર તમે પૂરો દિવસ હતોત્સાહી મહેસુસ કરી શકો છો. અતીતના કોઈ વ્યક્તિ મળી શકે છે, જેથી જુનો યાદી તાજા થતા ખુશી પ્રાપ્ત થઈ શકે છે.

  મિથુન રાશિફળ - જરૂરતથી વધારે પૈસા મનોરંજન અને મોજ મસ્તી પાચળ ખર્ચ ન કરવા. તમારૂ વલણ તમારા માટે મુશ્કેલી પેદા કરી શકે છે. આજે તમારા પરિવારને નક્કી ન કરવા દો કે તમારે આજે શું કરવું અને શું ન કરવું. તમારા નિર્ણય શક્તિથી આગળ વધવાથી ફાયદો થઈ શકે છે.

  કર્ક રાશિફળ - આજનો દિવસ મોજમસ્તી અને આનંદ ભરેલો પહેશે. મનોરંજન અને સૌન્દર્યમાં વધારો કરવા પછાળ વધારે ખર્ચ ન કરો. ઘરેલુ જવાબદારીથી ભાગશો નહીં, નહીં તો તમારા પ્રિયનો મૂડ ખરાબ થઈ શકે છે. અન્ય દિવસ કરતા આજે કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ સારો રહેશે. સાંભળેલી વાતો પર તુરંત વિશ્વાસ ન કરો સચ્ચાઈને પરખો. આળસ તમારા પર હાવી ન થવા દો, કોઈ પણ કામ નિષ્ઠાથી ઝડપથી પુરૂ કરવાની કોશિસ કરો.

  સિંહ રાશિફળ - આજે તમારી શારીરિક સમસ્યા સુધરી શકે છે. આર્થિક સમસ્યાએ તમારા વિચારવાની ક્ષમતાને બેકાર બનાવી દીધી છે, જેથી માનસીક સમસ્યાને તમારા દિમાગમાંથી બહાર ખદેડી દો, અને તમારી સ્થિતિ સુધારવા વિશે વિચારો. સાવધાન રહો, પ્રેમમાં પડવું તમારા માટે વધારે મુશ્કેલી લાવી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સારો સહયોગ પ્રાપ્ત થશે.

  કન્યા રાશિફળ - જાતે જ પોતાની સારવાર કરવાનું ઘાતક સાબિત થઈ શકે છે. કોઈ પણ ઔષધી લેતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂર લો. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરત છે. લોકો અને તેમના ઈરાદા વિશે ઉતાવળમાં નિર્ણય ન લેવો. તમામ પરેશાની બાજુ પર મુકી પરિવાર સાથે સ્નેહભર્યો વ્યવહાર કરવો. બહાદુરીભર્યા પગલા તમને સારી સફળતા અપાવી શકે છે. વાતચીતમાં કુશળતા આજે તમારો મજબુત પક્ષ રહેશે.

  તુલા રાશિફળ - તમારો તીખો સ્વભાવ જીવસાથી સાથે તમારા સંબંધમાં તણાવનું કારણ બની શકે છે. કોઈ પણ કામ કરતા પહેલા તેના પરિણામ મામલે સોચી લેવું. પ્રોપર્ટી સાથેની લેવડ-દેવડ પુરી થશે અને લાભ પહોંચાડશે. ગપ્પેબાજી અને અફવાહથી દુર રહો. જીવસાથી સાથે સ્નેહભર્યો દિવસ રહેશે.

  વૃશ્ચિક રાશિફળ - શારીરિક સમસ્યા પરેશાનીનું કારણ બની શકે છે. જો તમારે આજે હોશિયારી પૂર્વ સમજી વિચારીને કામ લેશો તો સારૂ ધન કમાઈ શકો છો. જો તમારી યોજના વિશે બધાને જમાવવાની આદત હશે તો, તમારી પરિયોજના ખરાબ થઈ શકે છે. આજે મહત્વપૂર્ણ મામલા પર ધ્યાન લગાવવાની જરૂરત છે. સકારાત્મક વિચાર જિંદગી બદલી શકે છે.

  ધન રાશિફળ - તમારી સાંજ લાગણીશીલ રહી શકે છે જે તમને તણાવ આપી શકે છે. પરંતુ ચિંતા કરવાની વધારે જરૂરત નથી. યાત્રાના કારણે થાક લાગી શકે છે, પરંતુ આર્થિક રીતે આ યાત્રા ફળદાયી રહેશે. તમારા પ્રિય લોકોને નિરાશ ન કરવા, નહીં તો તણાવ પેદા થઈ શકે છે. આગામી સમયમાં ઓફિસમાં તમારી આજનું કામ અનેક પ્રકારની અસર દેખાડશે, જેથી સાવધાનીથી કામ કરવું.

  મકર રાશિફળ - આ વખતે એ સમજવું ખુબ જરૂરી છે કે માનસિક દુશ્મન તમારા શરીરને બીમારી સામે લડવાની ક્ષમતાને ઓછા કરી દે છે, જેથી નકારાત્મક વિચારોથી બચશો. રિયલ એસ્ટેટ સંબંધી વ્યવસાય તમને સારો નફો અપાવી શકે છે. આજનો દિવસ મોજ-મસ્તી માટે સારો છે. કામમાં વ્યવસાયીક વલણ તમારા માટે સારૂ સાબિત થશે. વિવાદોનું એક લાંબુ લિસ્ટ તમારા સંબંધને નબળુ બનાવી શકે છે.

  કુંભ રાશિફળ - પોતાની તબીયત મામલે જરૂર કરતા વધારે ચિંતા ન કરો. નિશ્ચિંતતા બીમારીની સૌથી મોટી દવા છે. તમારૂ સાચુ વલણ ખોટા વલણને હરાવવામાં સફળ રહેશે. તમને આજે પરિવારના સહયોગની કદર થશે, કારણ કે તમારા પરિવારનો સહયોગ જ કાર્યક્ષેત્રમાં તમારા સારા પ્રદર્શન માટે જવાબદાર છે. આજે તમારી સારી પ્રશંસા થઈ શકે છે.

  મીન રાશિફળ - તળેલી વસ્તુ ખાવાથી દુર રહો. પ્રોપર્ટી સાથે જોડાયેલી લેવડ દેવડ પુરી થશે અને લાભ પહોંચાડશે. તમારા ઈમાનદાર અને જિંદાદિલ પ્યારમાં જાદુ કરવાની તાકાત છે. ઓફિસમાં તમારા દુશ્મન પણ તમારા દોસ્ત બની જશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા, નહીં આગળ પછતાવવાનો વારો આવી શકે છે. સંબંધીઓની દખલઅંદાજી લગ્ન જીવનમાં પરેશાની પેદા શકે છે.
  Published by:kiran mehta
  First published: