Rashifal, 29 July 2021 : વૃશ્ચિક રાશિના લોકોને આજે આરામ માટે ઓછો સમય મળશે, આજનું રાશિ ભવિષ્ય

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 29th-july-2021: આજે તમારા ભાગ્યમાં શું છે? જુઓ તમારી રાશિ પ્રમાણે તમારા સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ - કોઈ મિત્રની જ્યોતિષ સલાહ તમારી તબીયત પર ઉપયોગી રહેશે. ધતા ખર્ચાને લઈ માનસીક શાંતી ભંગ થઈ શકે છે. તમારો પરિવાર તમારી કોશિશના વખાણ કરશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સાથ-સહકાર મળી રહેશે. રસ્તા પર ગાડી ચલાવવામાં સાવધાની રાખવી.

  વૃષભ રાશિફળ - કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોનું દબાણ અને ઘરમાં અણબનના કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈની જરૂરિયાત જાણતા હોવા છતા, ખર્ચ કરવાથી બચવું. જિંદગીની ભાગદોડમાં પોતાની જાતને ખુશનશીબ માની શકો છો, કારણ કે, તમારા જીવનસાથીનો સપોર્ટ સારો મલશે. જો તમે કાર્યક્ષેત્રમાં તણાવ લેશો તો, તમારા સિવાય અન્ય કોઈને નુકશાીન નહી થાય, જેથી મન-મગજ પર કાબુ રાખવો. સામાન ખોવાઈ જવાની સંભાવના છે, સાવધાન રહેવું.

  મિથુન રાશિફળ - બીજા લોકો સાથે ખુશી વહેંચવાથી મન હળવું રહેશે. મનોરંજન અને સૌન્દર્યતા પાચળ ખર્ચ ન કરવો. આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ રહી શકે છે. એવા કામ હાથમાં લોક જે રચનાત્મક પ્રકૃતિના હોય. આજે પોતાનો સમય અને ઉર્જા બીજા લોકોની મદદ માટે લગાવો.

  કર્ક રાશિફળ - મિત્રો તરફથી થયેલા વખાણ ખુશીનું કારણ બની શકે છે. તમારા ખર્ચાઓ પર કાબુ રાખવો અને પૈસાનો વ્યય કરવાથી બચવું. તમારા સ્વભાવમાં ઉદારતા જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે આશા પ્રમાણે સાથ-સહકાર નહીં મળે, પરંતુ ધૈર્ય રાખવું. આજે તમારે પરિવાર, જીવનસાથી સાથે વાદ-વિવાદમાં ઉતરવું નહીં, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે.

  સિંહ રાશિફળ - લાંબા સમયથી કોઈ બીમારી હોય તો, હસતા-હસતા સારવાર કરવી, કેમ કે નિસ્ચિંતતા સૌથી કારગર દવા છે. સામુહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય બનાવી શકે છે, પરંતુ હોશિયારીનો ઉપયોગ કરી, ગુસ્સો કર્યા વગર તેની ભાષામાં જવાબ આપો. ટ્રેડ શો અને સેમિનાર ભાગીદારીના વ્યવસાયમાં સુધાર લાવશે. તમારે આજે ઊંચી પોસ્ટ પર અથવા અનુભવી કોકોને મળવાની જરૂરત છે, જેનાથી તમને ફાયદો થઈ શકે છે.

  કન્યા રાશિફળ - જિંદગી સાથે ઉદારતાનું વલણ અપનાવો, પોતાના દુખને વારંવાર યાદ કરવાથી અથવા કોઈને કહેવાથી કશું નહીં મળે. પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો. જોકે, તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધાર જણાશે. પરંતુ બીજી બાજુ ખર્ચ સમસ્યા પેદા કરી શકે છે, જેથી ખર્ચ કરવાથી બચવું. તમારા પ્રિયની ખામીઓ શોધવામાં સમય બર્બાદ ન કરવો, નહીં તો દિવસ બગડી શકે છે. આજના દિવસે શરૂ કરેલું કાર્ય સંતોષકારક પૂર્ણ થઈ શકશે.

  તુલા રાશિફળ - સામાજિક મેળાપ કરતા તબીયતને વધારે પ્રાથમિકતા આપવી. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, ખાસ કરીને મહત્વના આર્થિક કરારમાં મોલભાવ કરતા સમયે. તમારો સ્વભાવ ઉદાર રાખી પરિવાર સાથે સારી રીતે સમય વિતાવો, થોડી પણ નારાજગી જીવનસાથી સાથે મતભેદ ઉભો કરી શકે છે. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમાં ઉન્નતી મળવાથી, તમને તણાવ આપી શકે છે. જીવનસાથી મસ્તીભરી યોજના બનાવો.

  વૃશ્ચિક રાશિફળ - કુદરતે આપને આજે આત્મવિશ્વાસથી ભરપુર કર્યા છે, જેનો ભરપુર ઉપયોગ કરો. આજે તમે કોઈ વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો નુકશાન આવી શકે છે. મિત્રો સાથે દિવસ મજેદાર રહેશે. પરિવાર સાથે સારો વ્યવહાર રાખવો. આજે આરામ માટે ઓછો સમય છે, જેથી કામ પર ફોકસ રાખવું.

  ધન રાશિફળ - આજના દિવસે એવું કામ કરવું, જે તમને પસંદ હોય. નવા કરાર ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ આશા વધારે ન રાખવી નહીં તો અસંતોષનો શિકાર બની શકો છો. ઉતાવળમાં નિર્ણય ન લેવા. જિદ્દી સ્વભાવથી બચવું, ખાસ કરીને મિત્રો અને પરિવાર સાથે. જુઠુ બોલવાથી બચવું, નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન શબ્દોનો ધ્યાનપૂર્વક પ્રયોગ કરવો.

  મકર રાશિફળ - બીમારી તમારી ઉદાસીનું કારણ બની શકે છે. દરેક રોકાણને સાવધાની પૂર્વક અંજામ આપો, જરૂરી સલાહ સુચન લીધા બાદ રોકાણ કરવું. કામના દબાણને લઈ માનસીક પરેશાન રહી શકો છો. મહત્વના વ્યક્તિઓ સાથે વાતચીત કરતા સમયે આંખ-કાન ખુલ્લા રાખવા કોઈ સારો વિચાર હાથ લાગી શકે છે. તમારા આત્મવિશ્વાસનો આજે ફાયદો ઉઠાવો.

  કુંભ રાશિફળ - જો તમે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો મુકશાન થવાની સંભાવના છે. પરિવાર સાથે રોમેન્ટીક દિવસ રહેશે. પૈસા બનાવવાના તે વિચારોનો ઉપયોગ કરો, જે આજે તમારા મનમાં આવે. શિક્ષા સાથે જોડાયેલા કામ તમારી જાગરૂપતામાં વૃદ્ધિ કરશે.

  મીન રાશિફળ - મિત્રો તમને આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મિલન કરાવી શકે છે, જેનો તમારા જીવન પર સારો પ્રભાવ પડી શકે છે. આર્થિક મામલામાં સાવધાની રાખવી. પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપવો. આજે તમારે ઓફિસમાં એવું કામ કરવું પડી શકે છે, જે કામથી તમે લાંબા સમયથી બચવા માંગો છો.
  Published by:kiran mehta
  First published: