Rashifal, 28 July 2021 : તુલા રાશિના જાતકે આજે કઈંક એવું કરવું જે કમાણીમાં વધારો કરે, ફાયદો થશે, આજનું રાશિ ભવિષ્ય

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 28th-july-2021: આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ - તમારા પરિવારના હિત વિરુદ્ધ કામ ન કરો. તમે પરિવારના વિચારથી સહમત ના હોવ, પરંતુ ધીરજ રાખી કામ કરવું. આજે રોકાણ માટેના જે અવસર તમારી સામે આવે તેના પર જરૂર વિચાર કરવો. પરંતુ, ધન લગાવતા પહેલા તેનો જરૂરી અભ્યાસ કરી લેવો. વ્યક્તિગત સમસ્યાઓ શાંતી રીતે પતાવજો, નહીં તો બદનામી થઈ શકે છે. તમારા જીવનસાથીનો મૂડ ખરાબ રહી શકે છે. પોતાની જબાન પર લગામ રાખવી નહીં તો જુની મિત્રતામાં તિરાડ પડી શકે છે.

  વૃષભ રાશિફળ - લાભ મેળવવા સકારાત્મક ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. આજે તમે સારા પૈસા બનાવી શકો છો - પરંતુ આ પૈસા તમારા હાથમાંથી નીકળી ના જાય તેની સાવધાની રાખવી. ઘરમાં પરિવાર સાથે અણબનાવ રહે. આજે તમે બીજા દિવસોની તુલનામાં પોતાના લક્ષ્યોને સારી રીતે નક્કી કરી શકશો. જો પરિણામ તમારી આશા પ્રમાણે ના આવે તો નિરાશ ન થવું.

  મિથુન રાશિફળ - કાયદાકીય મામલાના કારણે તણાવ રહી શકે છે. અનુમાન નુકશાનદેહ સાબિત થઈ શકે છે, જેથી રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી. પારિવારીક મોર્ચા પર દિવસ સારો રહેશે. વિલંબમાં પડેલી વ્યવસાયિક યોજનાઓ શરૂ થશે. બીજાને રાજી કરવાની તમારી પ્રતિભા ફાયદો કરાવશે. આજે જીવનસાથીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી શકે છે.

  કર્ક રાશિફળ - સકારાત્મક વિચારોને જ મગજમાં આવવા દો. તમે સારા પૈસા બનાવી શકો છો, બસ શરત એ છે કે, પારંપરિક રીતે રોકાણ કરો. બહારના લોકોના હસ્તક્ષેપના કારણે જીવનસાથી સાથે તણાવ પેદા થઈ શકે છે. તમને પહેલી નજરમાં પ્રેમ થઈ શકે છે. આજે દુશ્મન પણ મિત્ર બની શકે છે.

  સિંહ રાશિફળ - જિંદગીને ભરપુર માણવા માટે મહત્વકાંક્ષાઓ પર કાબુ રાખો. વધારે ખરીદી કરવાથી બચવું, જે હોય તમારી પાસે તોનો ઉપયોગ કરો. જુઠુ બોલવાથી બચવું, જે સબંધો બગાડી શકે છે. પોતાના કામમાં તેજી લાવવા માટે તમે ટેકનીક સાથે જોડાયેલી વસ્તુમાં રોકાણ કરી શકો છો. જે તમને ફાયદો કરાવી શકે છે.

  કન્યા રાશિફળ - નાની-નાની વસ્તુ પરેશાની ઉભી કરી શકે છે. જો તમે વધારે ખુલ્લા દિલથી પૈસા ખર્ચ કરશો તો તમે આર્થિક રીતે બાદમાં સમસ્યાનો સામનો કરી શકો છો. પરિવાર સાથે સમય વિતાવવાનો સારો દિવસ છે. કાર્યસ્થળ પર કામ પતાવવા માટે સમજદારી અને પ્રભાવનો ઉપયોગ કરો. આજનો દિવસ એવો છે કે, તમારી ઈચ્છા પ્રમાણેનો નહીં રહે.

  તુલા રાશિફળ - જેમ ખાવામાં થોડી તીખાસ જરૂરી છે, તેમ જીવનમાં દુખ પણ જરૂરી છે. આજે માત્ર બેસી રહેવાને બદલે કઈ એવું કરો, જે તમારી કમાણીમાં વૃદ્ધિ કરે. આજનો દિવસ તમારા માટે ખાસ છે, તમે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો. ઓફિસમાં સ્નેહનો માહોલ રહેશે. પરિવાર સાથે સ્નેહભર્યો દિવસ રહેશે.

  વૃશ્ચિક રાશિફળ - અસુવિધા તમારી માનસિંક શાંતી ભંગ કરી શકે છે. આજનો દિવસ વધારે લાભદાયી નથી - જેથી પોતાના ખીસ્સા પર નજર રાખી ખર્ચ કરવું. રોમાન્સ માટે સારો દિવસ છે. ઓફિસમાં કોઈ ગમતું કામ મળી શકે છે. બીજા લોકોને પોતાની ખુશીની વાત જણાવવામાં ઉતાવળા ના બનો, કોઈ ફાયદો ઉઠાવી શકે છે.

  ધન રાશિફળ - વિવિધ બીમારીથી પીડિત વ્યક્તિએ આજે સાવધાની રાખવી, કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવાની કોશિસ કરવી જોઈએ. તમારા ખર્ચામાં વૃદ્ધિ થશે, જે તમારી પરેશાનીનું કારણ બની શકે છે. આજે તમારા પર નકારાત્મકતા સવાર રહેશે, જેથી કોઈ નિર્ણયલેતા મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કર્મકાંડ-ધર્મકાર્યનો માહોલ રહેશે. કાર્યક્ષેત્રમાં આળસ અને થાકનો અનુભવ થઈ શકે છે.

  મકર રાશિફળ - મનોવૈજ્ઞાનિક ડર તમને બેચેન કરી શકે છે. સકારાત્મકત વિચારો તમને આ મુશ્કેલીમાંથી બચાવશે. આર્થિક રીતે સુધાર ચાલતા તમે સરળતાથી લાંબા સમયથી વિલંબમાં રહેલ ઉધાર ચુકવી શકશો. પરિવાર સાથે આરામનો સમય વિતાવો. તમારી પત્ની-પતિને ભાવાત્મક સહયોગ આપો. વ્યવસાયિક મિટીંગમાં મોટી-મોટી વાતો ન કરવી, પોતાની જીભ પર લગામ રાખવી નહીં તો પ્રતિષ્ઠાને નુકશાન પહોંચી શકે છે.

  કુંભ રાશિફળ - દિવસ ફાયદાકારક સાબિત થશે, અને બીમારીમાં સારો આરામ મળશે. તમને અનેક સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. લોકો સાથે સારી રીતે વર્ત રાખો, એક તરફો પ્રેમ ખતરનાક સાબિત થશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા બીજાની જરૂરિયાતોને સમજવાની કોશિશ કરો.

  મીન રાશિફળ - પેટના રોગ, ખાસ કરીને ગેસ જેવી બીમારી રહી શકે છે. આજે અકલમંદીથી કરવામાં આવેલું રોકાણ જ ફળદાયી રહેશે. તમારી મહેનતની કમાણી સમજી વિચારીને લગાવશો. માતા-પિતા નારાજ થાય તેવું કાર્ય આજે ન કરવું. તમે કોઈની મદદ વગર કામ પૂર્ણ કરી શકો છો એવું વિચારતા હોવ તો તે તમારી ભૂલ છે.
  Published by:kiran mehta
  First published: