Rashifal, 25 July 2021 : મેષ રાશિના જાતકને જીવનસાથી સાથે ફરી એકવાર પ્રેમ થઈ જશે, આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 25th-july-2021: આજે તમારા ભાગ્યમાં શું છે? જુઓ તમારી રાશિ પ્રમાણે તમારા સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ - કામકાજ કરતા સમયે થાય તેટલો આરામ કરી લેવો. આજે તમને કમીશન, રોયલ્ટી વગેરેમાં ફાયદો થઈ શકે છે. આજે તમે પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવી શકો છો. નવા કામ પૂરા કરવામાં મહિલા સહકર્મીનો સહયોગ મળશે. પરોપકારી અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષિત કરશે. આજે તમને જીવનસાથી પ્રત્યે એકવાર ફરી પ્રેમ થઈ શકે છે.

  વૃષભ રાશિફળ - આજે તમારી સ્વાસ્થ્ય તમને સાથ નહીં આપે. આર્થિક તંગીથી બચવા માટે નક્કી કરેલા બજેટની બહાર ન જવું. ઘર કામના દબાણને લઈ ગુસ્સો આવી શકે છે. એવા લોકો સાથે હંમેશા સંબંધ બનાવી રાખો જે ભવિષ્યમાં તમારી મદદ કરી શકે. તમારી ખાસીયત અને ભવિષ્યની યોજનાઓ માટે ફરી વિચારવાનો સમય છે. લોકોની દખલ-અંદાજી વૈવાહિક જીવનમાં પરેશાની ઉભી કરી શકે છે.

  મિથુન રાશિફળ - તંગ આર્થિક પરિસ્થિતિના કારણે કોઈ મહત્વનું કામ વચમાં જ અટકી શકે છે. તમારી સ્વચ્છંદ જીવનશૈલી ઘરમાં તણાવ પેદા કરી શકે છે, જેથી મોડી રાત સુધી બહાર રહેવાનું અને ખોટા ખર્ચ કરવાથી દુર રહેવું. તમારે એવી પરિયોજના પર કામ કરવું જોઈએ, જે ભવિષ્યમાં સારો નફો આપી શકે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા. જીવનસાથી સાથે મધુર દિવસ.

  કર્ક રાશિફળ - ગર્દન-કમરમાં દર્દ પરેશાન કરી શકે છે. આજના દિવસે આરામ કરવો જરૂરી છે. પ્રાપ્ત થયેલું ધન તમારી મરજીનું નહીં હોય. એવા લોકો સાથે સારૂ વર્તન કરો, જે તમને પ્રેમ કરે છે. કાર્યસ્થળ પર સંપ અને સમજ તથા ધૈર્યતાથી સાવધાની રાખવી. હરવા-ફરવા માટે વધારે સારો દિવસ નથી. જીવનસાથી આજે તેના મનની વાત કરી શકે છે, કે તે તમારી સાથે કેટલી ખુશ છે કે નહીં.

  સિંહ રાશિફળ - બાળક પ્રત્યે પ્રેમભર્યું વર્તન રાખવું. જો તમે આવકમાં વૃદ્ધિ થાય તેનો સ્ત્રોત શોધી રહ્યા હય તો, સુરક્ષિત આર્થિક યોજનામાં રોકાણ કરવું. ઘરના મામલા દિમાગ પર છવાયેલા રહેશે અને તમારી કામ કરવાની ક્ષમતા ખરાબ કરી શકે છે. આજે તમે કોઈના પ્રેમમાં પડી શકો છો. તમારા કામ અનેશબ્દો પર ધ્યાન રાખવું કેમ કે, આંકડા સમજવામાં મુશ્કેલી થઈ શકે છે, જેથી ગડબડ થઈ શકે છે.

  કન્યા રાશિફળ - આજે તમારો સ્વભાવ ભાવુક રહેશે. આજે તમે તમારી રચનાત્મકતાનો સારો ઉપયોગ કર્યો તો, ઘણુ ફાયદાકારક રહેશે. ઘરમાં નાની વાત પર વિવાદ થઈ શકે છે, જેથી બોલવામાં સાવધાની રાખવી. ઓફિસમાં તમે ગુસ્સે થઈ શકો છો, જેથી તૈયાર રહો. આજનો દિવસ તમારી મરજીનો નહીં રહે. આજે જીવનસાથીનું એક અલગ જ રૂપ તમને જોવા મળી શકે છે. આજે મગજને શાંત રાખવાનો પ્રયાસ કરવો.

  તુલા રાશિફળ - તમારા શરીરને સ્ફૂર્તીલું રાખો. દરેક રોકાણને સાવધાનીપૂર્વક અંજામ આપવું, નુકશાનથી બચવા માટે સલાહ લેવી, અભિમાનને બાજુ પર રાખવું. ઘરમાં પરિવાર સાથે અનબન થઈ શકે છે. આજે તમે જ્ઞાન અને અનુભવ વહેંચી શકો છો, જેથી તમને પ્રતિષ્ઠા મળશે. તમારી ફરવા જવાની યોજનામાં ફેરફાર થઈ શકે છે. તમને ખુશ કરવા જીવનસાથી કોશિશ કરી શકે છે.

  વૃશ્ચિક રાશિફળ - આજે ખાસ દિવસ છે, આજે તમારૂ શરીર અસાધારણ કામ કરવા માટે પણ સક્ષમ રહેશે. આજે તમે લાંબા સમય માટે રોકાણ કરશો તો, સારો ફાયદો મળી શકે છે. આજે તમે ઈમાનદારીભર્યું વર્ત રાખો. પ્રેમની અભિવ્યક્તિ માટે સારો દિવસ. કોઈ નવા પ્રોજેક્ટમાં તમારા વિચારો ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર ગોપનીય જાણકારી ઉજાગર ન કરવી. જીવનસાથી સાથે રોમાંચક દિવસ રહેશે.

  ધન રાશિફળ - તમારી સકારાત્મક વલણ આસપાસના લોકોને પ્રભાવિત કરશે. જુના રોકાણના કારણે આવકમાં વધારો જોવા મળશે. તમારી ઈમાનદારી અને કામ પુરૂ કરવાની ક્ષમતાના વખાણ થશે. જીવનસાથી સાથે આજે પ્રેમભર્યો વ્યવહાર રાખવો. આજનો દિવસ ખુશીઓથી ભરપુર રહેશે.

  મકર રાશિફળ - તમારા વિનમ્ર સ્વભાવના વખાણ થશે. ખર્ચમાં વધારો શાંથી ભંગ કરી શકે છે. સંબંધો સાચવશો, સંબંધોમાં ખટાશ આવી શકે છે આજે. કામકાજનો બોઝો વધારે રહેશે. મુશ્કેલીઓનો સામનો કરવાની તમારી ક્ષમતા સારી ઓળક અપાવશે. આજે તમે આરામ કરવામાં સફળ નહીં થાઓ.

  કુંભ રાશિફળ - ઈચ્છા વગરની યાત્રાથી થાક અનુભવશો. આજના દિવસે તમારે આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વધારે ખર્ચ અથવા પર્સ ચોરાઈ શકે છે, સાવધાની રાખવી. પોતાના પરિવાર સાથે ખરાબ વ્યવહાર ન કરવો, શાંતી ભંગ થઈ શકે છે. સમય, કામકાજ, મિત્રો, સંબંધી એક બાજુ અને તમારો પ્રેમ એકબાજુ એવો મિજાજ રહેશે. કાર્યસ્થળ પર મહેનત રંગ લાવશે. લાંબી મુસાફરી કરવી પડી શકે છે, જે ફાયદાકારક રહેશે.

  મીન રાશિફળ - સામાજિક કાર્ય કરતા તબિયત પર વધારે ધ્યાન આપવું. આજે એવી યોજનામાં રોકાણ કરતા બચવું, જે તમારી સામે આવે. આજે તમારા ભાઈ તમારી સારી મદદ કરી શકે છે. સાંભળેલી વસ્તુ પર વિશ્વાસ ન કરી દેવો, તેની સચ્ચાઈ જાણવી અને સમજવી. વૈવાહિક જીવનનો ખરાબ દિવસ આજે જોવા મળી શકે છે. જબાન પર લગામ રાખવી, નહીં તો પછતાવવું પડી શકે છે.
  Published by:kiran mehta
  First published: