ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
મેષ : 21 માર્ચ-19 એપ્રિલ
વર્ક લાઈફને સંતુલિત બનાવવા વિશેની તમારી દ્રષ્ટિ હવે સફળ થઈ રહી છે. જોકે ભૂતકાળના અનુભવોને કારણે હાલમાં વિશ્વાસ એક મહત્વનો મુદ્દો બની શકે છે.
લકી સાઇન - સારી રમૂજ
વૃષભ (Vrishabha): 20 એપ્રિલ-20 મે
તમારો દિવસ તમારા દિનચર્યાના કાર્યોને પૂર્ણ કરવા માટે સરળ રિધમ દર્શાવે છે. અણધાર્યા સમાચાર તમને વિચારતા કરી જશે, નવી સ્પોર્ટ્સ એક્ટિવિટી તમને આકર્ષિત કરી શકે છે.
લકી સાઇન - મોટું હોર્ડિંગ
મિથુન (Mithuna) : 21 મે - 21 જૂન
જો તમારી તમારા ભાઈ સાથે કોઈ બાબતે દલીલ કે તકરાર થઈ હોય તો તમારે હાલ તે બાબતે તમારા અંગત મંતવ્યો આપવાનું ટાળવું જોઈએ. કેટલાક સમયથી આધુરી લાંબી વાતચીતો જેવી સરળ વસ્તુઓ તમને આનંદ અપાવી શકે. મિત્રો પસંદ કરવામાં તમે સિલેક્ટિવ અપ્રોચ રાખો છો.
લકી સાઈન– એક સિલિકન મોલ્ડ
કર્ક (Karka): 22 જૂન-22 જુલાઈ
કોઈ એક ચોક્કસ કાર્ય કરવું કે નહિ તે અંગેના ગજગ્રાહ પર પૂર્ણવિરામ આવશે, નક્કર નિર્ણય લેવાશે. તમે આગળ વધવાનું નક્કી કરશો અને મહેનતથી તેને સમાપ્ત કરવા આગળ વધશો. વિચારોની સ્પષ્ટતા તમારા માટે પ્રાથમિક રહેશે. તમારી હાજરી સૂચક બનાવવા કામ કરશે, તેથી તમારો સામાજિક દરજ્જો હવે મહત્વપૂર્ણ હોઈ શકે છે.
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તમે હરહંમેશ ઉત્સાહપૂર્ણ અનુભવ કરી શકો છો. તેનું કારણ તમને મળનારા સકારાત્મક સમાચારો હોઈ શકે છે. તમને તમારા કાર્યક્ષેત્રમાં થોડી હરીફાઈનો સામનો કરવો પડી શકે છે.
લકી સાઇન - મનપસંદ મીઠાઈ
કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર
તમે તમારા રોજિંદા કાર્યો સમયસર પૂર્ણ ન કરી શકતા હતાશા અનુભવીને અંતે કામ જ પડતું મુકવાનું વિચારશો. કોઈકની થોડી મદદ લેવી એ સારો વિચાર છે. અન્ય લોકો તમને વધુ સારી રીતે સમજી શકે તે માટે યોગ્ય સંદેશાવ્યવહાર અને સુચારૂં અભિગમ જાળવો.
લકી સાઈન– સ્મારક/સંભારણું
તુલા (Tula): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર
તમે ભૂતકાળમાં તમારી જાતને એવું કોઈ વચન આપ્યું હશે, તેને પૂર્ણ કરવાનો આ સમય છે. જૂની પેટર્ન થોડા સમય માટે પુનરાવર્તિત થઈ શકે છે. તમારા ભાઈ-બહેન કેટલીક ઘરેલું સમસ્યાઓમાંથી પસાર થઈ શકે છે.
લકી સાઈન - એકોપરની બોટલ
વૃશ્ચિક(Vrashchika): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર
રેન્ડમલી તમારું વર્તમાન સ્વપ્ન અથવા જુસ્સો બની ગયું હોય એવી વસ્તુ માટે અરજી કરવા માટે આ લકી દિવસ છે. લોકો સાથે તમારી માહિતી અને પ્રતિક્રિયાને શેર કરશો તો તે તમને વિક્ષેપ તરફ દોરી શકે છે.
ધનુરાશિ (Dhanusha) : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર
તમારી આસપાસના કેટલાક લોકો તમને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે અને તમે તેમની કંપનીથી બચી પણ નહી શકો. એક લાંબી રણનીતિ અને નવી વ્યૂહરચના તમારા દિમાગને ક્લિન કરવા સારી મદદરૂપ થઇ શકે છે.
લકી સાઈન - એગ્લાસ ટોપ ટેબલ
મકર (Makar): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી
જો તમે કોઇ કામ ઉતાવળમાં કરશો તો બની શકે કે તમારી તૈયારી પૂરતી ન પણ હોય. છેલ્લી ઘડીની ચિંતા વિક્ષેપજનક બની શકે છે. એક સમયે એક વસ્તુ લેવાની સલાહ આપવામાં આવે છે. કેટલીક મધ્યસ્થી મદદ કરી શકે છે.
લકી સાઈન - ક્યુબ
કુંભ (Kumbha): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી
તમને દિવસભર કોઇ તમારુ જૂનું સપનુ સતાવી શકે છે. નવી દિશા તરફ હાલમાં કરવામાં આવેલ નાના પ્રયાસો ફાયદાકારક નિવડી શકે છે. નોકરી માટે મિત્ર મદદરૂપ નિવડી શકે છે.
લકી સાઈન – ચોકલેટ્સ
મીન (Meena): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ
કોઇ વસ્તુ પરથી સંતુલન ગુમાવવા માટેના સ્પષ્ટ સંકેતો દેખાઇ રહ્યાં છે, વરસાદી દિવસ માટે વ્યવસ્થા કરી રાખો. જો તમે કોઇ આવનારી વાતચીતથી નર્વસ છો, તો ચિંતા ન કરો બધું સારું રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર