Rashifal, 1st August 2021: કાર્યસ્થળ પર આજનો દિવસ મુશ્કેલી ભર્યો રહી શકે છે, આજનું રાશિ ભવિષ્ય

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 1st August 2021: આજે તમારા ભાગ્યમાં શું છે? જુઓ તમારી રાશિ પ્રમાણે તમારા સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ - જ્યારે તબીયતને લઈ વાત હોય તો, સાવધાની રાખવી. યાત્રા તણાવ આપી શકે છે, પરંતુ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે ઓફિસ માટે વધારે સમય આપશો તો, તેનો ઘરેલુ જિંદગી પર નકારાત્મક અસર પડી શકે છે. રોમાન્સ માટે સારો દિવસ. મહત્વની યોજનાઓ પુરી કરવામાં સફળ થઈ શકો છો. ચીઠ્ઠી-પત્રીના કામમાં સાવધાની રાખવી.

  વૃષભ રાશિફળ- સંતુષ્ટ જીવન માટે પોતાની માનસીકતા તથા દ્રઢતામાં વૃદ્ધિ કરો. માત્ર એક દિવસનું વિચારી જીવવાનો સ્વભાવ છોડી, ભવિષ્યની ચિંતા કરવી. મનોરંજન પાચળ ખર્ચ વધારે ન કરવો. વિવાદાસ્પદ મુદ્દામાં ચર્ચામાં પડવાથી બચો. તમારા સારા પરિણામ માટે સારી રીતે પ્રયત્ન કરવાની જરૂરત છે. એવા લોકો પર નજર રાખો જે તમને ખોટા રસ્તે દોરી રહ્યા છે.

  મિથુન રાશિફળ- તમારી ઊંચી બૌદ્ધિક ક્ષમતા તમારી કમીઓ સામે લડવામાં મદદ કરશે. આર્થિક તંગીથી બચવા માટે તમારા નક્કી કરેલા બજેટથી બહાર ન જવું. જીવનસાથી કે પ્રેમિકા સાથે અભદ્ર વ્યવહાર ન કરવો. વ્યવસાયી મીટિંગ દરમિયાન ભાવુક કે મોટી મોટી વાતો ન કરવી.

  કર્ક રાશિફળ- પોતાની તબીયત સાચવવા ખાન-પાનમાં સુધાર કરો. આર્થિક રીતે સ્થિતિ સારી રહેતા જરૂરી વસ્તુ ખરીદવાનું સરળ બનશે. જેટલું તમે વિચાર્યું હતું, તેના કરતા વધારે તમારો ભાઈ તમને મદદગાર સાબિત થશે. કામનું દબાણ હોવા છતા જીવનસાથી સાથે સારો સમય વીતાવી શકશો. તમારા ભાગીદાર તમારી નવી યોજનાઓ અને વિચારોનું સમર્થન કરશે. બીજા લોકોની પણ સલાહ સાંભળો, જો વધારે ફાયદો ઈચ્છતા હોય તો. તમારાથી કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે.

  સિંહ રાશિફળ- ધ્યાન અને આત્મચિંતન લાભકારક સિદ્ધ થશે. તમે બીજા લોકો પર વધારે ખર્ચ કરી શકો છો. જો તમે માનતા હોવ કે સમય જ પૈસો છે તો તમારે તમારી ક્ષમતાઓને શીર્ષ પર પહોંચાડવા માટે જરૂરી પગલા ભરવા જોઈએ. જો બહાર જવાની યોજના હોય તો અંત સમયે ટળી શકે છે.

  કન્યા રાશિફળ - તમે તમારા કામ પર એકાગ્રતા રાખવામાં મુશ્કેલી અનુભવી શકો છો. કેમ કે, આજે તબીયત સાથ નહી આપે. આકસ્મિક નફો અથવા સટ્ટાબાજી દ્વારા આર્થિક હાલાત સુધરી શકે છે. બહારના લોકોના હસ્તક્ષેપના કારણે જીવનસાથી સાથે તમાવ પેદા થઈ શકે છે. ઓફિસમાં સ્નેહનો માહોલ બની શકે છે. બહારની યાત્રા ફાયદાકારક થઈ શકે છે.

  તુલા રાશિફળ- ધાર્મિક ભાવનાથી કોઈ ધાર્મિક યાત્રા કરી શકો છો. તમારા મનમાં ઝડપી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા પેદા થઈ શકે છે. પરંતુ જીવનસાથી સાથે નાની-નાની વાતમાં અમબનાવ અશાંતી પેદા કરી શકે છે. તમને સારા અવસર નવા લોકોને મળવાથી મળી શકે છે. આજે એવું વર્તન કરો જેમ કે તમે સુપર સ્ટાર છો.

  વૃશ્ચિક રાશિફળ- બેકાર વિચારો પાછળ તમારી ઉર્જા ખરાબ ન કરો. તમે ખુદને નવા રોમાંચક પરિસ્થિતિમાં જોશો, જે આર્થિક ફાયદો પહોંચાડશે. એકતરફો લગાવ તમારી ખુશીને ઉજાડી શકે છે. આજે તમારો છૂપાયેલો વિરોધી તમને ખોટા સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કરી શકે છે, જેથી સાવધાન રહો. તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગશો તો તે તમારો પીછો કરતી રહેશે. વૈવાહિક જીવન સુખમય રહેશે.

  ધન રાશિફળ- તમે શારીરિક પરિશ્રમ સીમા બહાર ન કરો પર્યાપ્ત આરામ કરશો. તમારા ધનને સુરક્ષિત જગ્યા પર રાખો, જેથી આગામી સમયમાં કામ આવી શકે. બાળકો તમને નિરાશ કરી શકે છે. જે કામ તમે કર્યું છે, તેનો શ્રેય બીજુ કોઈ ન લઈ જાય તેનું ધ્યાન રાખશો.

  મકર રાશિફળ- તમે તમારા પરિવાર માટે ખુશીનું બલિદાન આપશો, પરંતુ તેની સામે તમારે આશા ન રાખવી જોઈએ. તમારા ખર્ચા પર કાબુ રાખવો જોઈએ. આજના દિવસે તમારે કાર્યક્ષેત્રમાં ટીકાનો શિકાર બનવું પડી શકે છે. તમારી ખાસીયત અને ભવિષ્યની યોજનાઓ પર ફરીથી વિચારવાનો સમય. તમારી દીકરીની બીમારી તમારો મૂડ ખરાબ કરી શકે છે.

  કુંભ રાશિફળ- ભાગમભાગ ભર્યો દિવસ હોવા છતા તબીયત સારી રહેશે. તમારા વધારાના ધનને સુરક્ષિત જગ્યા પર રાખવું, જે અગામી સમયમાં કામ આપી શકે. નવા દોસ્ત બનાવવામાં સાવધાની રાખવી. કાર્યસ્થળ પર આજનો દિવસ મુશ્કેલી ભર્યો રહી શકે છે. આજે કોઈ વાત પર જીવનસાથી સાથે ઝગડો પણ થઈ શકે છે.

  મીન રાશિફળ - આસ-પાસના લોકોનો સહયોગ તમને સુખદ અનુભવ કરાવશે. ઘરેલુ સુવિધા પાછળ ખોટા ખર્ચા ન કરવા. તમારા પ્રિયને આજે નિરાશ ન કરો, નહીં તો પછતાવવું પડી શકે છે. સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો, પહંલા સચ્ચાઈ જાણવાની કોશિશ કરવી.
  Published by:kiran mehta
  First published: