Rashifal, 19th July 2021 : ધન રાશિના જાતકે આજે જીવનમાં જે બને એ યાદ રાખવું, આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 19th-july-2021: આજે કોને અપાર ધન, વૈભવ, અને ખુશી મળવાના યોગ છે. જુઓ તમારી રાશિ પ્રમાણે તમારા આજના દિવસનું ભાગ્ય

 • Share this:
  મેષ રાશીફળ - આજે શારીરિક સમસ્યામાં કોઈ ફેરફાર જણાઈ શકે છે. આજે તમારે જમીન, મકાન, રિયલ-એસ્ટેટ પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાવીની જરૂર છે, અહીં ફાયદો થઈ શકે છે. ઘરમાં ઉલ્લાસના માહોલમાં પોતે પણ સહભાગી બનો. તમારી સફળતા પાછળ મહિલાનો હાથ રહેશે. રસ્તા પર ગાડી ચલાવતા સાવધાની રાખવી. ખતરો લેવાના કામથી દુર રહેવું.

  વૃષભ રાશીફળ - તમારા સ્વાસ્થ્યને નજર અંદાજ ન કરવું, દારૂ જેવા વ્યસનથી દુર જ રહેવું. નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. અટલેલું કામ અટકેલું જ રહેશે અને તણાવ તમારા દિમાગ પર છવાયેલો રહેશે. તમારા પરિવાર સાથે આકરૂ વલણ ન રાખવું, વધારે શાંતી ભંગ થઈ શકે છે. કરિયર માટેની સફળ કારગર સાબિત થશે. માતા-પિતાના આશિર્વાદ સફળતા અપાવશે. જીવનસાથી સાથે વધારે સમય વિતાવવાનો મોકો મળી શકે છે.

  મિથુન રાશીફળ - તમેતમારા સકારાત્મક વલણ અને આત્મવિશ્વાસથી લોકોને પ્રભાવિત કરી શકો છો. હોશિયારીથી રોકાણ કરવું. પરિવાર તમારા પ્રેમની અપેક્ષા રાખી શકે છે. કોઈને પણ કોઈ વાયદો કરતા પહેલા વિચારી લેવું કે વાયદો પુરો થઈ શકે તેમ છે કે નહીં. તબીયત વધારે ધ્યાન આપવું અને જો યાત્રા કરવાનો વિચાર હોય તો વાહન ચલાવવામાં ખુબ કાળજદી રાખવી. જીવનસાથી તમારી ઉદારતાનો ફાયદો ઉઠાવી શકે છે, ખર્ચ કરવાથી બચવું.

  કર્ક રાશીફળ - આજે જીવનસાથી સાથે સમય સારી રીતે વિતાવી શકશો. તમે હરવા-ફરવાના મૂડમાં હશો, પરંતુ ખર્ચ કરવા પર ધ્યાન આપવું. આજે તમે કોઈ પણ કામ પર સારી રીતે દ્યાન આપશો તો સફળતા સાથે પ્રતિષ્ઠા પણ મળી શકે છે. એવી જાણકારી ઉજાગર ન કરવી જે ગોપનીય હોય. અનુસાશન સફળતાની સીઢી કહેવાય છે, જેથી અનુશાસનમાં રહી કામ કરવું.

  સિંહ રાશીફળ - મિત્રો આજે તમારી ઓળખ કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવી શકે છે. ખર્ચાઓ પર કાબુ રાખવો. તમારી લાપરવાહીથી માતા-પિતા દુખી થાય તેવું કોઈ કાર્ય ન કરવું. આજે તમારી ક્ષમતા દેખાડવાનો મોકો મળશે, જેમાં તમને સારી સફળતા મલશે. પરિવારની સલાહ મુજબ નવી પરિયોજનામાં રોકાણ કરવું. વાહન ચલાવતા સાવધાની રાખવી. આજે જીવનસાથી તમારા માટે ફરિશ્તા જેવું કામ કરી શકે છે.

  કન્યા રાશીફળ - તબીયત સારી રહેશે. તમારા ધનને સુરક્ષિત જગ્યા પર રાખવું. આગામી સમયમાં ધનની વધારે જરૂરત પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા સન્માનને ઠેસ પહોંચી શખે છે. આજે સમજી-વિચારીને કામ પર ધ્યાન આપવું. એટલે કે દિલની બદલે દિમાગથી કામ લેવું. જીવનસાથીનો પ્રેમ અને સહકાર મળતા તણાવ દુર થઈ શકે છે.

  તુલા રાશીફળ - આજે ધ્યાન અને યોગનો સહારો લેવો ફાયદાકારક રહેશે. નવા કરાર ફાયદાકારક દેખાશે, પરંતુ વધારે લાભ નહીં અપાવે. રોકાણમાં ઉતાવળથી નિર્ણય આજે ન લેવા. કાર્યસ્થળ પર આજનો દિવસ સારો રહેશે. નજીકના લોકો સાથે મતભેદ થવાથી તણાવ રહી શકે છે. જીવનસાથી સાથે સારો દિવસ રહેશે. માતા-પિતાને પોતાની ચિંતા કહેવાથી સમાધાન મળી શકે છે.

  વૃશ્ચિક રાશીફળ - તમારો મનમોજી સ્વભાવ તબીયત માટે પરેશાની ઉભી કરી શકે છે. આજે પૈસા ખર્ચ કરવાનો મૂડ હશે, પરંતુ પછતાવવાનો વારો આવી શકે છે. બેકારના વાદ-વિવાદથી દુર જ રહેવું, માહોલ ખરાબ થઈ શકે છે. કાર્યસ્થળ પર સમજદારી રાખી વાદ-વિવાદમાં ન પડવું. આજે ગુસ્સાનું પ્રમાણ વધારે રહસે, પરંતુ મગજને ઠંડુ રાખી વિચાર કરવાથી સમસ્યાનું સમાધાન મળી જશે.

  ધન રાશીફળ - દુ:ખ જીવન માટે ખુબ જરૂરી છે, કારણ કે તોજ સુખની કિંમત ખબર પડે છે. આજે ઝવેરાત અને એન્ટીક વસ્તુ ખરીદવા માટે સારો દિવસ છે, ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે. મિત્રો સાથે હરવા-ફરવાથી આનંદ મળી શકે છે. આજના દિવસે જે જે વસ્તુ તમારા જીવનમાં બને તેના પર ધ્યાન આપવાની જરૂર છે, ભવિષ્યની યોજના માટે શીખ આપી જશે. જીવનસાથી સાથે સમય વ્યતિત કરવાનો ભરપૂર સમય મળી શકે છે.

  મકર રાશીફળ - પોતાના પરિવારના હિત વિરુદ્ધ કોઈ કાર્ય ન કરવું. તમારે આજે એવું કાર્ય કરવું જે લોકોને નવી રાહ ચિંધે. કેટલીક જરૂરી નવી યોજનાઓ કાર્યરત થશે અને તાજો આર્થિક નફો લઈ આવશે. વ્યાપારીને સારો ધંધો થતા આર્થિક પરિસ્થિતિ સારી બને. કાર્યક્ષેત્રમાં ફેરફારના ચાલતા લાભકારક સાબિત થઈ શકે છે. ટેક્સ અને વીમાના કામ પર ધ્યાન આપવું. લોકોની દખલઅંદાજી વૈવાહિક જીવનમાં પરેશાની ઉભી કરી શખે છે.

  કુંભ રાશીફળ - વ્યસ્ત દીન ચર્યા બાદ પણ તબીયત સારી રહેશે. તમને આજે કમીશન, રોયલ્ટી વગેરે કામમાં ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથીની સફળતાને પ્રોત્સાહન આપો અને વખાણ કરો. ઉદાર અને ઈમાનદાર બનશો તો આવક સારી રહેશે. યાત્રા સમયે પોતાના સામાનની ચિંતા કરવી, ખોવાઈ જવાનું કે ચોરાઈ જવાનું બની શકે છે. વૈવાહિક જીવન માટે સારો દિવસ છે.

  મીન રાશીફળ - માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. આજે તમે સારા પૈસા બનાવી શકો છો. આજે પારંપરિક વ્યવસાયમાં રોકાણ કરો. કાર્યસ્થળ પર કામકાજમાં કોઈ મોટી ભૂલ થઈ શકે છે, જેથી સોશિયલ મીડિયા કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દુર રહી, કામ પર વધારે ધ્યાન આપવું. આજે જીવનસાથી સાથે તણાવ વધી શકે છે, જીભ પર લગામ રાખવી નહીં તો પરિણામ ગંભીર પણ આવી શકે છે.
  Published by:kiran mehta
  First published: