Horoscope 18 May 2021: સિંહ રાશિના જાતકો ગુસ્સો કાબુ નહીં કરે તો થશે નુકસાન, જાણો તમામ રાશિફળ

Horoscope 18 May 2021: સિંહ રાશિના જાતકો ગુસ્સો કાબુ નહીં કરે તો થશે નુકસાન, જાણો તમામ રાશિફળ
આજનું રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા આર્થિક લાભ, ભાગીદારી, વેપાર-ધંધા, ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી.

 • Share this:
  મેષઃ યોગ્ય સમયે તમારી કરેલી મદદ કોઈને મોટી પરેશાનીમાંથી બચાવી શકે છે. અપ્રત્યાશિત રોમાંસ તમને અચાનક મળી શકે છે. કોઈ લગુ કે મધ્યાવધિ પાઠ્યાક્રમમાં દાખલા લઈને પોતાનું ટેક્નિકલ જ્ઞાન વધારો. જન્મ દિવસ ભુલવા જેવી નાની બાબતને લઈને જીવનસાથી સાથે તકરાર શક્ય છે. જોકે, અંતે સરખું થઈ જશે.

  વૃષભઃ પોતાના રોકાણ અને ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખો દોસ્તીની પ્રગાઢતાના પગલે રોમાંસના ફૂલ ખીલી શકે છે. કામકાજમાં થોડી મુશ્કેલીઓ પછી મારો દિવસ થોડો સારો દેખાશે. એવા લોકો સાથે જોડાવાથી બચો જે તમારી પ્રતિષ્ઠાને ઠેશ પહોંચાડી શકે છે. લાંબા સમયના કામકાજમાં ફેરફાર તમારા લગ્ન જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.  મિથુનઃ જિંદગી અંગે ઉદાસ દ્રષ્ટીકોણ રાખવાથી બચો. એ વાતની સાવધાની રાખો કે તેમે કોની સાથે આર્થિક લેન-દેન કરી રહ્યા છો. બહાના લોકોના અવાંછિત હસ્તક્ષેપના પગલે તમારા લગ્નજીવનમાં તણાવ ઉભો થઈ શકે છે. એક નાના કામના કારણે ઓફિસમાં તમારા દુશ્મન આજે તમારા દોસ્ત બની જશે.

  કર્કઃ દોસ્તો અથવા સહકર્મીઓનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને ખતમ કરી શકે છે. એવી રોકાણ યોજનાઓ જે તમને આકર્ષિત કરી રહી છે તેના વિશે ઉંડાણ પૂર્વક જાણવાની કોશિશ કરો. કોઈપણ પગલું ભરતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂર લો. તમારી ભરપૂર ઉર્જા અને જબરદસ્ત ઉત્સાહ સકારાત્મક પરિણામ લાવશે. ઘરેલું તણાવ દૂર કરવામાં મદદગાર રહેશે.

  સિંહઃ પ્રાપ્ત થયેલું ધન તમારી અપેક્ષા જેટલું નહીં હોય. આ સમય એ વાતને સમજવાનો છે કે ગુસ્સો નાનું પાગલપન છે. આ તમને મોટા નુકસાન તરફ ધકેલી શકે છે. તમારે આજે ત તમારા પ્રિયને દિલની વાત જણાવવી જરૂરી છે. કારણ કે કાલે મોડું થઈ જશે. તમને મહેસૂસ થશે કે તમારા પરિવારનો સહયોગ જ કાર્યક્ષેત્રમાં તમારા સારા પ્રદર્શન માટે જવાબદાર છે.

  કન્યાઃ તમારી ઉંચી બૌદ્ધિક ક્ષમતાઓ તમને કમીઓથી લડવા અને સહાયતા કરશે. માત્ર સકારાત્મક વિચારો થકી આ સમસ્યાઓમાંથી છૂટકારો મળવી શકાય છે. પ્રાપ્ત થયેલું ધન તમારી અપેક્ષા કરતા વધારે નહીં હોય. તમારી ભરપૂર ઉર્જા અને જબરદસ્ત ઉત્સાહ સકારાત્મક પરિણામ લાવવામાં મદદગાર રહેશે.

  તુલાઃ પોતાના આહાર ઉપર નિયંત્ર રાખો અને ચુસ્ત દુરુસ્ત રહેવા માટે નિયમિત વ્યાયામ કરો. તમારા આકર્ષણ વ્યક્તિત્વ થકી તમને નવા દોસ્તો મળશે. પ્રેમની દ્રષ્ટી જોઈએ તો તમે જીવનના રસનો ભરપુર આનંદ લેવામાં સફળ રહેશો. ઓફિસના કામમાં અડચણ આવવાની સંભાવના છે. પોતાની ખાસિયત અને ભવિષ્યની યોજનાઓ ઉપર ફરીથી વિચાર કરવાનો સમય છે.

  વૃશ્ચિકઃ પરિવારના સભ્યોને તમારી જિંદગી ભલે સારી ન દેખાય પરંતુ તાજેતરમાં થયેલી કોઈ ઘટનાના પગલે અંદર અંદર ગુસ્સો કે ઉદાસ થશો. પોતાના સ્વભાવને અસ્થિર ન થવા દો. ખાસ કરીને પોતાના જીવનસાથી સાથે, નહીં તો ઘરની શાંતિ ઉપર અસર પડી શકે છે. કોઈ સાથે આંખો ચાર થવાની શક્યતા છે. આજે નવા પ્રોજેક્ટને શરૂ કરશો જે આખા પરિવાર માટે સમૃદ્ધિ લઈને આવશે.

  ધનઃ ઘર અને ઓફિસમાં થોડા ફેરફાર તમને ગુસ્સેલ બનાવી શકે છે. ખર્ચાઓમાં થયેલી અપ્રત્યાશિત વધારો તમારા મનની શાંતિને ભંગ કરી શકે છે. આ સારો સમય છે જે તમારા માટે કામયાબી અને ખુશહાલી લાવશે. તાજા ફૂલની જેમ પોતાના પ્રેમમાં પણ તાજગી બનાવો. વ્યવસાયિક ઓનલાઈન મીટિંગ દરમિયાન ભાવુક અને બડબોલા ન થાઓ.

  મકર: ભુતકાળને લઈને દુઃખી થવું અથવા તેને ભુલવાની કોશિશ કરવાનો કોઈ ફાયદો નથી. કારણે આ માત્ર પોતાની માનસિક અને શારીરિક ઉર્જામાં ઘટાડો લાવશે. પૈસા અચાનક તમારી પાસે આવશે. જે તમારા ખર્ચાઓ અને બિલ વગેરેને ભરવામાં કામ આવશે. ઘરમાં કોશિશ કરો કે કોઈ તમારા કારણે દુઃખી ન થાઓ.

  કુંભ:  થકાઉ અને ઉબાઉ દિનને અલવિદા કહેવા માટે ઘર ઉપર જ એક સારા ડિનરનું આયોજન કરો. તેમનો સાથ તમારા શરીરમાં ફરીથી ઉર્જા ભરી દેશે. રિયલ એસ્ટેટ અને નાણાંકીય લેવડ-દેવડ કરવા માટે આજનો દિવસ સારો છે. પરિવારના સભ્યોની મદદ કરવા માટે પોતાના ખાલી સમયનો સદઉપયોગ કરો. નવી પરિયોજનાઓ અને કામ ઉપર અમલ કરવા માટે આજનો સારો દિવસ છે.

  મીન: તમને અનેક ખોટી જાણકારીઓ મળી શકે છે. જેના પગલે તમે માનસિક તણાવનો શિકાર બની શકો છો. નાણાંકીય અનિશ્ચિતતા તમને માનસિક તણાવ આપી શકે છે. પોતાની પ્રોફેશનલ ક્ષમતાને વધારીને તમે કરિયરના નવા દરવાજા ખોલી શકો છો. પોતાના ક્ષેત્રમાં તમને અપાર સફળતાઓ મળવાની સંભાવના છે.
  Published by:ankit patel
  First published:May 17, 2021, 23:48 pm

  ટૉપ ન્યૂઝ