Rashifal, 17th July 2021 : તુલા રાશિના જાતક તમારા મનમોજી વર્તન પર કાબુ રાખવો, સારો મિત્ર ગુમાવશો, આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 17th-july-2021: આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
    મેષ રાશીફળ - બેકારની ચર્ચામાં ઉતરી તમારી ઉર્જા બરબાદ ન કરવી. વાદ-વિવાદથી કઈ નથી મળતું, માત્ર સમય બગડે છે. આજે આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે, પરંતુ સામે જાવક તમારી યોજના માટે રૂકાવટ પેદા કરી શકે છે. કોઈ નવી યોજના શરૂ કરતા પહેલા માતા-પિતાની સલાહ લેવી. કાર્યસ્થળ પર જવાબદારીનો બોઝો વધી શકે છે. મુસાફરી માટે સારો સમય નથી. જીવનસાથી સાથે મધુર સબંધ બનાવવાની કોશિશ કરવી, ડિનરનો પ્લાન બનાવી શકો છો.

    વૃષભ રાશીફળ - અચાનક યાત્રા તાક આપી શકે છે અને બેચેનીનું કારણ બની શકે છે. તમે આજે રોમાંચક મૂડમાં રહેશો, જે તમને આર્થિક ફાયદો પહોંચાડશે. મિત્રો મદદગાર સાબિત થશે. વ્યક્તિગત માર્ગદર્શન તમારા સંબંધમાં સુધાર લાવશે. તમારી ઈમાનદારી અને ઉમદા કામ કરવાની ક્ષમતા તમને શોહરત અપાવશે. કાર્યસ્થળ પર કામ પર ધ્ચાન આપવું, આજે આંકડા સમજવામાં મુશ્કેલી પડી શકે છે.

    મિથુન રાશીફળ - માનસીક તમાવ તમારી શારીરિક સમસ્યા સામે લડવાની ક્ષમતાને ખરાબ કરી શકે છે. જેથી નકારાત્મક વિચારોને દુર રાખવા. અચાનક આવેલા ખર્ચા તમારા પર આર્થિક બોઝો વધારી શકે છે. આજે રોજના કામમાં થોડો સમય કાઢી મિત્રોને સમય આપવો. કોઈ અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્ક બનાવવા માટે સારો સમય છે. વાહન ચલાવવામાં સાવદાની રાખવી. તમારા હાથે જ વૈવાહિક જીવનમાં કોઈ ગડબડી થઈ શકે છે. વાદ વિવાદથી દુર રહી જબાન પર લગામ રાખવી.

    કર્ક રાશીફળ - તબીયત માટે કાર્યક્રમ બનાવવા માટે સારો દિવસ છે. મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. ઘરેલુ તણાવ તમારી કામ કરવાની ક્ષમતાને ખરાબ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં કેટલાક સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. લગ્નજીવન માટે આજે ખાસ દિવસ છે. જેનો ફાયદો ઉઠાવવો, સંબંધ વધારે ગાઢ બનશે.

    સિંહ રાશીફળ - તમારો ગુસ્સો રાઈનો પહાડ બનાવી શકે છે, જે તમારા પરિવારને નારાજ કરી શકે છે. રોકાણ કરવાના મહત્વના નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દેવા. વિવાદીત મુદ્દા ઉઠાવવાથી બચવું. કોઈ મહત્વના પ્રોજેક્ટનું કામ આજે ટળી શકે છે. કોઈ વિવાદમાં ઉતરોતો તિખી ટીપ્પણી કરતા બચવું. તમારા અને જીવનસાથી વચ્ચેના સંબંધને ખરાબ કરવાનું કામ કોઈ બહારનું વ્યક્તિ કરી શકે છે.

    કન્યા રાશીફળ - માનસિક સ્પષ્ટતા માટે ભ્રમ અને નિરાશાથી બચવાની કોશિશ કરો. જો તમે રચનાત્મક પ્રતિભાને સારી રીતે ઉપયોગ કરશો તો ફાયદો થશે. મિત્રો સાથ સારો મલશે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વિવાદમાં તીખી ટીપ્પણી ન કરવી. જીવનસાથી સાથે વધારે વિવાદમાં ન ઉતરવું.

    તુલા રાશીફળ - ઉંમર લાયક લોકોએ પોતાની તબીયત પર વધારે ધ્યાન આપવું. આજે તમારો સામનો કેટલીક આર્થિક યોજનાઓ સાથે થઈ શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેની સારી અને નબળી બંને વસ્તુ જોઈ કામ લેવું. મુસબીતમાં પરિવાર પાસે સલાહ લેવાથી ફાયદો થશે, અને આત્મવિશ્વાસ વધશે. તમારા મનમોજી વર્તન પર કાબુ રાખવો, દોસ્તી ખરાબ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનો બોજો વધી શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

    વૃશ્ચિક રાશીફળ - મિત્રો અને પરિવારને તામીરી જિંદગી સારી લાગતી હશે, પરંતુ તમે અંદરથી કોઈ વાતને લઈ ઉદાસ રહેશો. આજે રોકાણના કેટલાક અવસર આવશે, જેના પર વિચાર કરવો, પરંતુ સમજી વિચારીને ધન લગાવવું ફાયદો થશે. આજે તમારે કેટલીક વાતથી પરેશાન રહેવું પડી શકે છે. પરિવાર સાથે હંમેશા મદદગાર રહો, અને સામે કોઈ આશા ન રાખવી, સારૂ વર્તન રખવું. કાર્યક્ષેત્રમાં સ્થિતિ તમારા પક્ષમાં રહે છે. કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે. જીવનસાથી સાથે આજે વાદ-વિવાદ બાદ તમારૂ માનસીક સંતુલન બગડી શકે છે, મન શાંત રાખવું.

    ધન રાશીફળ - આજે આત્મવિશ્વાસનું સ્તર ઊંચુ રહેશે. ઉધાર માંગનારાને નજર અંદાજ કરવા. આજે કોઈ સારા સમાચાર પરિવારમાં ખુશીનો માહોલ લાવી શકે છે. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમાં પ્રગતી મલશે. કોઈ નજીકના લોકો સાથે મતભેદ થતા તણાવ રહી શખે છે. જીવનસાથી સાથેના પ્રેમને વખાણવા માટે આજે સારો દિવસ છે. વ્યાપારીઓને ફાયદો થઈ શકે છે.

    મકર રાશીફળ - આજે સાચુ કર્મ અને વિચાર તમારા માટે રાહતના સમાચાર લાવી શકે છે. માતા-પિતાની મદદથી આર્થિક તંગી દુર થઈ શકે છે. જીવનસાથી સાથેનો તણાવ દુર કરવા માટે સારો દિવસ છે. આજે કોઈની સાથે મિત્રતા કરતા પહેલા તેના વિશે જાણકારી મેળવી લેવી. નાણાકીય રોકાણ કરવા અનુભવીની સલાહ લેવી, તમારા કામમાં નવા વિચારોનો ઉપયોગ કરશો તો લાભ મળશે. આજનો દિવસ કર્મ આધારીક ખુશી આપશે જેથી, કર્મમાં ઈમાનદાર રહો, અને સમજદારી પૂર્વક નિર્ણયો લેવા.

    કુંભ રાશીફળ - ઘર પર કામ કરતા સમયે સાવધાની રાખવી. લાપરવાહી સબક બની શકે છે. અચાનક આવેલો ખર્ચ આર્થિક બોઝો અપાવી શકે છે. આજનો સમય સારો છે, મિત્રો સાથે આનંદ મોજ મસ્તી કરી શકો છો. તમારૂ વલણ ઈમાનદાર અને સ્પષ્ટવાદી રાખો. લોકો તમારી ક્ષમતાને વખાણી શકે છે. વૈવાહિક જીવન આજે શાનદાર રહેશે. આજે પરેશાનીઓ દુર રહેતા ખુશી અનુભવ કરશો.

    મીન રાશીફળ - બીમારી તમારી ઉદાસીનું કારણ બની શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ બનાવવા માટે બહાર ફરવાનો પ્લાન બનાીવ શકો છો. ખર્ચાઓ પર કાબુ રાખવાની કોશિશ કરવી. તમે આજે કાર્યસ્થળ પર કામચોરી કરવાની કોશિશ કરશો તો પકડાઈ જશે. છુપાયેલા દુશ્મનો અફવાહ ફેલાવવા માટે અધીરા રહેશે. આજે તમારી ઉર્જા ભરપુર હોવાથી કોઈ પણ કામ હાથ પર લેશો તો તેને પુરૂ કરી શકશો. જીવનસાથી પરેશાનીનું કારણ બની શકે છે.
    Published by:kiran mehta
    First published: