15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન, આજનું રાશિફળ

15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન, આજનું રાશિફળ
આજનું રાશિફળ

Horoscope Today: આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશીફળઃ સામાન્ય બાબતો ઉપર મજા લેવાની પોતાની પ્રવૃત્તી ઉપર કાબુ રાખો. મનોરંજન ઉપર જરૂરતથી વધારે ખર્ચ કરવાથી બચો. જેના ઉપર તમે વિશ્વાસ કરો છો શક્ય છે કે એ તેમને સંપૂર્ણ વાત ન બતાવે. તમારી બીજાને રાજી કરવાની ક્ષમતા આવનારી મુશ્કેલીઓને હલ કરવામાં મદદરૂપ સાબિત થશે.

  વૃષભ રાશીફળ : લોકોની સાથે વાત કરવાનો ડર ગભરામણનું કારણ બની શકે છે. આ પરેશાનીથી બચવા માટે પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરશે. થંભેલું ધન મળશે અને આર્થિક હાલતમાં સુધારો થશે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરત છે. જરૂરત કરતા વધારે જજ્બાતી હોવાની તમારો દિવસ બગાડી શકે છે.  મિથુન રાશીફળ : નિયમિત વ્યાયામ દ્વારા પોતાના વજનને કાબુમાં રાખવાની જરૂરત છે. આજનો દિવસ એવી ચીજો ખરીદવા માટે સારો છે. જેની કિંમત આગળ જ જતાં વધી શકે છે. ઘરમાં વાદ વિવાદ પરિવારના સભ્યોની સાથે તલ્ખી તરફ જશે.

  કર્ક રાશીફળ : તમારી ઉર્જાનું સ્તર ઉંચું રહેશે. તમારે તમારા અટકેલા કામોને પુરું કરવા અને તેનો ઉપયોગ કરવો જોઈએ. હોંશિયારીથી કરેલું રોકાણ ફળદાયી હશે. એટલા માટે પોતાની મહેનતની કમાણી સમજી વિચારીને લગાવો. પારિવારિક સભ્યો સાથે મતભેદ ખત્મ કરીને પોતાના ઉદેશ્યોની પૂર્તિ આસાનીથી કરી શકે છે.

  સિંહ રાશીફળ : જો તમે બીજાની વાત માનીને રોકાણ કરો તો આર્થિક નુકસાન લગભગ નક્કી છે. પોતાના નજીકના લોકોની સામે એવી વાત કરવાથી બચો જે તેને ઉદાસ કરી શકે છે. કેટલાક લોકો માટે રોમાંસ તાજગી લાવશે.

  કન્યા રાશીફળ : તમારી ઇચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ ઉપર ડરનો સાયો પડી શકે છે. આનો સમાનો કરવા માટે તમારે યોગ્ય સલાહની જરૂરત છે. એવા સ્ત્રોતથી ધન અર્જીત કરી શકો છો. જેના વિશે તમે પહેલા વિચાર્યું પણ નહીં હોય. લોકો તમને આશાઓ અને સપનાઓ દેખાડશે પરંતુ સારો આધાર તમારા પ્રયાસો ઉપર રહેશે.

  તુલા રાશીફળ : સ્વાસ્થ્ય બાબતે તમારો સારો દિવસ છે. તમારા ખુશમિજાજ જ તમારા આત્મવિશ્વાસને વધારો કરશે. તમારા મનમાં ઝડપથી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા થશે. તમારા જીવન સાથીનું સ્વાસ્થ્ય તમને ચિંતામાં નાંખી શકે છે. સમજી વિચારીને બોલો કારણ કે કડવા શબ્દો શાંતિને નષ્ટ કરી શકે છે.

  વૃશ્ચિક રાશીફળ : સકારાત્મક વિચારો જ દિમાગમાં આવવા દો. ખર્ચા ઉપર કાબુ રાખવાની કોશિશ કરો. માત્ર જરૂરી ચીજોની જ ખરીદી કરો. ઘરમાં કેટલાક બદલાવોના પગલે આત્મીયજનોની સાથે અનબન બની શકે છે. કામને મનોરંજન સાથે મિક્સ ન કરો.

  ધન રાશીફળ : માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. એવી રોકાણ યોજનાઓ તમને આકર્ષિત કરી રહી છે. તેના વિશે ઉંડાણપૂર્વક જાણવાની કોશિશ કરો. કોઈપણ પગલાં ઉઠાવતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો. એક તરફી લગાવ તમારી ખુશીઓને ઉજાડી શકે છે.

  મકર રાશીફળ : કામને સાર્થક કામોમાં લગાવવા માટે તમારી ઉર્જા બચાવી રાખો. ખર્ચાઓમાં અપ્રત્યાશિત વધારો તમારા મનની શાંતિને ભંગ કરશે. આજે તમે એ જાણાકરી ખુબ જ ઉદાસ મહેસૂસ કરશો. કોઈ એવા જેના ઉપર તમે હંમેશા વિશ્વાસ કર્યો હોય જોકે તે એટલો વિશ્વાસું નથી. વ્યક્તિગત સંવેદનશીલ અને નાજુક રહેશે. જો તમે તમારા કામ ઉપર ધ્યાન આપો તો કામીયાબી અને પ્રતિષ્ટા તમારી રહેશે.

  કુંભ રાશીફળ : સફળતા મેળવવા માટે સમયની સાથે વિચારોમાં બદલાવ લાવો. એટલા માટે તમારો દ્રષ્ટીકોણ વ્યાપક હશે. સમજનો વ્યાપ વધશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. દિમાગ વિકસીત રહેશે. તમારી મનોકામનાઓ દુઆઓ થકી પૂર્ણ થશે. સૌભાગ્ય તમારી તરફ આવશે. સાથે જ પાછલા દિવસની મહેનત પણ રંગ લાવશે.

  મીન રાશીફળ : કિસ્મતના વિશ્વાસે ન બેશો અને પોતાના સ્વાસ્થ્યમાં સુધારવા માટે જાતે મહેનત કરો. કારણે હાથ ઉપર હાથ રાખીને બેશવાથી કંઈ જ નહીં થાય. તમારા ખર્ચાઓ બજેટને બગાડી શકે છે. એટલા માટે અનેક યોજનાઓ વચ્ચે અટકી શકે છે. વિવાદ અને મતભેદના પગલે ઘર ઉપર કેટલાક તણાવની ક્ષણો આવી શકે છે.
  Published by:ankit patel
  First published:June 14, 2021, 23:41 IST

  ટૉપ ન્યૂઝ