Rashifal, 14th July 2021 : કર્ક રાશિના જાતકને આજે સરપ્રાઈઝ ફોન આવી શકે છે, જે દિવસ ખુશ કરી દેશે, આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 14th-july-2021: આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષ રાશિફળ - આજે તમે પોતાની જાતને આત્મવિશ્વાસથી ભરપુર અનુભવશો. જુના રોકાણમાં આવક વધી શકે છે. તમારા પરિવાર સાથે શાંતી ભરેલો વ્યવહાર રાખવો, નહીં તો ઘરની શાંતીમાં ભંગ પડી શકે છે. વ્યાપારીઓ માટે સારો દિવસ છે. તમે ઈચ્છે તો તમારા જીવનસાથી સાથે સૌથી સારો દિવસ વિતાવી શકો છો.

  વૃષભ રાશિફળ - નર્વસ બ્રેકડાઉન તમારી વિચારવાની શક્તિ અને શરીરના પ્રતિરક્ષા તંત્રને નબળો બનાવી શકે છે. સકારાત્મક વિચારથી આ પરેશાનીમાંથી બહાર આવી જાઓ. જો તમે આજે લાંબાગાળા માટે રોકાણ કરશો તો ફાયદો થઈ શકે છે. પિતાનો આકરો સ્વભાવ તમને નારાજ કરી શકે છે. જેથી શાંત રહો. માર્કેટિંગમાં કામ કરવાની

  મિથુન રાશિફળ - તણાવને નજર અંદાજ ન કરો. આ તંબાકુ અને દારૂ જેવી ખતરનાક મહામારી છે. તમારા મનમાં ઝડપી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા પેદા થઈ શકે છે. પરંતુ તમારા સાથીને નાની-નાની વાતમાં પરેશાન કરવાથી બચો. વ્યાપારીઓ માટે સારો દિવસ. આજના દિવસે તમારી યોજનામાં અંતિમ સમયે ફેરફાર થઈ શકે છે.

  કર્ક રાશિફળ - પોતાની બીમારી વિશે ચર્ચા કરવાથી બચો. ખરાબ તબીયત પરથી ધ્યાન હટાવવા કામમાં વ્યસ્ત રહો. સારા કામ માટે તમારા વખાણ થઈ શકે છે. તમે ઈચ્છો તો કામમાં વ્યસ્ત રહી પરેશાનીઓથી દુર રહી શકો છો. તમેન જીવનસાથીનો પ્રેમ મળી રહે. કોઈ એવા વ્યક્તિનો ફોન સામેથી આવે જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા ઈચ્છતા હતા. જુની યાદો તાજા થઈ શકે છે.

  સિંહ રાશિફળ - ધ્યાનથી સુકુન મળશે. ધરેલુ મામલાઓ પર તુરંત ધ્યાન આપવું. તમારા તરફથી કરેલી લાપરવાહી મોંઘી સાબિત થઈ શકે છે. ભાગીદારીમાં કોઈ નવી પરિયોજના શરૂ કરવા માટે સારો દિવસ છે. આનાથી બધાને નફો થશે. ખર્ચાઓને લઈ જીવનસાથી તણાવભર્યો દિવસ રહે.

  કન્યા રાશિફળ - તમારી તબીયતનું આજે ધ્યાન રાખવું. અટકેલા કામ અને ધનની અછત તમારા માનસીક તણાવનું કારણ બની શકે છે. કોઈ મિત્ર પોતાની પર્સનલ પરેશાની માટે તમારી સલાહ માંગી શકે છે. પ્રેમ-ઈશ્કના ચક્કરમાં તમારો સમય ના બગાડો. ઓફિસમાં તમે જેને દુશ્મન માનતા હતા તે તમારો શુભચિંતક નીકળી શકે છે. મોડી સાંજે કોઈ સારા શુભ સમાચાર મળી શકે છે.

  તુલા રાશિફળ - તમારા જીવસાથી સાથે પારિવારીક સમસ્યાઓ શેર કરો. એક-બીજા માટે સમય આપો. જો તમે વિશેષક્ષની સલાહ વગર રોકાણ કરશો તો નુકશાન થઈ શકે છે. તમારી ઉર્જા બીજા લોકોની મદદ માટે લગાવો. જીવનસાથીની તબીયતને લઈ ચિંતાગ્રસ્ત થઈ શકે છે.

  વૃશ્ચિક રાશિફળ - દોસ્ત તરફથી થયેલા વખાણ ખુશીનું કારણ બની શકે છે. બેન્ક સાથે જોડાયેલા કામોમાં સાવધાની રાખવી. આજે તમારે ઓફિસમાં એવું કામ કરવું પડી શકે છે, જે તમને પસંદ નથી. વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા માટેનો સારો દિવસ છે. જીવનસાથી સાથે તણાવ રહી શકે છે. તમારામાં આળસને હાવી ન થવા દો.

  ધન રાશિફળ - તમારા પરિવારને તમારા પર ઘણી આશા છે, જેથી તેમને નિરાશ ન કરો. રોકાણ માટે અનુમાન ના આધારે રોકાણ કરવા માટે આજનો દિસ સારો નથી. તમારા નિર્ણયબાળકો પર થોપવાથી બાળક નારાજ થઈ શકે છે.

  મકર રાશિફળ - વારંવાર કામમાં તમારી દખલગીરી તમારા ભાઈના ગુસ્સાનું કારણ બની શકે છે. જ્યાં સુધી તમને કોઈ પુછે નહીં ત્યાં સુધી કોઈ સલાહ ન આપવી. આજે શાંત રહો અને ઈમાનદાર રહો. મનોરંજન અને આનંદ માટેના સાધનો પર વધારે ખર્ચ ન કરવો. પોતાની પત્ની કે પ્રેમિકાની ગેર જરૂરી માંગ પુરી ન કરવી. પરોપકાર અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષિત કરી શકે છે.

  કુંભ રાશિફળ - આજનો દિવસ તમારે માટે ઉર્જા ભર્યો રહેશે. જોકે, ધન તમારા હાથમાંથી સરળતાથી સરકી જશે. પરંતુ તમારા સારા સિતારા તંગી નહીં આવવા દે. મિત્રો અને પરિવાર તરફથી સારો સહયોગ મલશે. તમારા કારણે આજે ઓફિસમાં મોટુ નુકશાન થઈ શકે છે, જેથી શાંતીથી વિચારી કામ કરવું. સ્વાસ્થ્ય સાચવવું.

  મીન રાશિફળ - તમને કામના મોર્ચે પરેશાની આવી શકે છે, કેમ કે, તંદુરસ્તી સાથે નહીં આપે, જેથી જરૂરી કામ તમારે અધુરૂ છોડવું પડી શકે છે. જેથી ધૈર્ય અને હોશિયારીથી કામ લેવું. નવો આર્થિક કરાર કરવાથી ધન તમારા તરફ આવી શકે છે. બહારના લોકોના હસ્તક્ષેપના કારણે જીવનસાથી સાથે તણાવ વધી શકે છે. ઓફિસમાં તમારા કામ પર કોઈ અન્ય વ્યક્તિ નુકશાન પહોંચાડી શકે છે. જેથી આંખો અને કાન ખોલીને રાખો જેથી આસપાસની ગતિવિધિ પર ધ્યાન રહે.
  Published by:kiran mehta
  First published: