Home /News /dharm-bhakti /

Sun transit in Gemini: મિથુન રાશિમાં સૂર્યના પ્રવેશથી આ રાશિના જાતકોને થશે સૌથી વધુ ફાયદો

Sun transit in Gemini: મિથુન રાશિમાં સૂર્યના પ્રવેશથી આ રાશિના જાતકોને થશે સૌથી વધુ ફાયદો

સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ

astrology : ગુરૂવારથી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશવા જઈ રહ્યો છે. સૂર્ય રાશિમાં પ્રવેશે તેનાથી અન્ય રાશિ પર શું અસર થાય, કેવું રહેશે આ બે દિવસ ભવિષ્ય, કોના માટે ફાયદાકારક અને કોના માટે નુકશાનકારક રહેશે?

  horoscope : સૂર્ય 15 જૂનના રોજ મિથુન રાશિમાં પ્રવેશ (Sun will transit in Gemini) કરશે અને 16 જુલાઈ સુધી આ રાશિમાં જ રહેશે. 16 જુલાઈ બાદ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે વૈદિક જ્યોતિષમાં સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો તેની કઈ રાશિઓ પર અસર થશે તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  મેષ (Aries): મીડિયા અને કમ્યુનિકેશન ક્ષેત્રે કામ કરતાં લોકો માટે હાલનો સમય શુભ છે. કામને લઈને તમારે ટ્રાવેલ પણ કરવું પડશે. તમારે તમામ વસ્તુઓને સાથે લઈને આગળ વધવું જોઈએ. તમારામાં આત્મવિશ્વાસનો સંચાર થશે. તમે જે પણ નાણાકીય નિર્ણય કરશો, તેની લાંબા ગાળે સારી અસર જોવા મળશે. તમે અને તમારા ભાઈ બહેન કોઈ પણ સમસ્યાનું નિવારણ લાવી શકશો અને તમારો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બનશે.

  વૃષભ (Taurus): તમારો તમારા પરિવાર સાથે અથવા લાઈફ પાર્ટનર સાથે ઝઘડો થઈ શકે છે, આ કારણોસર કોઈપણ બાબતે સાવચેતીથી આગળ વધવું જોઈએ. નાણાકીય વ્યવહાર અને દેવુ ચૂકવવા માટે આ શ્રેષ્ઠ સમય છે. જો તમારે કોઈ વ્યક્તિને ઉધાર નાણા આપવા હોય તો એ પ્રકારે આપજો જેનાથી તે વ્યક્તિ તમને છેતરી ના જાય અને તમારો ફાયદો ના ઉઠાવી જાય. તમારા શબ્દોથી કોઈનું મન ના દુભાય તેનું ધ્યાન રાખવું, તેના કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે.

  મિથુન (Gemini): તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત થશો. કોઈપણ જોખમ માથે લેવાનું ટાળવું જોઈએ અને કોઈપણ નિર્ણય લેતા પહેલા તે અંગે ઊંડો વિચાર કરવો જોઈએ. ઉગ્રતાભર્યું વર્તન કરવાને કારણે તમારા વૈવાહિક જીવન અને તમારા પ્રણય પ્રકરણ પર નકારાત્મક અસર થઈ શકે છે. અંગત વ્યક્તિ અને પ્રોફેશનલ પાર્ટનર સાથે કોઈપણ કિંમતે ઝઘડો ના કરવો જોઈએ તેમની સાથે યોગ્ય વર્તન કરવું. હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીને તમે શારીરિક રીતે મજબૂત થઈ શકો છો.

  કર્ક (Cancer): તમારા વ્યક્તિગત જીવન અંગે વાત કરવામાં આવે તો તમે ખૂબ જ આકુળ વ્યાકુળ થવા લાગો છો. તમારી, તમારા પરિવારની અને તમારા લાઈફ પાર્ટનરની તબિયતનું ધ્યાન રાખો. બિઝનેસ ક્ષેત્રે અથવા નોકરી ક્ષેત્રે કેટલાક લોકો તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે, આ કારણોસર તેને લઈને સાવચેત રહો. પરિવાર અને મિત્રો સાથે વિદેશમાં રજાઓ ગાળવા માટેની તક મળે તો તેનો લાભ લો. ઉતાવળે રોકાણ બિલ્કુલ પણ ના કરશો.

  સિંહ (Leo):તમને કરિઅર ક્ષેત્રે સારી તક મળશે અને સહકર્મીઓ મદદરૂપ પણ થશે. આપ અનેક ક્ષેત્રોમાંથી આવક મેળવી શકશો. તમારુ કામ એકદમ સુવ્યવસ્થિત હશે અને તેનું સારુ પરિણામ પણ પ્રાપ્ત થશે. વ્યક્તિગત જીવનમાં નવા સંબંધની શરૂઆત કરવા માટે તૈયાર રહો. કોઈપણ બાબતે વધુ તણાવ ના લેશો અને પોતાની લાગણીઓને કાબૂમાં રાખો.

  કન્યા (Virgo):તમને તમારી સામાજિક પ્રતિષ્ઠા માટે પુરસ્કાર આપવામાં આવશે. તમારી જવાબદારીઓમાં વધારો થશે અને નવી પોસ્ટ માટેનો પ્રભાર આપવામાં આવશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પોતાના કાર્યને પાર પાડવા માટે વધુ મહેનત કરવી પડશે. પરિવાર અને લાઈફ પાર્ટનર સાથે સંબંધો પર વઘુ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. તમારા પિતાને મદદરૂપ બનો અને તેમની સલાહ અનુસાર કામ કરવાથી તમને લાભ થશે.

  તુલા (Libra): તમારા પિતા તમને સંપૂર્ણપણે મદદ કરી શકે છે. કામને લઈને તમારે લાંબી સફર કરવી પડશે. તમે આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધી શકો છો અને તે માટે તમારે વધુ જાણકારી મેળવવાની રહેશે. સરકારી કર્મીઓની બદલી થઈ શકે છે. પારિવારિક મામલાઓમાં માતા પિતાનો સહયોગ પ્રાપ્ત થશે, પરંતુ નાની નાની વાતાને લઈને ભાઈ બહેન સાથે વિવાદ ના કરવો જોઈએ.

  વૃશ્વિક (Scorpio):તમારા કામ અને વ્યક્તિગત જીવનમાં કેટલીક સમસ્યા આવી શકે છે. તમારે પ્રોફેશનલ લાઈફમાં એક્ટીવ રહેવું જોઈએ અને કોઈપણ વિવાદિત નિવેદન ના આપવું જોઈએ. તમારી પ્રોફેશનલ લાઈફ વિશે પૂછપરછ પણ કરવામાં આવશે, આ કારણોસર કોઈપણ બાબતે તમારા દ્રષ્ટિકોણમાં ફેરફાર ના કરશો. અંગત અથવા પારિવારિક સમસ્યાઓને લઈને કોઈપણ સાથે વિવાદમાં ના ઉતરશો. ક્યારેક તમને તણાવ પણ ફીલ થશે.

  ધન (Sagittarius): તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો આવશે અને તમે તમારી પબ્લિક ઈમેજને લઈને જાગૃત રહેશો. વિવાહ કરવા માટેનો આ યોગ્ય સમય છે. શાંત રહો અને ઉગ્રતાભર્યું વર્તન ના કરો. પ્રોફેશનલ અથવા વ્યાવસાયિક ક્ષેત્રે ગઠબંધન કરવાથી તમે કરિઅરમાં સફળતા મેળવી શકો છો. હંમેશા પ્રોફેશનલ વર્તન કરો.

  મકર (Capricorn): કાર્યક્ષેત્રે સહયોગીઓ સાથે જીત મેળવવા માટે તમારે સતર્ક રહેવાની જરૂર છે. સમયસર કામ પૂર્ણ થઈ જાય તો, તેમની સાથે આર્ગ્યુમેન્ટ ના કરશો. તમારા સમર્થકો તમારા આ કાર્યની સરાહના કરશે. જે લોકો કાયદાકીય વિવાદમાં સપડાયેલા છે, તે લોકો તેમાંથી બહાર આવી શકે છે. તમે દેવું લીધું હોય તો તમે તે દેવું ચૂકતે કરવા માટે સક્ષમ થશો. તમારા માતા પિતાની સેવા કરો.

  કુંભ (Aquarius): સિંગલ વ્યક્તિઓ ડેટિંગની શરૂઆત કરી શકે છે. જો દાંપત્યજીવનમાં વાતચીત કરવામાં ના આવે તો તેમાં મુશ્કેલીઓ આવી શકે છે. પ્રોફેશનલ લાઈફમાં સંપૂર્ણ ધ્યાન આપો, નાનામાં નાની ભૂલના કારણે પણ તમારા કરિઅરમાં અડચણ આવી શકે છે. તમારા બાળકોનું અને તેમની પ્રગતિ પર ધ્યાન આપો.

  આ પણ વાંચોVastu Tips: અજમાવો પાનના આ ઉપાયો, નહીં થાય ધનની કમી, દૂર રહેશે ખરાબ નજર

  મીન (Pisces):તમારા કામ પર ધ્યાન આપો. પારિવારિક વિવાદ વકરી શકે છે આ કારણોસર અત્યારે સંબંધોમાં ધ્યાન આપવું જરૂરી છે. તમારી પ્રોફેશનલ લાઈફમાં પણ અડચણ આવી શકે છે. કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવા માટે યોગ્ય નિર્ણય લેવો પડશે. નોકરિયાત લોકો માટે હાલનો સમય ખૂબ જ સારો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Astrology, Astrology in gujarati, Astrology tips, Horoscope, Horoscope in gujarati, Zidiac sign astrology

  આગામી સમાચાર