આવતી કાલે છે શ્રાવણી પૂનમ, જાણો રાખડી બાંઘવાનાં શુભ મુહૂર્ત

આવતી કાલે છે શ્રાવણી પૂનમ, જાણો રાખડી બાંઘવાનાં શુભ મુહૂર્ત
પ્રતિકાત્માક તસવીર

આ દિવસે બહેન ભાઇના હાથ પર રાખડી બાંધી તેના દીર્ધાયુ અને સ્વાસ્થ્યની કામના કરે છે અને બદલામાં ભાઇ બહેનની રક્ષાના આશીર્વાદ આપે છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: આવતી કાલે 15 ઓગસ્ટ એટલે સ્વત્રંત દિન અને ભાઇબહેનનું પર્વ રક્ષાબંધન સાથે છે. આ પૂર્ણિમાને શ્રાવણી પૂનમ પણ કહેવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ પૂર્ણિમાનું ઘણું જ મહત્વ રહેલું છે. આ દિવસે બહેન ભાઇના હાથ પર રાખડી બાંધી તેના દીર્ધાયુ અને સ્વાસ્થ્યની કામના કરે છે અને બદલામાં ભાઇ બહેનની રક્ષાના આશીર્વાદ આપે છે.

  આ પણ વાંચો : જાણો, તમારી રાશિ અનુસાર કેવા રંગની રાખડી શુભ રહેશે  શુભ મુહૂર્ત

  આ વખતે રાખડી બાંધવા માટે સવારે 6.15થી સાંજે 7.11 સુધી વિવિધ શુભ મુહૂર્ત છે. સવારે તમારે રક્ષાબંધન ઉજવવી હોય તો શુભ મુહૂર્ત સવારે 6.15થી સવારે 7.54 સુધીનો છે. તે બાદ 11.07થી બપોરે 3.57 અને સાંજે 5.34થી સાંજે 7.11 સુધીનો શુભ મુહૂર્ત છે. આ ઉપરાંત જનોઇ બદલવા માટે શુભ મુહૂર્ત સવારે 11.07થી બપોરનાં 12.44 દરમિયાન છે. ધાર્મિક માન્યતા છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રા મુક્ત પૂર્ણિમા તિથિમાં મનાવવો જોઇએ. કેટલા વર્ષો બાદ આવો વિશેષ સંયોગ બને છે કે રક્ષાબંધન પર સૂર્યોદયથી પહેલાજ ભદ્રા સમાપ્ત થઇ રહ્યો છે. જેનાથી આખો દિવસ સૂર્યાસ્ત સુધી ભાઇ-બહેન રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે છે.

  આ પણ વાંચો : રક્ષાબંધનના દિવસે તિલક કેમ કરવામાં આવે છે? શું છે તેનું શુભ મહત્વ?

  રાખડી બાંધતી વખતે બોલાતો મંત્ર

  રાખડી બાંધતી વખતે બહેનોને સૌથી પહેલા ભાઇને ચાંદલો કરવો જોઇએ. જે બાદ રાખડી બાંધતા સમય રક્ષાસૂત્ર મંત્ર બોલવો જોઇએ જેથી રાખડી એક સામાન્ય દોરો નહીં પરંતુ ભાઇ માટે રક્ષાસૂત્ર બને. આ મંત્ર છે – ‘येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल: तेन त्वाम् प्रतिबद्धनामि रक्षे माचल माचल:।
  Published by:Kaushal Pancholi
  First published:August 14, 2019, 10:22 am

  टॉप स्टोरीज