કુંભ મેળામાં સ્નાનનું મહત્વ, આ તારીખો પ્રમાણે કર્યું પવિત્ર સ્નાન તો મળશે મોક્ષ

News18 Gujarati
Updated: January 3, 2019, 7:39 AM IST
કુંભ મેળામાં સ્નાનનું મહત્વ, આ તારીખો પ્રમાણે કર્યું પવિત્ર સ્નાન તો મળશે મોક્ષ
News18 Gujarati
Updated: January 3, 2019, 7:39 AM IST
આ વખતે કુંભ 15 જાન્યુઆરીથી લઇને 4 માર્ચ સુધી ચાલશે, પ્રયાગરાજમાં યોજાઇ રહેલા કુંભ મેળામાં 6 મુખ્ય સ્નાન તારીખો હશે. કુંભની શરૂઆત પહેલા 14 જાન્યુઆરીએ મકર સંક્રાતિથી લઇને 4 માર્ચ મહા શિવરાત્રી સુધી ચાલશે. આવો જાણીએ મહત્વની તારીખો પર.

1. મકર સંક્રાંતિ (Makar Sankranti, 14 January, 2019)

કુંભની શરૂઆત મકર સંક્રાતિએ પ્રથમ સ્નાનથી થશે, જેને શાહી સ્નાન અને રાજયોગી સ્નાન પણ કહેવામાં આવે છે, આ દિવસે પ્રયાગરાજ પર વિવિધ અખાડાના સંતની પ્રથમ શોભા યાત્રા નીકળશે અને ત્યારબાદ સ્નાન થશે.

2. પૌષ પૂર્ણિમા (Paush Purnima, 21 January, 2019)

માન્યતાઓ પ્રમાણે પૌષ મહિનાની 15મી તિથિથી પૌષ પૂર્ણિમા કહે છે, જે વર્ષ 2019માં 21 જાન્યુઆરીએ છે, આ દિવસે ચંદ્ર પૂર્ણ હશે. આ પૂર્ણિમા બાદ જ માધ મહિને શરૂઆત થાય છે, માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વિધિપૂર્ણ તરીકેથી સવારે સ્નાન કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આ દિવસે તમામ શુભકાર્યોની શરૂઆત કરવામાં આવે છે.

3. મૌની અમાવસ્યા (Mauni Amavasya, 4 February, 2019)
કુંભમેળામાં ત્રીજું સ્નાન મૌની અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે, માન્યતા છે કે આ દિવસે કુંભના પ્રથમ તીર્થાકર ઋષભ દેવે પોતાની લાંબી તપસ્યાનું મૌન વ્રત તોડ્યું હતું અને સંગમના પવિત્ર જળથી સ્નાન કર્યું હતું.

4. વસંત પંચમી (Basant Panchami, 10 February, 2019)

પંચાગ પ્રમાણે વસંત પંચમી માધ મહિનાની પાંચમી તિથિએ મનાવવામાં આવે છે, વસંત પંચમીના દિવસે જ વસંત ઋતુ શરૂ થાય છે, કહેવાય છે કે આ દિવસે દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. આ દિવસ પવિત્ર નદીઓમાં સ્નાનનું ખાસ મહત્વ છે.

5. માધી પૂર્ણિમા (Maghi Purnima, 19 February, 2019)

વસંત પંચમી બાદ કુંભ મેળામાં પાંચમાં સ્નાન માધી પૂર્ણિમાએ થાય છે, માન્યતા છે કે આ દિવસ તમામ હિંદુ દેવતા સ્વર્ગમાંથી સંગમ પધાર્યા હતા. માધ મહિનાની પૂર્ણિમાએ કલ્પવાસની પૂર્ણતાનું પર્વ પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે માઘી પૂર્ણિમા સમાપ્ત થઇ જાય છે.

6. મહાશિવરાત્રિ (Maha Shivratri, 4 March, 2019)

કુંભ મેળાનું અંતિમ સ્નાન મહા શિવરાત્રિના દિવસે થાય છે, આ દિવસે તમામ કલ્પવાસીઓ અંતિમ સ્નાન કરી પોતાના ઘરે પરત ફરે છે, ભગવાન શિવ અને માતા પાર્વતીના આ પાવન પર્વ પર કુંભમાં આવેલા તમામ ભક્ત સંગમમાં ડુબકી લગાવે છે.
First published: January 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...