આ વર્ષે હસ્ત નક્ષત્ર અને 6 શુભયોગમાં હોળી પ્રગટાવવામાં આવશે, જાણો હોળિકા દહનનું મુહૂર્ત

આ વર્ષે હસ્ત નક્ષત્ર અને 6 શુભયોગમાં હોળી પ્રગટાવવામાં આવશે, જાણો હોળિકા દહનનું મુહૂર્ત
હોલિકા દહનનાં શુભ મુહૂર્ત

રવિવાર, 28 માર્ચ એટલે આજે ફાગણ મહિનાની પૂનમે પ્રદોષ કાળ એટલે સાંજે હોળિકા દહન થશે. આ સમયે હસ્ત નક્ષત્ર સાથે જ 6 મોટા શુભ યોગ પણ રહેશે.

 • Share this:
  ધર્મ ભક્તિ ડેસ્ક: સનાતન ધર્મમાં હોળીનાં તહેવારનું વિશેષ મહત્વ છે. ફાગળ મહિનાની પૂનમનાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને જેનાં બીજા દિવસે રંગોત્સવ એટલે કે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે 28 માર્ચનાં રોજ હોળીનો તહેવાર આવે છે. અને 29 માર્ચનાં રોજ ધુળેટીનો તહેવાર આવે છે.

  રવિવાર, 28 માર્ચ એટલે આજે ફાગણ મહિનાની પૂનમે પ્રદોષ કાળ એટલે સાંજે હોળિકા દહન થશે. આ સમયે હસ્ત નક્ષત્ર સાથે જ 6 મોટા શુભ યોગ પણ રહેશે. ત્યાં જ, ભદ્રા કાળ બપોરે લગભગ 1.55 સુધી જ રહેશે. તે પછી આખો દિવસ શુભ રહેશે.  આ વખતે હોળિકા દહનના દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે, આજ દિવસે 3 રાજયોગ અને અન્ય ત્રણ મહત્વનાં શુભ યોગ બની રહ્યાં છે. આજનાં દિવસની આ દુર્લભ ઘટના છે. નક્ષત્રોની આ ખાસ સ્થિતિમાં હોળિકા દહન થવું દેશ દુનિયા માટે સમૃદ્ધિ અને ઉન્નતિનો સંકેત છે. 29 માર્ચ, સોમવારે ધૂળેટીનો ઉત્સવ ઊજવવામાં આવશે.

  આ વખતે પ્રદોષ કાળમાં પૂર્ણિમા અને હસ્ત નક્ષત્રનો સંયોગ રહેશે અને ભદ્રા દોષ રહેશે નહીં. એટલે હોળિકા પૂજન અને દહન માટે શુભ મુહૂર્ત સાંજે 6.40થી રાતે 8.50 મિનિટ સુધી રહેશે. આ ચંદ્ર અને હસ્ત નક્ષત્રનો આ સંયોગ અમૃત, સુખ અને સમૃદ્ધિનો કારક છે. આ સમય ઉત્સવ, ઉલ્લાસ અને સુખનો પણ કારક છે. તેનાથી માનસિક શાંતિ અને પ્રસન્નતા મળે છે. હસ્ત નક્ષત્ર લક્ષ્મીનો કારક માનવામાં આવે છે. આ નક્ષત્રમાં ચંદ્ર હોવાથી લક્ષ્મી યોગનું ફળ મળે છે
  Published by:Margi Pandya
  First published:March 28, 2021, 15:50 IST

  ટૉપ ન્યૂઝ