Home /News /dharm-bhakti /

Holi 2022: હોળીના દિવસે મુહૂર્ત સારું ન હોવા છતાં હોળી પગટાવવી પડશે, અંબાલાલ પટેલે શું કહ્યું?

Holi 2022: હોળીના દિવસે મુહૂર્ત સારું ન હોવા છતાં હોળી પગટાવવી પડશે, અંબાલાલ પટેલે શું કહ્યું?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

Holika Dahan 2022: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Meteorologist Ambalal patel) જ્યોતિમાં પણ સારું જ્ઞાન ધરાવે છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વિષ્ટિ પુરી થાય ત્યાર પછી હોળી પ્રગટાવવાનું (Holika dahan) મુહૂર્ત આપવામાં આવે છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ હિન્દુ શાસ્ત્રો (Hindu scriptures) પ્રમાણે કોઈ પણ કાર્યના પ્રારંભ પહેલા મુહૂર્ત જોવામાં આવે છે. અને સારા મુહૂર્તમાં (Muhurat) કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે. હોળી પગટાવવા પણ મુહૂર્ત જોઈને પગટાવવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે હોળીના દિવસે હોળી પ્રગટાવવા માટે મુહૂર્ત સારું નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Meteorologist Ambalal patel) જ્યોતિમાં પણ સારું જ્ઞાન ધરાવે છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વિષ્ટિ પુરી થાય ત્યાર પછી હોળી પ્રગટાવવાનું (Holika dahan) મુહૂર્ત આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિષ્ટિકરણ બપોરના 1.30 કલાક થી રાત્રે 1.13 મિનિટ સુધી વિષ્ટિ છે. હોળી સૂર્યાસ્ત બાદ 96 મિનિટ પવન જોવામાં આવતો હોય છે.અને પવનની દિશાથી ચોમાસાનું કેવું રહેશે તેનું અનુમાન લગાવતા હોય છે.

આ વખતે હોળીના દિવસે વિષ્ટિકરણમાં હોળી પ્રગટાવી પડશે કારણકે 18 પૂનમ આવે વિષ્ટિ કરણના કંઠમાં હોળી પ્રગટાવવા થી તેનું ફળ સારું ગણાતું નથી.યુદ્ધ તેમજ જગતમાં માનવ મુત્યુ વધે.અને હોળીનું મુહૂર્ત સારું ન હોવા છતાં પગટાવવી પડશે

હોળી ચંદ્ર પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં છે.એટલે વરસાદ સારો થાય હોળીની રાત્રીએ ચાર પહરમાં શિયાળ બોલે તો વરસાદ સારો થાય.હોળી  ઉનાળાનો મુખનો તહેવાર ગણાય.હોળીના દિવસે વરસાદ વીજળી કરા કે તોફાન તોફાન થાય તો બળેવ સુધી વરસાદ ન થાય પણ બીજા દિવસે વરસાદ પડે તો હરકત નહીં.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે બાળકી સામે પડોશી યુવકે નગ્ન થઈને કર્યાં ગંદા ઈશારા, પછી થઈ જોવા જેવી

હોળી પ્રગટાવતી વખતે  ચારે દિશામાં ધજા રાખવામાં આવે છે

ધજા હોળીનો પવન જોવા માટે રાખવામાં આવે છે.હોળીની અગ્નિ નહિ પણ પવન જોવામાં આવતો હોય છે.હોળીનો પવન પૂર્વ દિશા તરફના પવન ફૂંકાય ત ખંડવૃષ્ટિ થાય.પણ પ્રજા માટે સારુ ગણાય છે. પશ્ચિમનો પવનથી ચોમાસુ સારું રહે.ઉતરના પવન ફૂંકાય તો વરસાદ સારો પડે.પરંતુ તીડ નો ભય રહે.દક્ષિણ દિશાનો પવન નબળો ગણાય અને કૃષિ ઉત્પાદન ઓછું આવે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પુત્ર-પુત્રી સામે જ માતાની છરી વડે કરાઈ હત્યા, દીકરીએ કહ્યું મારા પિતા અને કાકાએ કરી હત્યા, ફાંસીએ ચડાવો

ઈશાન ખૂણામાં થી પવન ફુકાય તો ઠંડી વધે. અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો દુકાળના એંધાણ. નૈઋત્ય ખૂણામાંથી પવન ફૂંકાય તો સાધારણ વરસાદ. વાયવ્ય ખૂણામાંથી પવન ફૂંકાય તો સારા વરસાદ થાય. જો કે બધી દિશામાંથી પવન ફૂંકાય તો નબળી ઘટના બને.અને હોળીનો ધુમાડો ઊંચો જાય તો નેતાઓ પર ભાર વધે.અને યુદ્ધ જેવી ઘટના બને.અંબાલાલ પટેલનું અનુમાન છે કે હોળીમાં ઉત્તર પશ્ચિમ દિશાના પવન રહેવાની શક્યતા છે.
Published by:ankit patel
First published:

Tags: Ambalal Patel, DharmaBhakti, Gujarati news, Holi 2022

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन