Home /News /dharm-bhakti /Holika dahan 2023: હોલિકાની અગ્નિમાં અર્પણ કરો આ વસ્તુઓ, પુરી થશે દરેક ઈચ્છા

Holika dahan 2023: હોલિકાની અગ્નિમાં અર્પણ કરો આ વસ્તુઓ, પુરી થશે દરેક ઈચ્છા

હોલિકા દહન ઉપાય

Holika Dahan Upay: આ વર્ષે 7 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું ખુબ મહત્વ છે. હોલિકા દહનના દિવસે કેટલાક ઉપાય કરવાથી ઘણી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. ચાલો જાણીએ હોલિકા દહનના સમયે શું ઉપાય કરવા જોઈએ.

ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં હોલિકા દહનનું ખુબ મહત્વ છે. આ તહેવાર સાથે જીવનમાં ખુશીઓ આવવાની શરુ થઇ જાય છે. આ વર્ષે હોલિકા દહન 7 માર્ચે છે. ભારતીય નવું સંવત ચૈત્ર શુક્લ પ્રતિપદાની પહેલી તિથિએ શરુ થાય છે. જુના સંવંતને ખતમ કરવા માટે હોલિકા દહન કરવામાં આવે છે. (હિન્દી કેલેન્ડર અનુસાર)

હોલિકા દહનની વિશેષતા

હોલિકા દહનના દિવસે ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. રોગ અને શત્રુઓની સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. આર્થિક અવરોધોનો અંત આવી શકે છે. આ દિવસે ભગવાનની કૃપા સરળતાથી મળી શકે છે. હોલિકાની અગ્નિને અલગ-અલગ વસ્તુઓ અર્પણ કરી તમે મોક્ષ મેળવી શકો છો.

આ પણ વાંચો: Holi 2023: 6 માર્ચથી પૂર્ણિમાનો પ્રારંભ, 7મીએ માત્ર 2 કલાક જ રહેશે હોલિકા દહન માટે શુભ

હોલિકા દહનના દિવસે શું કરવું

હોલિકા દહનની અગ્નિને વંદન કરો. જમીન પર પાણી રેડવું. આ પછી આગમાં ઘઉંની બુટ્ટી, ગાયના છાણા અને કાળા તલ અર્પણ કરો. પછી ત્રણ વાર અગ્નિની પરિક્રમા કરો. એ પછી તમારી ઈચ્છા કહો. હોલિકાની ભસ્મથી તિલક કરો.

હોલિકામાં શું ચઢાવવું

- સારા સ્વાસ્થ્ય માટે હોલિકાની અગ્નિમાં કાળા તલ નાખો.

- હોલિકાની અગ્નિમાં લીલી ઈલાયચી અને કપૂર નાખો. રોગથી મુક્તિ મળશે.

આ પણ વાંચો:  હોલિકા દહન પહેલા બની રહ્યો, અમૃત સિદ્ધિ યોગ, જાગી જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત



- ધન પ્રાપ્તિ માટે હોલિકાની અગ્નિમાં ચંદન નાખો.

- કામ માટે પીળી સરસવને આગમાં નાખો.

- લગ્ન અને વૈવાહિક સમસ્યાઓ માટે હવન સામગ્રી અર્પણ કરો.
First published:

Tags: Dharm Bhakti, Holi 2023