Home /News /dharm-bhakti /Holika Dahan 2023: હોલિકા દહન ક્યારે? જાણો શુભ મુહૂર્ત અને તમામ વિગતો

Holika Dahan 2023: હોલિકા દહન ક્યારે? જાણો શુભ મુહૂર્ત અને તમામ વિગતો

ક્યારે છે હોલિકા દહન?

Holika dahan 2023 Muhrut: આ વર્ષે હોળીને લઇ ઘણી અસમંજસની સ્થિતિ છે. હોળી 6 માર્ચે પ્રગટાવશે કે 7 માર્ચે. હોલિકા દહન સાંજે કરવામાં આવે છે. પરંતુ, 6 માર્ચની સાંજે પૂર્ણિમાની સાથે ભદ્રા પણ છે. ભદ્રા 04 કલાક 18 મિનિટથી શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 7 માર્ચની સવારે 05 કલાક 14 મિનિટ સુધી ચાલશે. ચાલો જાણીએ સમગ્ર માહિતી.

વધુ જુઓ ...
આ વર્ષે હોળીના તહેવારને લઈને લોકોમાં ઘણી મુંઝવણ જોવા મળી રહી છે. આ વર્ષે હોલિકા દહન 7 માર્ચ 2023ના રોજ અને રંગોનો તહેવાર ધુળેટી 8 માર્ચ 2023 ના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ દિવાકર મુજબ ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ 06 માર્ચની સાંજે 04 કલાક 18 મિનિટથી શરૂ થશે. 07 માર્ચની સાંજે 06 કલાક 10 મિનિટ સુધી રહેશે.

હોલિકા દહન સાંજે કરવામાં આવે છે. પરંતુ, 6 માર્ચની સાંજે પૂર્ણિમાની સાથે ભદ્રા પણ છે. ભદ્રા 04 કલાક 18 મિનિટથી શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 7 માર્ચની સવારે 05 કલાક 14 મિનિટ સુધી ચાલશે. આવી સ્થિતિમાં 6 માર્ચે હોલિકા દહન કરવું શુભ રહેશે નહીં. livehindustan ના અહેવાલ મુજબ શાહજહાંપુરના રુદ્ર બાલાજી ધામના પૂજારી પંડિત કાન્હા કૃષ્ણ શુક્લાએ જણાવ્યું કે 7 માર્ચે સૂર્યોદય સમયે પૂર્ણિમાની તિથિ હશે અને સાંજના સમયે ભદ્રાનો દોષ પણ નહી હોય. હોલિકા દહન સમયે ભદ્રાને વિઘ્નદાયક માનવામાં આવે છે.

ભદ્રામાં હોલિકા દહન કરવાથી નુકસાન અને અશુભ ફળ મળે છે. આ કારણથી ભદ્રામાં હોલિકા દહન કરવામાં આવતું નથી. જેના કારણે 7 માર્ચના દિવસે હોલિકા દહન કરવું શુભ રહેશે. હોલિકા દહનનો શુભ સમય 7 માર્ચ મંગળવારના રોજ સાંજે 06 કલાક 24 મિનિટથી રાત્રે 08 કલાક 51 મિનિટ સુધી રહેશે. એટલે કે લોકોને હોલિકા દહન માટે 02 કલાક 27 મિનિટનો સમય મળશે. ભદ્રા વિઘ્નરૂપ ગણાતુ હોવાથી તેમાં હોલિકા દહન કરવામાં આવતુ નથી. તેવામાં 7 માર્ચના આ શુભ મુહૂર્તમાં જ હોલિકા દહન કરવામાં આવશે.

આ પણ વાંચો: HOLI 2023: 30 વર્ષ પછી કુંભ રાશિના ત્રિગ્રહી યોગમાં થશે હોલિકા દહન, જાણો શુભ મુહૂર્ત

હોલિકા દહન માટે લાકડાને એકત્ર કરવામાં આવે છે અને ચાર રસ્તા પર તેમને ગોઠવવામાં આવે છે. જે છાણાં અને વૃક્ષોની સૂકી ડાળખીઓથી ઢાંકવામાં આવે છે. હોલિકા દહન પહેલા તેની પૂજા કરવામાં આવે છે. લોકો તેમની માન્યતાઓ અનુસાર પૂજા કરે છે. આ પછી હોલિકા દહન કરવામાં આવે છે. કહેવાય છે કે, આ અગ્નિમાં તમામ બુરાઈઓ બળીને રાખ થઈ જાય છે.

આ પણ વાંચો: Holika Dahan 2023: હોળીની રાખની મુશ્કેલીઓ દૂર થશે, લક્ષ્મીજીની કૃપા વરસશે, જાણો કેવી રીતે વાપરશો



ધૃતિ યોગમાં કરો નવા કાર્યો

7 માર્ચે 09 કલાક 13 મિનિટ સુધી ધૃતિ નામનો શુભ યોગ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગમાં નવા કાર્યની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં ખાસ કરીને ભૂમિ પૂજન, શિલાન્યાસ અને નવા નિર્માણ કાર્ય શરૂ કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
First published:

Tags: Dharm Bhakti, Holi 2023