Holika Dahan 2022: દર વર્ષે રંગોત્સવ હોળી રમતા પહેલા હોલિકા દહન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે હોલિકા દહન (Holika Dahan) અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે. આ પ્રસંગે આહુતિ આપવી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે હોલિકા દહનની અગ્નિમાં આહુતિ આપવાથી જીવનની નકારાત્મકતા ખતમ થાય છે. આ વર્ષે હોળી પર્વ 18 માર્ચ 2022ના મનાવવામાં આવશે. ભદ્રાકાળ (Bhadra Kaal) હોવાને કારણે હોલિકા દહન 17 અને 18 માર્ચની અડધી રાત્રે થશે. માનવામાં આવે છે કે હોલિકા દહન દરમિયાન જો કેટલાક ઉપાય અજમાવવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે. અહીં જાણો એ ઉપાયો વિશે.
સુખ સમૃદ્ધિ માટે
કહેવાય છે કે હોલિકા દહન સમયે જો અનાજની આહુતિ આપવામાં આવે તો પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. એવામાં તમે મકાઈના દાણા, અડદ, ઘઉં, મસૂર, ચણા, ચોખા કે જવમાંથી કોઈએક વસ્તુ ચઢાવી શકો છો.
જો તમારા પરિવારમાં આર્થિક સંકટ છે તો તમારે દેશી ઘીમાં પલાળેલા બે પતાસા, બે લવિંગ અને એક પાનના પર્ણની આહુતિ આપવી જોઈએ. તેનાથી ઘરમાં ધીરે-ધીરે ધનનું સંકટ સમાપ્ત થવા લાગે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
વિવાહ સંબંધિત સમસ્યા દૂર કરવા માટે
જો તમારા તમામ પ્રયત્નો બાદ પણ લગ્નની વાત ન બનતી હોય તો એ સંબંધિત અડચણો દૂર કરવા માટે એક પાનના પર્ણ પર પતાસા અને હળદરનો ગાંઠિયો મૂકીને હોલિકા દહનમાં અર્પણ કરો. આ સાથે મહાદેવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો અને તેમની પાસે આ સમસ્યા દૂર કરવાની પ્રાર્થના કરો.
બીમારીથી છૂટકારો મેળવવા માટે હોલિકા દહનની રાત્રે એક સફેદ કપડામાં 11 ગોમતી ચક્ર, નાગકેસરની 21 જોડી અને 11 કોડીઓને બાંધો અને કપડાં પર હરસિંગાર અને ચંદનનું અત્તર લગાવો. આ પછી તેને દર્દીના માથા પરથી સાત વાર ઉતારી લો. હોળીના પછીના દિવસે તેને શિવ મંદિરમાં રાખી આવો. આ ઉપાય ખૂબ જ ગુપ્ત રીતે કરો. તેનાથી ઘણો ફાયદો થશે.
લાંબા આયુષ્ય માટે
તમારી લંબાઈનો કાળો દોરો માપો. તેને બેથી ત્રણ વખત સમાન લંબાઈ બરાબર વીંટાળીને તોડો. હોલિકા દહન વખતે આ દોરાને આગમાં નાખો. આનાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને તમને લાંબુ આયુષ્ય મળશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર