Home /News /dharm-bhakti /

Holika Dahan 2022: હોલિકા દહનની રાખથી કરી લો માત્ર આ 3 ઉપાય, આખું વર્ષ આનંદમાં રહેશો

Holika Dahan 2022: હોલિકા દહનની રાખથી કરી લો માત્ર આ 3 ઉપાય, આખું વર્ષ આનંદમાં રહેશો

હોલિકા દહન આ વર્ષે 17 માર્ચે છે. (પ્રતીકાત્મક ફોટો)

Holika Dahan 2022: ધાર્મિક માન્યતા છે કે હોલિકા દહન આસપાસની નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. આ વખતે હોલિકા દહન 17મી માર્ચે છે અને 18 માર્ચે ધૂળેટી રમવામાં આવશે. એવામાં જાણો શુભ મુહૂર્ત અને 3 ખાસ ઉપાય.

    Holika Dahan 2022: ફાગણની પૂર્ણિમા તિથિએ હોલિકા દહન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હોલિકા દહન અને પૂજા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. હોલિકા દહન (Holika Dahan)ના બીજા દિવસે રંગ-ગુલાલ સાથે હોળી રમવામાં આવે છે. હોલિકા દહનને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે હોલિકા દહન આસપાસની નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. આ વખતે હોલિકા દહન 17મી માર્ચે છે અને 18 માર્ચે ધૂળેટી રમવામાં આવશે. એવામાં પંચાંગ મુજબ જાણીએ હોલિકા દહનની તિથિ, શુભ મુહૂર્ત અને 3 ખાસ ઉપાય.

    હોલિકા દહન શુભ મુહૂર્ત (Holika Dahan Shubh Muhurat)

    પંચાંગ મુજબ હોલિકા દહન આ વર્ષે 17 માર્ચે છે. હોલિકા દહન પૂજા માટે શુભ મુહૂર્ત 9.20થી 10.31 મિનિટનો છે. એવામાં હોલિકા દહન અને પૂજા માટે માત્ર 1 કલાક 11 મિનિટનો સમય મળશે. આ પછી બીજા દિવસે 18 માર્ચે ધૂળેટી રમવામાં આવશે.

    આ પણ વાંચો: આ વખતે પૂનમના હશે ભદ્રાનો પડછાયો, જાણો શા માટે અશુભ માનવામાં આવે છે ભદ્રાકાળ

    હોળી પર બનશે ખાસ સંયોગ

    જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે હોળીનો તહેવાર ખાસ રહેવાનો છે. આ દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે. આ વખતે હોળીના દિવસે અમૃત યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, વૃદ્ધિ યોગ અને ધ્રુવ યોગ રચાવા જઈ રહ્યા છે. તેની સાથે ગુરુ અને બુધનો આદિત્ય યોગ બનશે. આદિત્ય યોગમાં હોળીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

    હોલિકાની રાખના ઉપાય

    - જો ઘરમાં ખૂબ કંકાસ હોય અથવા ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવી હોય તો હોલિકાની રાખની પોટલી બનાવી લો. આ પછી તેને શુભ મુહૂર્તમાં ઘરના અલગ-અલગ ભાગમાં રાખો. આમ કરવાથી ઘરમાં પ્રવર્તતી નકારાત્મક ઉર્જાનો નાશ થશે.

    આ પણ વાંચો: આ તારીખથી શનિદેવ થશે વક્રી, 3 રાશિના જાતકોએ રહેવું પડશે સતર્ક

    - જો ઘરના બાળક અથવા કોઈપણ સભ્યને બહુ જલ્દી નજર લાગી જાય અથવા કોઈ વ્યક્તિ બીમાર રહે તો હોલિકાની રાખને કપડામાં બાંધીને વ્યક્તિના માથા પરથી 7 વાર ફેરવો. આમ કર્યા પછી તેને માટીની અંદર દાટી દો.

    - આર્થિક સમસ્યા દૂર કરવા માટે હોલિકાની રાખને લાલ રંગના કપડામાં બાંધો. આ પછી તેને તિજોરી કે ધનવાળી જગ્યાએ રાખો. આ ઉપરાંત તેને પર્સના નાના પોકેટમાં પણ રાખી શકાય છે. તેમજ કોઈપણ કામ શરૂ કરતા પહેલા આ રાખનો ટીકો લગાવો. આમ કરવાથી બધા કામ પૂરા થશે અને જીવનમાં આર્થિક લાભ થશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, Holi 2022, ધર્મભક્તિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन