Home /News /dharm-bhakti /

Holika Dahan 2022: હોલિકા દહન પર શું કરવું અને શું ન કરવું? નવવિવાહિત યુગલ આ વાતનું રાખે ધ્યાન

Holika Dahan 2022: હોલિકા દહન પર શું કરવું અને શું ન કરવું? નવવિવાહિત યુગલ આ વાતનું રાખે ધ્યાન

હોલિકા દહનના અવસર પર અમુક કાર્યો કરવાની મનાઈ હોય છે.

Holika Dahan 2022: હોલિકા દહન પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ત્યાં સુધી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ રહે છે. ચાલો જાણીએ હોલિકા દહન પર શું કરવું અને શું ન કરવું.

    Holika Dahan 2022 Dos And Don’ts: આજે આખા દેશમાં હોલિકા દહન (Holika Dahan)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાત્રે હોળી પૂજા (Holi Puja) થશે અને ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોલિકા દહનની સાથે નકારાત્મક શક્તિઓનો પણ અંત થાય છે. જો કે, હોલિકા દહન પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ત્યાં સુધી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ રહે છે. હોલિકા દહનના અવસર પર અમુક કાર્યો કરવાની મનાઈ હોય છે, તો અમુક કાર્ય કરવાનું દરેકને કહેવામાં આવે છે. ચાલો જાણીએ હોલિકા દહન પર શું કરવું અને શું ન કરવું.

    હોલિકા દહન પર શું કરવું?

    1. આજે સાંજના સમયમાં હોલિકા પૂજામાં સામેલ થવું જોઈએ.

    2. હોલિકા દહનના સમયે તમે અગ્નિમાં ઘઉં, વટાણા અને અળસી નાખો. ઘઉંનો પાક અગ્નિમાં શેકીને ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

    આ પણ વાંચો: આ હોળી પર બની રહ્યો છે ખાસ સંયોગ, ત્રણ મોટા રાજયોગમાં થશે હોલિકા દહન

    3. હોલિકા દહન પહેલા પરિવારના સભ્યોએ ઉબટન લગાવવું જોઈએ. તેના અવશેષને હોલિકાની અગ્નિમાં ફેંકી દેવા જોઈએ. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને લોકો નિરોગી રહે છે.

    4. હોલિકા પૂજાના સમયે વ્યક્તિએ પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ.

    5. હોલિકા પૂજામાં ભાગ લેવાથી સુખ, સમૃદ્ધિ અને શક્તિ વધે છે.

    6. હોલિકા દહન પર વ્યક્તિએ રાશિના સ્વામી ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ.

    હોલિકા દહન પર શું ન કરવું?

    1. હોલિકા દહન દરમિયાન પોતાનું માથું ખુલ્લું ન રાખો.

    2. હોલિકા દહનના દિવસે રસ્તા પર પડેલી વસ્તુઓને સ્પર્શ ન કરવો જોઈએ કારણ કે આ દિવસે લોકો તંત્ર મંત્રનું કાર્ય કરે છે.

    3. હોલિકા દહનના દિવસે માંસ, દારૂનું સેવન ન કરો.

    આ પણ વાંચો: હોળીના દિવસે વાસ્તુ મુજબ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? 

    4. આજના દિવસે કાળા કે વાદળી રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. તેમને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.

    5. જેમને એક જ સંતાન છે, તેમણે હોલિકા દહન માટે અગ્નિ પ્રગટાવવો જોઈએ નહીં.

    6. જેમના લગ્ન વર્ષની અંદર થયા હોય, તેમણે હોલિકા દહનની આગ ન જોવી જોઈએ. કહેવાય છે કે હોલિકા તેના પ્રેમી સાથે ફાગણ પૂનમના દિવસે લગ્ન કરવાની હતી, પરંતુ તે દાઝી જવાથી મૃત્યુ પામી, જેના કારણે તેના લગ્ન ન થયા. આ કારણે નવા પરિણીત યુગલોને હોલિકા દહનમાં ભાગ લેવાની મનાઈ છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, Happy Holi, Holi 2022, Holi festival, ધર્મભક્તિ

    આગામી સમાચાર