કુમકુમ મંદિરે હોળીની ઉજવણી, ભગવાન સ્વામિનારાયણને કરાયો હારડા-ધાણીનો શણગાર

News18 Gujarati
Updated: March 21, 2019, 7:51 AM IST
કુમકુમ મંદિરે હોળીની ઉજવણી, ભગવાન સ્વામિનારાયણને કરાયો હારડા-ધાણીનો શણગાર

  • Share this:
સાધુ પ્રેમવાલદાસજી - કુમકુમ

'હોળીની અંદર કામ, ક્રોધાદિ દોષો સળગાવીએ,
તો ખરા અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાશે'

મણીનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં આજે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સવારે ૮ - ૦૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ ભગવાનને હારડાં - ધાણીના હારના વિશિષ્ટ શણગાર ધરાવામાં આવ્યા. મોટી સંખ્યામાં હરી ભક્તોએ ભગવાનના દર્શનનો લાહ્વો લઈ ધન્યતા અનુભવી.

હોળીના તહેવાર પ્રસંગે મંદિરે સવારે 7.00થી 8.00 એક કલાક વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા ગ્રંથનું પઠન કરવામાં આવ્યું, જ્યારે સાંજે 7.00થી 7.30 કલાકે હોળી પર્વ નિમિત્તે ધૂન-કિર્તન સાથે ઓચ્છવ કરવામાં આવશે.

હોળી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ફાગણ, વસંત અને હોળી આ ત્રિકોણીયો સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને “ફાલ્ગુનિક' પણ કહે છે. હોલિકા ઉત્સવને તહેવારોનો રાજા કહેવાય છે. જુદા - જુદા રાજયમાં આ હોળીના ઉત્સવને જુદા - જુદા નામથી ઓળખવામાં આવે છે અને વિવિધતા સભર રીતે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર અને કોકણમાં હોળીને “શિમગો' કહે છે. દક્ષિણ ભારતમાં ‘કામદહન' નામથી હોળી ઉજવાય છે. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી એને ફુલદોલત્સવ, હોલોત્સવ, પાંખોત્સવ કે રંગોત્સવ પણ કહે છે.

ટૂંકમાં હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસધ્યપ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.આ હોળીના ઉત્સવ પ્રસંગે આપણે હોળી પ્રગટાવવાની સાથે સાથે સંસ્કારની જ્યોત પણ પ્રગટાવવાની આજના સમય પ્રમાણે ખાસ જરૂર ઉભી થઈ છે. અને હોળીની અંદર આપણે લાકડાં અને છાણા નાંખીએ છીએ તેની સાથે - સાથે આપણે આપણા કામ, ક્રોધ આદિ દોષો પણ સળગાવાની જરુર છે. તે દોષોને તિલાંજલિ આપીશું તો જો આપણને શાંતિ પ્રાપ્ત થશે. અને તો જ આપણે ખરા અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાશે.
First published: March 20, 2019
વધુ વાંચો
अगली ख़बर