સમગ્ર દેશ રંગોના તહેવાર હોળીની (Holi 2020) ઉજવણી કરવા માટે ઉત્સુક છે. રાધા-કૃષ્ણની નગરી મથુરા, વૃંદાવનમાં હોળી (Vrindavan Holi)ની શરૂઆત 8 દિવસ પહેલા જ થઈ જાય છે. વૃંદાવન, ફાગણ મહિનાની અષ્ટમીએ મથુરા, વૃંદાવનમાં 'લડ્ડુ હોલી' (Laddu Holi) રમાય છે. આ વખતે ફાગણ અષ્ટમી 3 માર્ચે છે.
બરસાણાના લાડલી મંદિરથી 'લડ્ડુ હોલી'ની શરૂઆત થાય છે. લાડલી મંદિરમાં લડ્ડુ હોલીના દિવસે રાધા-કૃષ્ણના ભક્ત એક-બીજા પર લાડુ, રંગ અને ગુલાબ ઉડાડે છે. 'લડ્ડુ હોલી'માં સામેલ થવા માટે વિદેશથી રાધા-કૃષ્ણાના ભક્ત મથુરા, વૃંદાવન આવે છે.
ખાસ છે 'લડ્ડુ હોલી'ની કહાણી
સમગ્ર દુનિયામાં માત્ર મથુરા અને વૃંદાવનમાં રમાતી અનોખી અને ખાસ 'લડ્ડુ હોલી'ની કહાણી ખૂબ રોચક છે. એવી માન્યતા છે કે આ હોળીની શરૂઆત શ્રીકૃષ્ણના નાનપણથી થઈ હતી. માન્યતાઓ મુજબ, જ્યારે ભગવાના શ્રીકૃષ્ણ અને નંદગાંવના સખાઓએ બરસાણામાં હોળી રમવા માટે આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. આમંત્રણ મળવાની ખુશીમાં નંદગાંવના સખાઓએ એક બીજાને લાડુ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. આ દરમિયાન કેટલાક સખાઓએ લાડુથી હોળી પણ રમી હતી. ત્યારબાદથી જ 'લડ્ડુ હોલી' દર વર્ષે ધૂમધામથી ઉજવવામાં આવે છે.
પૌરાણિક કથાઓ અુનસાર આજે પણ મથુરા, વૃંદાવનના મંદિરોમાં 'લડ્ડુ હોલી'ના દિવસે ભક્ત પહેલા રાધા રાની મંદિરના સેવાયત પર લાડુ ફેંકે છે. રાધા રાની અને કૃષ્ણને લાડુ અર્પિત કર્યા બાદ ભક્ત એક બીજા પર લાડુ ફેંકે છે, નાચે છે અને ગુલાલથી હોળી રમે છે.
'લડ્ડુ હોલી' આવી રીતે પહોંચી મથુરા
'લડ્ડુ માર હોલી'ની કહાણી જેટલી શાનદાર છે એવો જ રોમાંચ વૃંદાવનમાં જોવા મળે છે. આ વખતની હોળી જો તમે પણ મથુરામાં ઉજવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો વિલંબ ન કરો. જો તમે દિલ્હી, નોઈડા, ગાજિયાબાદથી મથુરા પહોંચવા માંગો છો તો બસ, ટ્રેન કે પ્રાઇવેટ ટેક્સી દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. અહીં પહોંચ્યા બાદ આરામથી કોઈ ધર્માશાળા કે હોટલમાં રોકાઈ શકો છો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારીના આધારે છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.