Home /News /dharm-bhakti /Holi 2023: હોળી પર આ વસ્તુઓનું કરો દાન, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું, જીવનભર રહેશે માં લક્ષ્મીનો વાસ

Holi 2023: હોળી પર આ વસ્તુઓનું કરો દાન, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું, જીવનભર રહેશે માં લક્ષ્મીનો વાસ

હોળી પર આ વસ્તુઓના દાનનું વિશેષ મહત્વ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હોળીના દિવસે કેટલાક ઉપાયો કરવાની સાથે કેટલીક વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે 3 વસ્તુઓનું દાન કરવાનું જ્યોતિષશસ્ત્રમાં વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. - holi 2023 donation

વધુ જુઓ ...
    ધર્મ ડેસ્ક: સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હોળી અને ધુળેટીનું વિશેષ મહત્વ રહેલું છે. ધૂળેટીના એક દિવસ પહેલા શુભ મહુર્ત દરમિયાન હોલિકા દહન કરવામાં આવે છે. આ વર્ષે ધૂળેટી 8 માર્ચે ઉજવવામાં આવશે. હોળી પર જ્યોતિષમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હોળીના દિવસે કેટલાક ઉપાયો કરવાની સાથે કેટલીક વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે 3 વસ્તુઓનું દાન કરવાનું જ્યોતિષશસ્ત્રમાં વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો:  આમલકી એકાદશી પર 3 શુભ યોગ: આ વૃક્ષને પૂજવાથી મળશે ત્રિદેવોની પૂજાનું ફળ, થશે મોક્ષની પ્રાપ્તિ

    માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. ત્યારે આપણે અહીં જાણીશું કે હોળી પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ છે અને કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

    હોળી પર આ વસ્તુઓનું દાન કરો


    કપડાં દાન કરો


    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈપણ ખાસ તિથિ પર કરવામાં આવેલું વસ્ત્ર દાન વ્યક્તિને અનેક શુભ ફળ આપે છે. હોળીના દિવસે ગરીબને વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય મળે છે. કહેવાય છે કે આ દિવસે વસ્ત્રોનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

    આ પણ વાંચો:  મહિનામાં કોઈપણ દિવસે ભગવાન શિવને અર્પણ કરો આ એક વસ્તુ, તમામ દુ:ખ અને પીડાથી મળશે મુક્તિ

    ગરીબ અને ભૂખ્યાને ખવડાવો


    જ્યોતિષ શાસ્ત્રમાં ગરીબોને ભોજન કરાવવાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. હોળીના દિવસે ઘરે અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. જો આ વાનગીઓનો અમુક ભાગ ગરીબોને દાન કરવામાં આવે અથવા ભૂખ્યાને ખવડાવવામાં આવે તો વ્યક્તિના ઘરમાં અન્નની કમી નથી રહેતી.

    ધનનું દાન કરવાથી પ્રસન્ન થશે લક્ષ્મીજી


    કહેવાય છે કે આ દિવસે ધનનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે. કોઈપણ મંદિર, બ્રાહ્મણ અથવા કોઈ ગરીબ-ભિખારીને ધનનું દાન કરી શકાય છે.


    હોળી પર આ વસ્તુઓ ઘરે લાવો


    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હોળી પર ચાંદીનો સિક્કો ખરીદવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાંદીના સિક્કાને પીળા રંગના કપડામાં હળદર સાથે બાંધ્યા પછી તેને દેવી લક્ષ્મીની મૂર્તિ પાસે રાખો. આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પણ આપે છે.
    First published:

    Tags: Dharm Bhakti, Donate, Holi, Holi 2023, Holi festival