Home /News /dharm-bhakti /Mangal Gochar 2023: હોળી પછી આ રાશિના જાતકોનું ભાગ્ય ઊઘડી જશે, રોકાણ કરતાં પહેલા આ ખાસ જાણો

Mangal Gochar 2023: હોળી પછી આ રાશિના જાતકોનું ભાગ્ય ઊઘડી જશે, રોકાણ કરતાં પહેલા આ ખાસ જાણો

મંગળ જ્યોતિષ શાસ્ત્ર

HOLI 2023: હોળી બાદ આગામી 13 માર્ચે મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેના કારણે વિવિધ રાશિ પર પ્રભાવ પડશે. જાણો કઈ રાશિ પર કેવી અસર પડશે.

આગામી 13 માર્ચે મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મંગળ આ રાશિમાં 10 મે સુધી રહેશે. આ ગોચરથી કુંભ રાશિના જાતકોની કારકિર્દી પર સારી અસર પડશે.

જો કે, કુંભ રાશિના જાતકોને ગુસ્સા પર નિયંત્રણ રાખવાની સાથે અભિમાનથી દૂર રહેવું પડશે. કોમ્યુનિકેશન દ્વારા કારકિર્દી અને વ્યવસાયોને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સંતાન પ્રાપ્તિની રાહ જોતા યુગલોને સારા સમાચાર મળી શકે છે.

રોકાણ કરવાથી દૂર રહેવું

નોકરીયાત લોકોને પ્રમોશન સાથે પગાર વધારાની પ્રબળ સંભાવના છે. કામકાજના સંબંધમાં યાત્રા કરવી પડી શકે છે. રોકાણ કરવાનું વિચારતા ટ્રેડર્સ હાલ પુરતા રોકાણથી દૂર રહે તે હિતાવહ છે. રોકાણમાં નુકસાનની શક્યતા છે. શારીરિક તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરો.

સરકારી ભરતીની તૈયારી કરી રહેલા યુવાનોએ શારીરિક તંદુરસ્તી પર ધ્યાન આપવું જોઈએ. જો નોકરીની શોધમાં રહેલા જાતકોએ મંગળવારે તમારો રેઝ્યૂમે અપડેટ કરવું જોઈએ. આમ કરવાથી ટૂંક સમયમાં જ શુભ સમાચાર પ્રાપ્ત થશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ ઓફર મળી શકે છે.

આ પણ વાંચો: Chanakya Niti: આવી સ્ત્રી પર ક્યારેય ભરોસો ન કરો! હોશિયારી વાપરીને ફસાવી દેશે, ચાણક્યની સમજવા જેવી વાત

ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપો

મંગળના પ્રભાવથી નાની નાની વાતોને લઈને ગુસ્સો આવી શકે છે. યુવાનોએ પોતાનો સ્વભાવ બદલવાની જરૂર રહે. આ સમયે તમારે તમારા કામનો પ્રચાર કરવાની અને સામાજિક લાભ લેવાની જરૂર રહેશે. સગર્ભા સ્ત્રીઓએ તેમના ખાનપાન પર ધ્યાન આપવું જોઈએ. કુંભ રાશિના જાતકોમાં લોહીની ઉણપ ઊભી થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો.



4 મુખ્ય રાશીને અસર

કુભ સિવાયની કઈ રાશિ પર અસર થશે એ પણ જાણી લઈએ. અહીં ઉલ્લેખનીય છે કે, ગ્રહોમાં મંગળને સેનાપતિ કહેવામાં આવ્યો છે અને તે વ્યક્તિના લોહી અને સાહસનો કારક ગ્રહ છે. મંગળ જીવનને ઉર્જા આપવાનું કામ કરે છે. મંગળને મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી બનાવવામાં આવ્યો છે. મંગળ મેષ રાશિમાં ખૂબ જ બળવાન હોવાનું કહેવાય છે. આ રાશિમાં તેમને મૂળ ત્રિકોણ કહેવામાં આવે છે, જ્યારે વૃશ્ચિક રાશિમાં તેઓ સ્વરાશીના હોય છે. ત્રીજા, છઠ્ઠા અને અગિયારમા ભાવમાં બેઠેલા મંગળને ખૂબ જ મજબૂત તરીકે વર્ણવવામાં આવે છે.
First published:

Tags: Dharm Bhakti, Mangal Gochar