Home /News /dharm-bhakti /શા માટે નવી દુલ્હન તેની પ્રથમ હોળી તેના પિયરમાં ઉજવે છે? લાંબા સમયથી ચાલતી પરંપરા, તેની પાછળનું કારણ છે રસપ્રદ

શા માટે નવી દુલ્હન તેની પ્રથમ હોળી તેના પિયરમાં ઉજવે છે? લાંબા સમયથી ચાલતી પરંપરા, તેની પાછળનું કારણ છે રસપ્રદ

નવી વહુની પહેલી હોળી પિતાની ઘરે (ફોટો-Canva)

Holi Rituals : સનાતન ધર્મમાં આવી ઘણી પરંપરાઓ છે, જે લાંબા સમયથી ચાલી આવે છે. જેને આજે પણ લોકો કાઈ વિચાર્યા વગર માની રહ્યા છે. આ પરંપરાઓમાંની એક નવી વહુની પહેલી હોળીને પરંપરા છે. જે લગ્ન બાદ પિયરમાં ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે.

વધુ જુઓ ...
Holi 2023: હોળી, રંગોનો તહેવાર, ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર તમામ લોકોના જીવનમાં ઘણી ખુશીઓ અને રંગો લાવે છે, પરંતુ હિન્દુ ધર્મમાં હોળી દરમિયાન કેટલીક પ્રથાઓનું પણ પાલન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, નવપરિણીત કન્યા માટે પ્રથમ હોળી તેના પિયરમાં ઉજવવામાં આવે છે. નવી વહુ માટે હોળીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે, પરંતુ નવી વહુ માટે પહેલી હોળી થોડી અલગ હોય છે. નવી વહુની પહેલી હોળી સાસરે શા માટે નથી ઉજવાતી, આ સવાલ ઘણા લોકોના મનમાં આવે છે. આવો જાણીએ ભોપાલ નિવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી આની પાછળની પરંપરા શું છે.

નવી વહુ શા માટે તેના સાસરીયામાં પહેલી હોળી નથી ઉજવતી?

એવું માનવામાં આવે છે કે, આનાથી સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવે છે. હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર, સાસુ અને નવવિવાહિત મહિલાઓએ હોલિકા દહન ન જોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, જો નવી વહુ અને તેની સાસુ એકસાથે સળગતી હોલિકા જુએ તો તેમના સંબંધોમાં તિરાડ આવવાની શક્યતા વધી જાય છે. આનાથી તેમના ભાવિ જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

આ પણ વાંચો: હોલિકાની રાખથી દૂર થઇ જશે બધી મુશ્કેલીઓ, જાણીલો આ મહાન ઉપાય

દીકરી-જમાઈની પહેલી હોળી પિયરમાં મનાવવાની પરંપરા

હિંદુ ધર્મની અન્ય માન્યતા અનુસાર, નવી વહુની સાથે જમાઈએ પણ તેની પહેલી હોળી પત્નીના પિયારમાં જ ઉજવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, પત્નીના પિયરમાં પહેલી હોળી રમવાથી નવવિવાહિત યુગલના જીવનમાં ખુશીઓ આવે છે. આનાથી બંને ઘરો વચ્ચેનો સંબંધ પણ મજબૂત બને છે.



સગર્ભા સ્ત્રીઓને તેમના સાસરિયાના ઘરે હોળી રમવાની પણ મનાઈ છે. નવી વહુ માટે લગ્ન પછી તેના પિયરમાં પહેલી હોળી રમવાનું શુભ માનવામાં આવે છે. પિયરમાં પ્રથમ હોળી રમવાથી બાળક સુંદર અને સ્વસ્થ બને છે. ધાર્મિક શાસ્ત્રોમાં એવી દલીલ કરવામાં આવી છે કે, જ્યારે નવી પરણેલી સ્ત્રી પહેલીવાર ગર્ભવતી હોય છે, ત્યારે તેના પિયરમાં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને લગ્ન પછી થોડા સમય માટે, નવી કન્યા તેના સાસરિયામાં આરામદાયક અનુભવતી નથી. 'તેથી તેના પિતાના ઘરે પ્રથમ હોળી ઉજવવાની પરંપરા રહી છે'
First published:

Tags: Dharma Aastha, Holi, Holi 2023, Holi festival, Religion

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો