Home /News /dharm-bhakti /Holi 2023: અહીં સ્મશાનની રાખથી રમવામાં આવે છે હોળી, કારણ જાણીને ચોંકી જશો તમે
Holi 2023: અહીં સ્મશાનની રાખથી રમવામાં આવે છે હોળી, કારણ જાણીને ચોંકી જશો તમે
અહીં રમાય છે અનોખી હોળી
Holi 2023: આમ તો હોળી રંગોથી રમવામાં આવે છે, પરંતુ દેશમાં એક એવી જગ્યા છે જ્યાં રંગોથી નહીં, સ્મશાનની રાખથી હોળી રમવામાં આવે છે. કહેવાય છે કે અહીં ચિંતાની આગ ક્યારેય ઠંડી પડતી નથી. આમ તો આખું વર્ષ અહીં લોકો ઉદાસ રહે છે, પરંતુ હોળીના અવસર પર લોકો અહીં ઉજવણી કરે છે. શું તમે જાણો છો કે આ પરંપરા કેવી રીતે શરૂ થઈ?
ધર્મ ડેસ્ક: રંગોનો તહેવાર હોળી(Holi 2023) સમગ્ર દેશમાં ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આમ તો હોળી રંગોથી રમવામાં આવે છે, પરંતુ દેશમાં એક એવી જગ્યા છે જ્યાં રંગોથી નહીં, સ્મશાનની રાખથી હોળી રમવામાં આવે છે. આ સાંભળીને તમે પણ અચંબામાં મુકાઈ ગયા હશો, પરંતુ આ હકીકત છે. જણાવી દઈએ કે કાશી (Kashi)ના મહાસ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ (Harishchandra Ghat)માં ચિતાની રાખથી હોળી રમવાની ખૂબ જૂની પરંપરા છે.
કાશીના મહાસ્મશાનમાં આ હોળી રંગભરી એકાદશી (Rangbhari Ekadashi)ના રોજ ઉજવવામાં આવે છે, જેને આમલી અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે જૂની પરંપરા અનુસાર હરિશ્ચંદ્ર ઘાટ પર ચિતાની ભસ્મથી હોળી રમવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, કાશીના મહાસ્મશાનમાં ચોવીસ કલાક ચિંતા સળગતી રહે છે. કહેવાય છે કે અહીં ચિંતાની આગ ક્યારેય ઠંડી પડતી નથી. આમ તો આખું વર્ષ અહીં લોકો ઉદાસ રહે છે, પરંતુ હોળીના અવસર પર લોકો અહીં ઉજવણી કરે છે. શું તમે જાણો છો કે આ પરંપરા કેવી રીતે શરૂ થઈ?
આ વર્ષે પણ 3 માર્ચે એટલે કે આજે રંગભરી એકાદશીના પ્રસંગે વારાણસીના આ સ્મશાનમાં ચિતાની રાખથી હોળી રમવામાં આવશે. આ દરમિયાન ડમરુ, ઘંટ અને મ્યુઝિક સિસ્ટમથી ઊંચા આવજે સંગીત વગાડવામાં આવે છે. માન્યતાઓ છે કે ચિતાની ભસ્મથી હોળી રમવાની પરંપરા 300 વર્ષથી પણ જૂની છે.
માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ વિવાહ બાદ આ દિવસે માતા પાર્વતીને ગૌના કરાવીને કાશી પરાત પહોંચ્યા હતા. જે બાદ તેમણે પોતાના ગણો સાથે હોળી રમી હતી. પરંતુ તેઓ ભૂત, પિશાચ અને અઘોરીઓ સાથે હોળી નહોતા રમી શક્યા. ત્યારબાદ રંગભરી એકાદશીના દિવસે તેમણે ચિતાની ભસ્મથી આ બધાની સાથે હોળી રમ્યા હતા. જેથી આજે પણ અહીં આ પરંપરા ચાલી રહી છે.
હરિશ્ચંદ્ર ઘાટ પર મહાસ્મશાન નાથની આરતી પછી જ ચિતાની રાખથી હોળી રમવાની શરૂઆત કરવામાં આવે છે. જેનું આયોજન અહીંના ડોમ રાજાના પરિવારજનો કરે છે. પરંપરા અનુસાર, સૌપ્રથમ મસાનનાથનું મૂર્તિ પર ગુલાલ અને ચિતા ભસ્મ લગાવ્યા બાદ ઘાટ પર ઠંડી પડી ગયેલી ચિતાઓની રાખ ઉડાડવામાં આવે છે અને એકબીજા પર આ રાખ ફેંકીને હોળી ઉજવવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર