Home /News /dharm-bhakti /Holi 2023: ક્યારે છે હોળી? 7 કે પછી 8 માર્ચે, જાણો હોલિકા દહનનું શુભ મૂહર્ત
Holi 2023: ક્યારે છે હોળી? 7 કે પછી 8 માર્ચે, જાણો હોલિકા દહનનું શુભ મૂહર્ત
Holi 2023: ક્યારે છે હોળી?
image: sakalam
Holi 2023: હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે હોળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવો જાણીએ હોલિકા દહનની તારીખ અને ઘૂળેટીનો તહેવાર...
Holi 2023: હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે હોળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવો જાણીએ હોલિકા દહનની તારીખ અને ઘૂળેટીનો તહેવાર...
પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ 6 માર્ચ 2023 ના રોજ સાંજે 04.17 વાગ્યે શરૂ થશે, બીજા દિવસે 7 માર્ચ 2023 ના રોજ સાંજે 06.09 વાગ્યે થશે. હોલિકા દહન આ વર્ષે 7 માર્ચ 2023ના રોજ છે. આ દિવસે હોલિકા દહનનો શુભ સમય 06:31 થી 08:58 સુધીનો રહેશે. તેને છોટી હોળી પણ કહેવામાં આવે છે.
8 માર્ચ 2023ના રોજ રમાશે ઘુળેટી
આ વર્ષે રંગવાળી હોળી 8 માર્ચ 2023ના રોજ રમાશે. રંગવાલી હોળીને ધુળેટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ભાઈચારા અને સમાનતાનું પ્રતિક છે. આ દિવસે, ફરિયાદોને બાજુ પર રાખીને, દરેક વ્યક્તિ એકબીજાને રંગો લગાવે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે.
હોલિકા દહનના કેટલાક દિવસો પહેલા, લોકો વૃક્ષોની ડાળીઓને ચોક પર જમીનમાં દાટી દે છે અને તેની આસપાસ લાકડા અને ગાયના છાણા મૂકે છે. હોલિકા દહનના દિવસે, તેની વિધિવત પૂજા કરવામાં આવે છે અને હોલિકાની આસપાસ ત્રણ કે સાત પરિક્રમા કરવામાં આવે છે. હોલિકા દહનનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે.
દર વર્ષે, હોળીના થોડા દિવસો પહેલા મથુરા અને બ્રજમાં લઠ્ઠમાર હોળી રમવામાં આવે છે. લથમાર હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. આ વખતે 28 ફેબ્રુઆરી 2023ના રોજ લઠ્ઠમાર હોળી રમાશે. દ્વાપર યુગમાં રાધા-કૃષ્ણ લઠ્ઠમાર હોળી રમતા હતા, આ પરંપરાનું આજ સુધી પાલન કરવામાં આવે છે. આમાં ગોપીઓ (સ્ત્રીઓ) નંદગાંવથી આવતા ગોવાળો (પુરુષો)ને લાકડીઓ વડે માર મારે છે અને પુરુષો ઢાલની મદદથી ભાગવાનો પ્રયાસ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર