Home /News /dharm-bhakti /Holi 2023: કોના માટે ગુલાલથી હોળી રમવું રહેશે શુભ? રાશિ પ્રમાણે પસંદ કરો હોળીના રંગ

Holi 2023: કોના માટે ગુલાલથી હોળી રમવું રહેશે શુભ? રાશિ પ્રમાણે પસંદ કરો હોળીના રંગ

રાશિ પ્રમાણે પસંદ કરો હોળીના રંગ

Holi 2023 Astro tips: આ વર્ષે ધુળેટીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રંગોનું આપણા જીવનમાં ખુબ મહત્વ હોય છે. જો રંગોની પસંદગી રાશિ અનુસાર કરવામાં આવે તો કિસ્મત બદલવામાં સમય નથી લાગતો. તો ચાલો જાણીએ કઈ રાશિના લોકોએ કયા રંગનો પ્રયોગ કરવો જોઈએ.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: સનાતન ધર્મમાં હોળીનો પર્વ ખુબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 8 માર્ચ 2023ના રોજ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રંગોનું આપણા જીવનમાં ખુબ મહત્વ હોય છે. એવું કહેવામાં આવે છે કે મનુષ્યના જીવનમાં રંગોનો જેટલો સકારાત્મક પ્રભાવ પડે છે એટલો જ નકારાત્મક પ્રભાવ પણ હોય છે. એ ઉપરાંત સુખ સૌભગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો રંગોની પસંદગી રાશિ અનુસાર કરવામાં આવે તો કિસ્મત બદલવામાં સમય નથી લાગતો. તો ચાલો જાણીએ કઈ રાશિના લોકોએ કયા રંગનો પ્રયોગ કરવો જોઈએ.

મેષ અને વૃશ્ચિક

આ બંને રાશિના લોકો માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પર તમારે લાલ અને ગુલાબી રંગોનો ઉપયોગ કરવો જોઈએ.

મિથુન અને કન્યા

આ બંને રાશિઓનો સ્વામી બુધ છે અને બુધ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પર તમારે લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ. તમે નારંગી રંગથી પણ હોળી રમી શકો છો.

આ પણ વાંચો:  Holi 2023: અહીં સ્મશાનની રાખથી રમવામાં આવે છે હોળી, કારણ જાણીને ચોંકી જશો તમે

કુંભ અને મકર

આ બંને રાશિઓના સ્વામી શનિદેવ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પર તમારે વાદળી રંગના ગુલાલ અથવા રંગનો ઉપયોગ કરવો જોઈએ.

સિંહ અને કર્ક

આ બંને રાશિઓનો સ્વામી ચંદ્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા લોકોએ નારંગી, લાલ અને પીળા રંગના ગુલાલ અથવા રંગોથી હોળી રમવી જોઈએ.

તુલા અને વૃષભ

આ બંને રાશિઓનો સ્વામી શુક્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારે સફેદ અને ગુલાબી રંગોથી હોળી રમવી જોઈએ. તમે સિલ્વર ગુલાલ અથવા રંગનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો:  સાસુ-વહુએ સાથે ન જોવું જોઈએ હોલિકા દહન, નહીંતર... જાણો શું કહે છે જ્યોતિષી



મીન અને ધન

આ બંને રાશિઓનો સ્વામી ગુરુ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે પીળો રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે નારંગી રંગથી પણ હોળી રમી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Astro Tips, Dharm Bhakti, Holi 2023