Holi 2022: ક્યારે છે રંગોત્સવ હોળી અને હોલિકા દહન? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત
Holi 2022: ક્યારે છે રંગોત્સવ હોળી અને હોલિકા દહન? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત
રંગોનો તહેવાર હોળી દર વર્ષે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે. (Image- shutterstock)
Holi 2022: હોળીના એક દિવસ પહેલા રાત્રે હોલિકા દહન થાય છે. બીજા દિવસે હોળી અને ધુળેટી હોય છે. આ વર્ષે હોળી (Holi) અને હોલિકા દહન (Holi Dahan) ક્યારે છે, ચાલો જાણીએ.
Holi 2022: રંગોનો તહેવાર હોળી દર વર્ષે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ હોળી માર્ચમાં રમવામાં આવે છે. ભારતની હોળી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને હોળી પણ આવવાની છે. હોળીના એક દિવસ પહેલા રાત્રે હોલિકા દહન થાય છે. બીજા દિવસે હોળી અને ધુળેટી હોય છે. આ વર્ષે હોળી (Holi) અને હોલિકા દહન (Holi Dahan) ક્યારે છે, ચાલો જાણીએ તેની સાચી તારીખ (Date) અને શુભ મુહૂર્ત (Shubh Muhurat) વિશે.
હોલિકા દહન 2022 તારીખ અને શુભ મૂહુર્ત
પંચાંગ અનુસાર હોલિકા દહન દર વર્ષે ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થાય છે. હોલિકા દહન માટે પ્રદોષ કાલનો સમય પસંદ કરવામાં આવે છે, જેમાં ભદ્રાનો પડછાયો ન હોય. આ વર્ષે હોલિકા દહન 17 માર્ચ ગુરુવારે છે. 17 માર્ચે હોલિકા દહનનો શુભ સમય રાત્રે 09:06 થી 10:16 સુધીનો છે. આ સમય દરમિયાન ભદ્રા પૂંછ રહેશે.
જ્યોતિષ શાસ્ત્રમાં ભદ્રાના મુખ સમયમાં હોલિકા દહન અશુભ હોય છે, પરંતુ ભદ્રા પૂંછમાં હોલિકા દહન થઈ શકે છે, આવી સ્થિતિમાં હોલિકા દહન 17 માર્ચે 09 વાગ્યે 06 મિનિટથી થઈ શકે છે. આ દિવસે મોડી રાત્રે 1:12 કલાકે ભદ્રાનું સમાપન થશે. જો તમે ભદ્રા પછી હોલિકા દહન કરવા માંગો છો, તો તેના માટે મુહૂર્ત મોડી રાત્રે 01:12થી 18 માર્ચ સવારે 06:28 સુધી છે.
17 માર્ચે બપોરે 01.29 વાગ્યે ફાગણ પૂર્ણિમા તિથિ શરૂ થશે અને તેનું સમાપન 18 માર્ચ બપોરે 12.47 વાગ્યે થશે.
હોલિકા દહન પછી બીજા દિવસે સવારે હોળી અને ધુળેટી રમવામાં આવે છે. હોળીકા દહન 17મી માર્ચે છે, તેથી હોળીનો તહેવાર 18મી માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો રંગો અને ગુલાલ લગાવીને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. હોળીના દિવસનો શુભ સમય બપોરે 12:05 થી 12:53 સુધીનો છે. આ હોળીનો અભિજિત મુહૂર્ત છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર