Home /News /dharm-bhakti /

Holi 2022: આ હોળી પર બની રહ્યો છે ખાસ સંયોગ, ત્રણ મોટા રાજયોગમાં થશે હોલિકા દહન

Holi 2022: આ હોળી પર બની રહ્યો છે ખાસ સંયોગ, ત્રણ મોટા રાજયોગમાં થશે હોલિકા દહન

હોળી 2022

Holi 2022: આ હોળીના પાવન પર્વમાં ત્રણ મોટા રાજયોગમાં હોલિકા દહન થશે. આજે ગજકેસરી, વરિષ્ઠ અને કેદાર યોગમાં હોળી પ્રગટાવાશે.

    અમદાવાદ: આજે 17 માર્ચને ગુરૂવારે, ફાગણ સુદ પૂનમના (Holi 2022 Poonam) દિવસે હોળીનું પર્વ ઉજવાશે. સાંજે હોલિકા દહન (Holika Dahan) થશે. બાદમાં તા.18 માર્ચને શુક્રવારે રંગોના પર્વ ધૂળેટીનો પર્વ ઉજવાશે. આ વર્ષે ફાગણ શુદ ચૌદશને ગુરૂવારે રાત્રે 09:02થી 10:14 વચ્ચેના સમયમાં હોળી પ્રાગટ્ય કરવું શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યુ છે. આ હોળીના પાવન પર્વમાં ત્રણ મોટા રાજયોગમાં હોલિકા દહન થશે. આજે ગજકેસરી, વરિષ્ઠ અને કેદાર યોગમાં હોળી પ્રગટાવાશે.

    આજે હોલિકા દહન સમયે ભદ્રા દોષ રહેશે. તેથી સાંજની જગ્યાએ રાત્રે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હોલીકા દહન થશે. આજે ગજકેસરી, વરિષ્ઠ અને કેદાર નામના ત્રણ રાજયોગ રહેશે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા પ્રમાણે, હોળીના પર્વ પર મહા સંયોગ અત્યાર સુધીમાં પ્રથમ વખત બનશે. હોલિકા દહન દેશ માટે શુભ માનવામાં આવી રહી છે. આ સાથે પારિવારિક સુખ અને સમૃદ્ધિ વધે છે. સાથે સૂર્યનો મિત્ર રાશિમાં હોવાથી આ પર્વને વધુ શુભ બનાવે છે.

    પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે

    હોળિકા દહન સમયે નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. તો ખાસ કરીને તમે પણ જાણી લો હોળિકા દહનના શુભ મુહૂર્ત અને ઉપાયો વિશે. જો તમે હોળીના દિવસે આ ખાસ ઉપાયો કરશો તો તમારી નેગેટિવ ઊર્જા બહાર જાય છે અને પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે.

    આ પણ વાંચો - Holi Tips: ધુળેટી ઉજવણી કરતી વખતે જાણી લો શુ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

    હોળિકા દહનના શુભ મુહૂર્ત

    હોળિકા દહન આ વર્ષે ગુરુવારના રોજ એટલે કે 17 માર્ચ, 2022ના રોજ કરવામાં આવશે. હોળિકા દહનની પૂજાનું શુભ મુહૂર્ત 9 વાગ્યાના 20 મિનિટથી લઇને 10 વાગ્યાના 31 મિનિટ સુધી રહેશે. આ સમયે લોકો હોળિકા દહનની પૂજા કરી શકશે. હોળિકા દહન માટે એક કલાકનો સમય તમને મળી રહેશે. ત્યારબાદ શુક્રવારના રોજ તમે આનંદથી ધૂળેટી રમી શકશો.

    આ પણ વાંચો - આ લોકોએ ભૂલથી પણ ના કરવા પ્રગટાવેલી હોળીના દર્શન, નહિં તો…

    હોળિકાની રાખના ઉપાયો

    હોળિકા દહન પછી બચેલી રાખને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. હોળિકાની આ રાખથી તમે તમારી અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો. જો તમારા ઘરમાં બહુ લડાઇ ઝઘડા થાય છે અને સાથે ઘર નેગેટિવ ઉર્જાથી ભરાઇ ગયું છે. તો તમે હોળિકાની રાખને એક પોટલીમાં બાંધી લો. અને ઘરમાં એક જગ્યા પર મુકી દો. આમ કરવાથી તમારા ઘરમાં રહેલો કંકાશ દૂર થાય છે અને સાથે તમારા ઘરમાં પોઝિટિવિટી આવે છે. આ રાખને તમારે સાચવીને મુકી રાખવી ખૂબ જરૂરી છે. આ સાથે જ ઘરમાં રાખેલી આ રાખ તમને સફળતાના દ્રાર પર લઇ જાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dharam, Holi 2022, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन