Home /News /dharm-bhakti /Holashtak 2022: આજથી શરૂ થઈ રહી છે હોળાષ્ટક, જાણો તેની પાછળની આ પૌરાણિક કથા

Holashtak 2022: આજથી શરૂ થઈ રહી છે હોળાષ્ટક, જાણો તેની પાછળની આ પૌરાણિક કથા

હોળાષ્ટકનું મહત્વ

Holashtak 2022 Katha: હોળાષ્ટક 10 માર્ચ, ગુરુવારથી શરૂ થઈ રહ્યું છે. હોળાષ્ટક 17 માર્ચના હોલિકા દહન (Holika Dahan) સુધી રહેશે. શા માટે હોલાષ્ટક અશુભ માનવામાં આવે છે ? તેનાથી સંબંધિત બે કથાઓ છે, તો ચાલો જાણીએ આ બન્ને વાર્તાઓ

  Holashtak 2022 Katha: હોળાષ્ટક 10 માર્ચ, ગુરુવારથી શરૂ થઈ રહ્યું છે (Holashtak 2022). હોળાષ્ટક 17 માર્ચના હોલિકા દહન (Holika Dahan) સુધી રહેશે. હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ દિવસોમાં લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, નામકરણ વિધિ, મકાન અને વાહનની ખરીદી, નવી નોકરી, નવો ધંધો વગેરે ટાળવામાં આવે છે. હોળાષ્ટકનો સમય અપશુકન અને અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ગ્રહો પણ જ્વલંત રહે છે. હોળાષ્ટક શા માટે અશુભ છે તેને લગતી બે વાર્તાઓ (Holashtak Katha) છે, જેને વાંચીને તમે તેના વિશે જાણી શકો છો. ચાલો જાણીએ હોલાષ્ટક વિશેની વાર્તા....

  1. કામદેવની વાર્તા

  દેવતાઓની વિનંતી પર, કામદેવે (Kamdev) ભગવાન શિવ (Lord Shiv) ને તેમની તપસ્યાથી વિચલિત કરવા માટે પુષ્પ બાણથી પ્રહાર કર્યો. કામદેવના પુષ્પ બાણથી કોઈ ઘાયલ નથી થતાં, તેનામાં પ્રેમ અને કામનોના પ્રવાહ વહે છે. કામદેવના આ પ્રયાસથી મહાદેવનું ધ્યાન ભંગ, પરંતુ કામદેવને તેમના પ્રચંડ ક્રોધનો ભાગ બનવું પડ્યું હતું.

  ભગવાન શિવે પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ કર્યા. કહેવાય છે કે તે દિવસે ફાગણ શુક્લ અષ્ટમી તિથિ હતી. તે દિવસથી કામદેવ સુન્ન થઈ ગયા. તેમની પત્ની, દેવી રતિની વિનંતી પર, ભગવાન શિવે તેમને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના પુત્રના રૂપમાં ફરીથી શરીર મેળવવાનું વરદાન આપ્યું. ત્યાં સુધી, કામદેવ બ્રહ્માંડમાં એક લાગણી તરીકે વ્યાપી રહ્યા હતા.ફાગણ શુક્લ અષ્ટમીના દિવસે કામદેવના દહનને કારણે આ દિવસ અશુભ માનવામાં આવતો હતો.

  2. ભક્ત પ્રહલાદની વાર્તા (Story of Bhakt Prahlad)

  રાજા હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ (Bhakt Prahlad) ભગવાન વિષ્ણુ (Lord Vishnu) નો વિશિષ્ટ ભક્ત હતો. તેના પિતાને આ વાત પસંદ ન હતી. હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુને વિરોધી અને પોતાને ભગવાન માનતા હતા. તેમણે કહ્યું હતું કે તેમના રાજ્યમાં ફક્ત તેમની જ પૂજા થશે, અન્ય કોઈની પૂજા કરવી એ અપરાધ ગણાશે.

  તેમના આદેશને તેમના પુત્ર પ્રહલાદ દ્વારા પડકારવામાં આવી રહ્યો હતો. તેણે પ્રહલાદને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વારંવાર મનાઈ કરી, પરંતુ પ્રહલાદ શ્રીહરિની ભક્તિમાં વધુને વધુ લીન થતો ગયો. પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિને કારણે હિરણ્યકશિપુના મનમાં અસુરક્ષા અને ઘમંડ વસી ગયો.

  ફાગણ શુક્લ અષ્ટમીની તિથીએ, તેણે ભક્ત પ્રહલાદને ઘણી રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું, જેથી તે વિષ્ણુ ભક્તિથી દૂર થઈ જાય. પણ તેની ભક્તિ વધુ પ્રબળ બની. ભક્ત પ્રહલાદને ક્યારેક પર્વત પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો, તો ક્યારેક હાથીના પગથી કચડાઈને તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ વિષ્ણુની કૃપાથી તે દરેક વખતે બચી ગયો.

  આખરે હિરણ્યકશિપુએ તેની બહેન હોલીકા (Holika) સાથે મળીને ફાગણ પૂર્ણિમાના દિવસે પ્રહલાદને મારવાનું કાવતરું ઘડ્યું. પરંતુ વિષ્ણુની કૃપાથી ભક્ત પ્રહલાદનો બચાવ થયો અને હોલિકા અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. તે પછી ભગવાન વિષ્ણુએ નરસિંહ (Lord Narsimha) તરીકે અવતાર લીધો અને હિરણ્યકશિપુનો વધ કર્યો અને ભક્ત પ્રહલાદનો જીવ બચાવ્યો.

  ભક્ત પ્રહલાદને ફાગણ શુક્લ અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધી વિવિધ પ્રકારની યાતનાઓ આપવામાં આવી હતી, જેના કારણે હોળીના 8 દિવસ પહેલાના દિવસોને હોલાષ્ટક કહેવામાં આવે છે. આ 8 દિવસ અશુભ માનવામાં આવે છે.

  આ પણ વાંચોAaj nu Rashifal, 10 March 2022: મેષ રાશિના જાતકો માટે ધંધામાં જોખમ લેવું ફાયદાકારક, જાણો આપનું રાશિફળ

  નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય લોક માન્યતાઓ પર આધારિત છે. Gujarati News 18 આની પુષ્ટિ કરતું નથી.
  Published by:kiran mehta
  First published:

  Tags: Happy Holi, Holi celebration, Holi festival, હોળી

  विज्ञापन
  विज्ञापन