Home /News /dharm-bhakti /Holashtak 2023: આ તારીખથી શરૂ થશે હોળાષ્ટક, ભૂલથી પણ ન કરશો આ કાર્યો
Holashtak 2023: આ તારીખથી શરૂ થશે હોળાષ્ટક, ભૂલથી પણ ન કરશો આ કાર્યો
હોળાષ્ટક 2023
Holashtak 2023: હિન્દુ ધર્મમાં હોળીનું ખૂબ મહત્વ છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ શરૂ થાય છે. હોળીના તહેવારના બરાબર 8 દિવસ પહેલાથી હોળાષ્ટક ગણવામાં આવે છે, જેમાં કોઈપણ શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
હિન્દુ ધર્મમાં હોળી (Holi)નું ખૂબ મહત્વ છે અને આ તહેવાર ખૂબ જ ધામધૂમથી રંગો સાથે ઉજવવામાં આવે છે કેમ કે હોળી એ રંગોનો તહેવાર છે. જે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ શરૂ થાય છે અને ચૈત્ર મહિનાની પ્રતિપદાની બીજી તારીખે રંગોત્સવ રમવામાં આવે છે. હોળીના તહેવારના બરાબર 8 દિવસ પહેલાથી હોળાષ્ટક (Holashtak) ગણવામાં આવે છે, જેમાં કોઈપણ શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
હોળાષ્ટક ક્યારે સમાપ્ત થાય છે?
હોળાષ્ટક (Holashtak 2023) હોલિકા દહન સાથે સમાપ્ત થાય છે. પરંતુ માન્યતાઓ અનુસાર હોળાષ્ટક દરમિયાન કેટલાક કાર્યો ન કરવા જોઈએ. હોળાષ્ટકના સમય દરમ્યાન ખાસ કરીને શુભ કાર્યો કરવામાં આવતા નથી. આવું કરવું વર્જિત માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે હોળાષ્ટક ક્યારે શરૂ થઈ રહ્યું છે અને આ દરમિયાન કયા કાર્યો કરવાનુ ટાળવું જરૂરી છે.
હોળાષ્ટક ક્યારે શરૂ થશે?
હિન્દુ પંચાંગ મુજબ, આ વર્ષે હોળાષ્ટક 28 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 7 માર્ચ સુધી ચાલશે. હોલિકા દહન 7 માર્ચ, 2023ના રોજ થશે અને રંગોત્સવ 8 માર્ચે ઉજવવામાં આવશે. જેમ અમે તમને આગળ જણાવ્યું તેમ હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલા શરૂ થાય છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, એકવાર કામદેવે ભગવાન ભોલેનાથની તપસ્યાનો ભંગ કર્યો હતો. આનાથી ક્રોધિત થઈને ભોલેનાથે ફાગણ અષ્ટમીના દિવસે કામદેવને બાળીને રાખ કરી દીધા હતા. ત્યારે કામદેવની પત્ની રતિએ ભગવાન શિવની પૂજા કરી. આ પછી ભગવાન શિવે કામદેવને ફરી જીવન આપ્યું. કહેવાય છે કે ત્યારથી હોળાષ્ટક મનાવવાની પરંપરા ચાલી આવે છે. હોળાષ્ટક હોલિકા દહન સાથે સમાપ્ત થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર