બૌદ્ધ ધર્મ એક પ્રાચીન ભારતીય ધર્મ (Indian Religion) છે અને આજના સમયમાં દુનિયાના મુખ્ય ધર્મોમાંથી એક છે. (Image credit- iStock)
Buddhism: બૌદ્ધ ધર્મની સ્થાપના તથાગત ભગવાન બુદ્ધ (Lord Budhha)એ આશરે 2600 વર્ષ પહેલા કરી હતી. બુદ્ધનું જન્મ-મૃત્યુ ઇસ. પૂર્વ 536 – ઇસ. પૂર્વ 483 માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધના મૃત્યુ બાદ બુદ્ધના શરીરના અવશેષોને આઠ ભાગોમાં વહેંચીને તેના પર આઠ સ્તુપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
Buddhism: ભારતમાં જુદા જુદા ધર્મમાં માનનારા લોકો રહે છે. જેમાં બૌદ્ધ ધર્મના અનુયાયી પણ સામેલ છે. બૌદ્ધ ધર્મ એક પ્રાચીન ભારતીય ધર્મ (Indian Religion) છે અને આજના સમયમાં દુનિયાના મુખ્ય ધર્મોમાંથી એક છે. આ ભારતની શ્રમણ પરંપરામાંથી આવેલો ધર્મ અને દર્શન છે. બૌદ્ધ ધર્મ (Buddhism)ની સ્થાપના તથાગત ભગવાન બુદ્ધ (Lord Budhha)એ આશરે 2600 વર્ષ પહેલા કરી હતી. બુદ્ધની જન્મ-મૃત્યુ ઈસ પૂર્વ 536 – ઈસ પૂર્વ 483 માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મને માનનારા મોટાભાગના ચીન, જાપાન, કોરિયા, થાઈલેન્ડ, કંબોડિયા, શ્રીલંકા, નેપાલ, ભુટાન અને ભારત જેવા દેશોમાં રહે છે. આજે આપણે બૌદ્ધ ધર્મ વિશે અમુક મહત્વપૂર્ણ અને રોચક જાણકારી મેળવીએ.
1. બુદ્ધના જન્મ અને મૃત્યુને ‘536 BC - 483 BC’ ગણવામાં આવે છે. તાજેતરના સંશોધનો દર્શાવે છે કે બુદ્ધનો જન્મ આ વર્ષથી લગભગ એક સદી પહેલા થયો હતો. ‘ઇસ પૂર્વ 623 – ઇસ પૂર્વ 543’ ને બુદ્ધનો જીવનકાળ માનવામાં આવે છે.
2. ગૌતમ બુદ્ધના મૃત્યુ બાદ બુદ્ધના શરીરના અવશેષોને આઠ ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા અને તેના પર આઠ સ્તૂપ બનાવવામાં આવ્યા હતા.
3. બુદ્ધનું સાચું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું. ‘બુદ્ધ’ એક સન્માનજનક ઉપાધિ છે, તે કોઈ વ્યક્તિગત નામ નથી. તેનો અર્થ થાય ‘જાગૃત માણસ.’
4. બૌદ્ધ ધર્મમાં એક પણ કેન્દ્રીય ગ્રંથ નથી. બૌદ્ધ ધર્મના ઘણા ગ્રંથો છે, જેને કોઈ પણ વ્યક્તિ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન વાંચી શકતો નથી. બૌદ્ધ ગ્રંથોમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ ‘ત્રિપિટક’ ગણાય છે.
5. બુદ્ધનો જન્મ નેપાળના લુમ્બિનીમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે એક બગીચામાં થયો હતો.
6. બૌદ્ધ ધર્મમાં અન્ય ધાર્મિક પ્રથાઓની જેમ વ્યક્તિએ એક સર્જક, દેવ અથવા દેવતાઓમાં વિશ્વાસ કરવાની જરૂર નથી. બૌદ્ધ ધર્મ ત્રણ મૂળભૂત ખ્યાલોમાં માને છે- 1) કંઈ પણ કાયમી નથી. 2) બધી ક્રિયાઓનાં પરિણામો હોય છે. 3) તેને બદલવું શક્ય છે.
7. સત્તાવાર રીતે વિશ્વના છ દેશો બૌદ્ધ રાષ્ટ્રો છે. ભૂટાન, કંબોડિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, લાઓસ અને મ્યાનમાર. તો બીજી તરફ મંગોલિયા, કાલ્મિકિયા અને ચીન વિશ્વના એવા દેશો છે જે સત્તાવાર રીતે બૌદ્ધ રાષ્ટ્રો નથી, પરંતુ બૌદ્ધ ધર્મને સમર્થન આપે છે. અને તેનો પ્રચાર કરે છે.
8. વૈજ્ઞાનિકોએ જ્યારે બૌદ્ધ સાધુઓના મસ્તિષ્કનો અભ્યાસ કર્યો ત્યારે તેઓએ જોયું કે ધ્યાનથી સાધુઓના મગજના તરંગો એવી રીતે બદલાય છે કે ખુશી અને સ્થિતિસ્થાપકતાની લાગણી અનેક ગણી વધી ગઈ.
9. બુદ્ધની પ્રથમ પ્રતિમા મથુરા કલા હેઠળ બનાવવામાં આવી હતી. તો મોટાભાગની બુદ્ધ મૂર્તિઓ ગાંધાર શૈલી હેઠળ બનાવવામાં આવી હતી.
10. વિશ્વનો પ્રથમ ધર્મ હોવા ઉપરાંત બૌદ્ધ ધર્મ એ પ્રથમ પ્રચારક ધર્મ પણ હતો જે સમગ્ર વિશ્વમાં તેના મૂળ સ્થાનથી દૂર દૂર સુધી ફેલાયો હતો.
(Disclaimer: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી news18 તેની પુષ્ટિ નથી કરતું. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરવો.)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર