Home /News /dharm-bhakti /ચાંપાનેરના રાજાએ મહાકાળી માતાનો પાલવ પકડ્યોને ભવાની ગુસ્સે થયા, તેમણે શ્રાપ આપ્યો કે...

ચાંપાનેરના રાજાએ મહાકાળી માતાનો પાલવ પકડ્યોને ભવાની ગુસ્સે થયા, તેમણે શ્રાપ આપ્યો કે...

મહાકાળી માતાની દંતકથા - ફાઇલ તસવીર

Pavagadh Mahakali Mata History: ચાંપાનેરમાં આસોની શારદીય નવરાત્રિમાં ગરબાનું આયોજન થાય છે. તેમાં પતઈ રાજાની મહારાણીઓ સાથે ભગવતી મહાકાળી પણ મનુષ્ય દેહ ધારણ કરીને ગરબે ઘૂમવા માટે આવે છે. રાજા મોહિત થઈને તેમનો પાલવ પકડી લે છે અને મહાકાળી મા શ્રાપ આપતા કહે છે કે...

વધુ જુઓ ...
    ધાર્મિક ડેસ્કઃ ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલથી તેર કિલોમીટર દૂર પાવાગઢ યાત્રાધામ આવેલું છે. ત્યાં ભગવતી મહાકાળી હાજરાહજૂર બિરાજમાન છે. આ સ્થળને ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગણવામાં આવે છે. અહીં ભગવતી સતીની જમણા પગની ટચલી આંગળી પડી હોવાની માન્યતા છે.

    મહાકાળી માતા ગરબે ઘૂમ્યા આવ્યા


    આ ઉપરાંત પાવાગઢ સાથે અન્ય એક દંતકથા પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે, એકવાર મા મહાકાળી મનુષ્યદેહ ધારણ કરીને આસો મહિનામાં આવતી શારદીય નવરાત્રિમાં ગરબા રમવા માટે પાવાગઢ આવ્યા હતા. તે સમયે ચાંપાનેર રાજ્યના રાજા પતઈ હતી. તેમની મહારાણીઓ ગરબે ઘૂમતી હતી. તેની સાથે મહાકાળી માતા પણ ગરબે ઘૂમવા લાગ્યા. માતાજીને જોઈને પતઈ રાજા તેમના રૂપ પર મોહિત થઈ ગયા હતા.

    આ પણ વાંચોઃ 500 વર્ષ બાદ પાવાગઢ મહાકાળી મંદિરે રચાયો ઇતિહાસ, જુઓ તસવીરો

    રાજાએ માતાજીનો પાલવ પકડ્યો


    પતઈ રાજા ભાન ભૂલીને મહાકાળી માતાનો પાલવ પકડી લે છે. તે જોઈને મહાકાળી માતા ગુસ્સે ભરાઈ જાય છે અને શ્રાપ આપે છે કે, ‘તારા રાજ્યનો વિનાશ થશે.’ ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ મોહમ્મદ બેગડો ચાંપાનેર પર ચડાઈ કરે છે અને પતઈ રાજાને હરાવીને રાજ્ય પર આધિપત્ય સ્થાપે છે.

    આ પણ વાંચોઃ પાવાગઢ આવો તો આ જળધોધની મુલાકાત લેવાનું ચૂકતા નહીં


    દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શને આવે છે


    હાલ, પાવાગઢમાં મહાકાળી માતાજીનું શિખરબદ્ધ ભવ્ય મંદિર આવેલું છે. અહીં માતાજીના મુખની પૂજા કરવામાં આવે છે. તેમાંથી ભગવતી મહાકાળીની માત્ર આંખો જ દૃશ્યમાન થાય છે. અહીં નવરાત્રિના સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટી પડે છે. દેશ-વિદેશથી માતાજીના દર્શને અહીં લાખો શ્રદ્ધાળુઓ આવે છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Dharm Bhakti, Interesting Story, Mahakali Mata, Pavagadh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन