Home /News /dharm-bhakti /ભૂલથી પણ આ બે દિશામાં મુખ રાખી ન કરતા ભોજન, જાણી લો શું કહે છે શાસ્ત્રો

ભૂલથી પણ આ બે દિશામાં મુખ રાખી ન કરતા ભોજન, જાણી લો શું કહે છે શાસ્ત્રો

ભોજનના નિયમો

Hindu shastra: હિંદુ શાસ્ત્રોમાં પણ ભોજનના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર ભોજન હંમેશા પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને લેવું જોઈએ. પશ્ચિમ અને દક્ષિણ તરફ મુખ રાખીને ભોજન કરવું રાક્ષસી માનવામાં આવે છે.

  હિન્દૂ શાસ્ત્રમાં પૂજા-પાઠ ઉપરાંત દૈનિક જીવન જીવવાની વિધિનો પણ ઉલ્લેખ છે. એમાં ભોજન કરવાના નિયમ પણ સામેલ છે, જે મહાભારત, વિષ્ણુ પુરાણ, વામન પુરાણ અથવા સ્કંદ પુરાણ, વરિષ્ઠ થવા પરાશર સ્મૃતિ સહિત ઘણા ગ્રંથોમાં જણાવવામાં આવ્યા છે. એમાંથી આજે અમે તમને ભોજનની દિશાના નિયમ જણાવી રહ્યા છે, જેનું પાલન નહિ કરવા પર ભોજન પ્રેત અથવા રાક્ષસી હોવાનું માનવામાં આવે છે.

  ભોજન કરવાની યોગ્ય દિશા

  પંડિત રામચંદ્ર જોશી અનુસાર, ભોજન કરતી સમયે દિશાનું ધ્યાન રાખવું જોઈએ. ભોજન હાથ-પગ ધોયા પછી હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું રાખી ભોજન કરવું જોઈએ. આ સબંધમાં વિષ્ણુ પુરાણમાં 'પ્રદમુખોદદમુખો વાપી' તેમજ વરિષ્ઠ સ્મૃતિમાં ''પ્રદમુખન્નાનિ ભૂંજીત'નો ઉલ્લેખ છે, જેનો અર્થ એ જ છે કે ભોજન હંમેશા પૂર્વ તેમજ ઉત્તર તરફ મોં કરી કરવું જોઈએ.

  દક્ષિણ અને પશ્ચિમમાં નિષેધ

  પંડિત જોશીના મતે દક્ષિણ અને પશ્ચિમ તરફ મુખ રાખીને ભોજન ક્યારેય ન લેવું જોઈએ. આ સંદર્ભે વામન પુરાણ કહે છે કે-
  'ભુંજિત નૈવેહ ચ દક્ષિણામુખો ન ચા પ્રતિચ્યામ્ભિભોજનિયમ.. એટલે કે દક્ષિણ તરફ મુખ રાખીને ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી તેમાં રાક્ષસી પ્રભાવ આવે છે. તેવી જ રીતે પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ભોજન કરવું રોગને આમંત્રણ આપનારું માનવામાં આવે છે.

  આ પણ વાંચો:  શાસ્ત્રોમાં જણાવાયા છે શૌચ અને દાંત સાફ કરવાના પણ નિયમો, જાણો યોગ્ય રીત

  મહાભારતમાં લખ્યું છે-

  યદ્ વેષ્ટિતાશિરા ભુક્તે યદ ભુક્તે દક્ષિણામુખઃ । સૌપનતકશ્ચ યદ ભુન્ક્તે તદ વા રક્ષાંસિ ભુંજતે..
  એટલે કે જે વ્યક્તિ પોતાના માથા પર કપડું વીંટાળીને, દક્ષિણ તરફ મુખ કરીને અને પગરખાં પહેરીને ભોજન કરે છે, તેનો બધો ખોરાક રાક્ષસી ગણવો જોઈએ.

  તેવી જ રીતે સ્કંદ પુરાણ મુજબ-

  યો વેષ્ટિતશિરા ભુન્ક્તે પ્રેતા ભુજન્તિ નિત્યશઃ..
  એટલે કે જે વ્યક્તિ પગ ધોયા વિના ભોજન કરે છે, દક્ષિણ તરફ મુખ કરે છે અને માથા પર કપડું વીંટાળે છે, તેનું ભોજન હંમેશા ભૂત-પ્રેત ખાય છે.

  ધન અને ઉંમરમાં લાભ 

  પંડિત જોશીના મતે પૂર્વ અને ઉત્તર તરફ મુખ રાખીને ભોજન કરવાથી વ્યક્તિના આયુષ્ય અને ધનનો લાભ થાય છે. આ સંબંધમાં પદ્મપુરાણમાં લખ્યું છે કે-

  આ પણ વાંચો: Vastu Tips: ભૂલથી પણ ન રાખતા ડાઇનિંગ ટેબલ પર આવા વાસણ, માનવામાં આવે છે અશુભ..  પ્રાચ્યં નરો લભેદ્યુમ્ય પ્રીતમુષ્ણુતે । વરુણે ચ ભવેદરોગી આયુર્વિત્તમ તથોત્તરે..

  એટલે કે પૂર્વ તરફ મુખ રાખીને ખાવાથી વ્યક્તિની ઉંમર વધે છે. દક્ષિણ તરફ મુખ રાખીને ભોજન કરવાથી તમને દુષ્ટ આત્માઓ મળે છે. પશ્ચિમ તરફ મુખ રાખીને ભોજન કરવાથી વ્યક્તિ બીમાર પડે છે અને ઉત્તર તરફ મુખ રાખીને ભોજન કરવાથી દીર્ઘાયુ અને ધન પ્રાપ્ત થાય છે.
  Published by:Damini Patel
  First published:

  Tags: Dharm Bhakti, Hindu dharm, Vastu shastra

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन