Home /News /dharm-bhakti /

Hindu Marriage Rituals: દુલ્હન ઘરમાં પ્રવેશ કરતી વખતે પગથી ચોખાનો કળશ શા માટે ઢોળે છે?

Hindu Marriage Rituals: દુલ્હન ઘરમાં પ્રવેશ કરતી વખતે પગથી ચોખાનો કળશ શા માટે ઢોળે છે?

ચોખાથી ભરેલા કળશને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. (Image credit- Thinkstock)

Hindu Marriage Rituals: વહુ ઘરમાં પ્રવેશ કરે એ દરમિયાન ઘણી જગ્યાએ ચોખાથી ભરેલો કળશ રાખવામાં આવે છે, જેને દુલ્હન પોતાના જમણાં પગથી સ્પર્શીને ઢોળે છે. આવો જાણીએ આ રિવાજનું શું મહત્વ છે.

    Hindu Marriage Rituals: હિંદુ ધર્મમાં લગ્નના અનેક રિવાજ છે અને તે દરેકનું આગવું મહત્વ છે. જેમાંથી એક રિવાજ દુલ્હનના ઘરમાં પ્રવેશ કરતી વખતે કળશ ઢોળવાનો છે. વહુનું સાસરી ગૃહમાં પ્રવેશ કરતી વખતે કળશને ઢોળવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. ગૃહ પ્રવેશ લગ્ન બાદની રીતિઓનું એક  અભિન્ન અંગ છે. જ્યાં વિદાયની ઘડી દુલ્હન માટે ખૂબ ભાવુક અને તણાવપૂર્ણ હોય છે, તો બીજી તરફ આ રિવાજ તેના તણાવને ઓછો કરવાનું કામ કરે છે. આ વિધિ મોટાભાગે વરની માતા દ્વારા કરવામાં આવે છે. ગૃહ પ્રવેશની વિધિ દર્શાવે છે કે વરના પરિવારના લોકોએ દિલથી દુલ્હનનું સ્વાગત કર્યું છે અને તેનો પોતાના પરિવારના સભ્ય તરીકે સ્વીકાર કર્યો છે.

    ગૃહ પ્રવેશની વિધિ વિવિધ પ્રદેશોમાં જુદી-જુદી રીતે અને જુદા-જુદા નામો સાથે કરવામાં આવે છે. ગૃહ પ્રવેશ દરમિયાન વર પક્ષના ઘરની મહિલાઓ પ્રવેશ દ્વાર પર ઊભી રહે છે. પછી સાસુ દીકરા-વહુની આરતી ઉતારે છે અને તેમને તિલક લગાવે છે. ત્યારબાદ વર-વધૂ વડીલોના આશીર્વાદ લે છે. આ રીતે વહુ ઘર-પરિવારનો ભાગ બની જાય છે.

    આ પણ વાંચો: ઘરની લક્ષ્મી સાબિત થાય છે આ નામની છોકરીઓ, બને છે 'બીવી નંબર 1'

    વહુ ઘરમાં પ્રવેશ કરે એ દરમિયાન ઘણી જગ્યાએ ચોખાથી ભરેલો કળશ રાખવામાં આવે છે, જેને દુલ્હન પોતાના જમણાં પગથી સ્પર્શીને ઢોળે છે. પછી જમણાં પગનો ઉપયોગ કરીને ઘરમાં પ્રવેશ કરે છે. ઘણી જગ્યાએ દુલ્હનને કંકુ યુક્ત પાણીમાં પગ બોળવા માટે પણ કહેવામાં આવે છે. આ લાલ પગના નિશાન વહુ દ્વારા સૌભાગ્ય લાવવાનું સૂચન કરે છે. આ રિવાજ એ વાતને દર્શાવે છે કે ઘરમાં ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીએ પ્રવેશ કર્યો છે.

    આ પણ વાંચો: આ 6 રાશિવાળા જાતકો હોય છે પોતાના પાર્ટનર પ્રત્યે વફાદાર

    કળશ ચોખાની વિધિનું મહત્વ

    હિંદુ રીતિ-રિવાજોમાં લગભગ દરેક પૂજા પાઠમાં કળશનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર અથવા પૂજા યંત્ર છે. તો, ચોખાને પણ હિંદુ પરંપરામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો ઉપયોગ દરેક પૂજામાં થાય છે. તેથી, ચોખાથી ભરેલા કળશને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે જે કન્યા ઘરે લઈને આવે છે. જ્યારે કન્યા ઘરની અંદર ચોખાના કળશને ધક્કો આપે છે તો તેને ઘરની અંદર સમૃદ્ધિ, ધન અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, Marriage, Rituals, ધર્મભક્તિ

    આગામી સમાચાર