Home /News /dharm-bhakti /હિન્દૂ ધર્મમાં દુલ્હા-દુલ્હન માટે લગ્ન પહેલાની આ 5 વિધિઓ હોય છે ખૂબ ખાસ, જાણો શા માટે?
હિન્દૂ ધર્મમાં દુલ્હા-દુલ્હન માટે લગ્ન પહેલાની આ 5 વિધિઓ હોય છે ખૂબ ખાસ, જાણો શા માટે?
દુલ્હા-દુલ્હન માટે લગ્ન પહેલાની આ વિધિઓ હોય છે ખૂબ ખાસ
Hindu marriage rituals: ભારતીય લગ્નો તેમના રિવાજો માટે જાણીતા છે. દેશ-વિદેશમાં હિંદુ લગ્ન સંબંધિત વિધિઓને પસંદ કરવામાં આવે છે. પરંતુ લગ્ન જ નહી પરંતુ લગ્ન પહેલા પણ કેટલીક એવી ધાર્મિક વિધિઓ હોય છે જેનું વિશેષ મહત્વ હોય છે.
હિંદુ ધર્મમાં લગ્ન (Marriage in Hindu Religion)નો અર્થ માત્ર નવો સંબંધ શરૂ કરવાનો નથી. હિન્દુ લગ્નોમાં લગ્ન સાથે જોડાયેલા ઘણા નીતિ નિયમો (Rules in Hindu Marriage) છે, જે આ સંબંધને પવિત્ર અને ખાસ બનાવે છે. લગ્ન દરમિયાન વર-વધૂ સાત જન્મની ગાંઠને પરંપરાગત રીત-રિવાજો અને પવિત્ર મંત્રોથી બાંધે છે. બધા ધર્મોને લગતા લગ્નના જુદા જુદા નિયમો અને વિધિઓ હોય છે. પરંતુ કેટલાક નિયમો અને પરંપરાઓ છે જે સામાન્ય રીતે હિન્દુ ધર્મના તમામ લગ્નમાં થાય છે. આ વિધિઓ લગ્ન પહેલા કરવામાં આવે છે. દુલ્હા અને દુલ્હન બંને માટે આ વિધિઓ ખૂબ ખાસ (pre wedding rituals special for bride and groom) માનવામાં આવે છે.
તિલક
લગ્ન પહેલા તિલક વિધિ ખાસ કરવામાં આવે છે. આ લગ્નની પહેલી અને સૌથી મહત્વની વિધિ છે, જે લગ્નના થોડા દિવસો પહેલા થાય છે. તિલક વિધિમાં કન્યાના પિતા કે ભાઈ વરરાજાના કપાળ પર તિલક કરે છે અને તેને ભેટમાં પૈસા, નવા કપડા, ફળ, બદામ અને મીઠાઈ આપવામાં આવે છે. તિલક વિધિ બાદ લગ્નની અન્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.
ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય કહેવામાં આવે છે. કારણ કે દરેક શુભ અને મંગલ કાર્યમાં પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. લગ્નની વિધિ શરૂ કરતા પહેલા જ વર-વધૂ બંનેના ઘરમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી લગ્નની વિધિઓમાં બાધાઓ આવતી નથી અને બાપ્પાની કૃપાથી, ધાર્મિક વિધિઓ નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય છે.
મહેંદી
લગ્નમાં મહેંદી સેરેમની પણ રાખવામાં આવે છે. આ દિવસે કન્યાના હાથમાં તેના ભાવિ પતિના નામની મહેંદી લગાવવામાં આવે છે. સાથે જ વરરાજા પણ આ દિવસે પોતાના હાથમાં મહેંદી લગાવે છે. તેથી, આ વિધિ વર-વધૂ માટે સૌથી ખાસ અને યાદગાર ક્ષણોમાંની એક છે.
માત્ર વર-વધૂ જ નહીં, પરંતુ લગ્ન પહેલા સંગીત સેરેમનીમાં પરિવાર અને મહેમાનો બધા ખૂબ એન્જોય કરે છે. આ વિધિમાં લગ્નની તૈયારીઓમાં તણાવથી લોકો હળવાશ અનુભવે છે. પહેલાના સમયમાં સંગીત ફંક્શનમાં ઢોલક વગેરે પર બન્ના બન્નીના ગીતો ગાવામાં આવતા હતા અને મહિલાઓ વરપક્ષ કે કન્યા પક્ષ માટે એકઠી થઈને ગીતો ગાતી હતી. પરંતુ આજકાલ ગ્રાન્ડ મેરેજ ફંકશનમાં ડીજે અને ધમાકેદાર મ્યુઝિક ફંકશનની લોકપ્રિયતા નોંધપાત્ર રીતે વધી રહી છે.
પીઠી (હલ્દી)
લગ્ન પહેલા હલ્દી સેરેમની કરવા પાછળ એવી માન્યતા છે કે તેનાથી વર-વધૂનો ચહેરો ખીલી ઉઠે છે. સાથે જ ધાર્મિક દ્રષ્ટિથી હળદરને શુભ માનવામાં આવે છે. તેથી જ લગ્ન જેવા શુભ કાર્યો દરમિયાન પીઠીની વિધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર