Home /News /dharm-bhakti /માન્યતા : પંચકમાં મૃત્યુ થાય તો પાંચ લોકોના જાય છે જીવ, રાવણનું પણ આ જ કાળમાં થયું હતું મોત
માન્યતા : પંચકમાં મૃત્યુ થાય તો પાંચ લોકોના જાય છે જીવ, રાવણનું પણ આ જ કાળમાં થયું હતું મોત
રાવણનું પણ પંચક કાળમાં થયું હતું મોત
Mythology: પંચક કાળમાં મોત ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પંચકમાં મોતથી વધુ ચાર લોકોના મોત થવાની માન્યતા છે. કહેવામાં આવે છે કે રાવણનું મોત પણ પંચક કાળમાં થયું હતું.
Hindu Dharma Mythology: દશેરાનો પર્વ તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો. તેને રાવણના વધની સાથે સાથે રામના વિજય દિવસ રૂપે પણ ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રાવણનું મોત પંચક કાળમાં થયું હતું. જેને સૌથી અશુભ સમય માનવામાં આવે છે.
માન્યતા છે કે આ કાળમાં મોત થવાથી પરિવાર અથવા કુળના ચાર અન્ય લોકોના પણ 5થી 7 દિવસની અંદર મોત થવાની આશંકા વધી જાય છે. ચાલો આજે અમે તમને આ જ પંચક કાળ વિશે જણાવીએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 5 નક્ષત્રોના કાળનો સમયગાળો પંચક માનવામાં આવે છે. પંચકમાં રેવતી નક્ષત્ર, ઉત્તરા ભાદ્રપદ, પૂર્વા ભાદ્રપદ, શતભિષા આ ચાર કાળ હોય છે. આ ચાર કાળોમાં ચંદ્રગ્રહણના તૃતીય નક્ષત્રના ભ્રમણને પંચક કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે પંચક કાળમાં થતાં અશુભ કાર્યનું 5 દિવસની અંદર જ 5 વાર પુનરાવર્તન થાય છે.
આ કાર્ય મનાય છે અશુભ
પંચક કાળમાં ઘણા કાર્યો અશુભ માનવામાં આવે છે. તેમાંથી સૌથી મોટા પાંચ કાર્ય છે ઘરની છત બનાવવી, દક્ષિણ ક્ષેત્રની યાત્રા કરવી, લાકડાનો સામાન ખરીદવો, પલંગનું સમારકામ કરાવવું અથવા પલંગ મુકવો અને શબના અંતિમ સંસ્કાર કરવા.
પંચક કાળ દરમિયાન દરેક વારનો અલગ અલગ પ્રભાવ પડે છે. તે લગભગ નક્કી છે કે પંચક કાળમાં અશુભ પ્રભાવ જ જોવા મળે છે. પરંતુ ગ્રહ ગોચર અને ગ્રહોની સ્થિતિ સાથે તે પ્રભાવ વધુ કે ઓછો થાય છે. રવિવારથી લઇને શનિવાર સુધી 7 દિવસ અલગ અલગ પંચક કાળ બને છે. આ પંચકમાં બુધવાર અને ગુરુવારના પંચક દોષમુક્ત કહેવામાં આવે છે.
ઘાસના પૂતળાના કરાય છે અંતિમ સંસ્કાર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પંચક કાળમાં કોઇનું મૃત્યુ થાય તો તેના શબના અંતિમ સંસ્કાર કરવાની સાથે જ ઘાસનું એક પૂતળુ બનાવીને તે જ સમયે અંતિમ સંસ્કાર કરવાનું વિધાન છે. જેથી પંચકના અશુભ ફળોને ટાળી શકાય.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર