Home /News /dharm-bhakti /Hindu Dharm: પૂજા સમયે અગરબત્તી કરવાથી થાય છે ઘણા લાભ, પરંતુ આ વાતોનું રાખો ખાસ ધ્યાન

Hindu Dharm: પૂજા સમયે અગરબત્તી કરવાથી થાય છે ઘણા લાભ, પરંતુ આ વાતોનું રાખો ખાસ ધ્યાન

અગરબત્તી કરવાના લાભ

Hindu Dharm Agarbatti importance: ભગવાનની પૂજાના સમયે અગરબત્તી કરવાથી અનેક લાભ થાય છે. અગરબત્તી કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. શાસ્ત્રો અનુસાર અગરબત્તી સાથે જોડાયેલી ઘણી વાતો જણાવવામાં આવી છે.

હિન્દૂ ધર્મમાં દેવી-દેવતાઓનું પૂજામાં વિવિધ સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે. ભગવાનની પૂજા-અર્ચનાના સમયે ધૂપ-અગરબત્તી, કપૂર, દિપક વગેરે કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે અગરબત્તી સળગાવી ભગવાનની પૂજા શરુ કરીએ છે. કહેવાય છે કે અગરબત્તી સળગાવવાથી પોઝિટિવ એનર્જીનો વાસ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહી છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં અગરબત્તીના વિશેષ નિયમ જણાવવામાં આવ્યા છે. પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ જણાવે છે કે ભગવાનની પૂજા દરમિયાન અગરબત્તી સળગાવતી સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

અગરબત્તી કરવાના ફાયદા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈ પણ દેવતાની પૂજા કરતી સમયે અગરબત્તી કરવી શુભ માનવામાં આવે છે. પૂજા કરતી સમયે મહેકથી ઘરનું વાતાવરણ શુદ્ધ થઇ જાય છે. અગરબત્તી કરવાથી ઘરમાં સકારત્મક ઉર્જાનો સંચાર થાય છે. અગરબત્તીની મહેકથી દેવતા પણ પ્રસન્ન થાય છે અને એમની કૃપા પણ બનેલી રહે છે.

અગરબત્તીને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, માટે અગરબત્તી પ્રગટાવવી શુભ હોય છે. અગરબત્તીમાંથી નીકળવા વાળો ધુમાડો હવામાં હાજર જજીવાણુ પણ નષ્ટ કરે છે, જે સ્વાથ્ય માટે પણ લાભકારક છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની દક્ષિણ દિશામાં અગરબત્તી કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થઇ જાય છે.

આ પણ વાંચો: Astrology: શા માટે લોખંડનું દાન કરવું માનવામાં આવે છે અશુભ? આ વસ્તુઓનું દાન પણ નિષેધ

વાંસની અગરબત્તી હોય છે અશુભ

ધાર્મિક શાસ્ત્રોમાં વાંસના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. લગ્ન જેવા પ્રસંગોમાં મંડપ બનાવવામાં પણ વાંસના લાકડાનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે, ધૂપની લાકડીઓ પણ વાંસના લાકડામાંથી બને છે, પરંતુ વાંસના લાકડામાંથી બનેલી અગરબત્તી સળગાવવી એ શુભ માનવામાં આવતું નથી.

આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં આ માછલી રાખવાથી થઈ જશો માલામાલ, જાણી લો કઈ દિશામાં રાખવું



હિંદુ શાસ્ત્રો અનુસાર વાંસના લાકડાને બાળવાથી સંતાનની વૃદ્ધિ થતી નથી. આના કારણે પિતૃદોષ ઉત્પન્ન થાય છે, જેના કારણે ઘરની કૃપા બંધ થઈ જાય છે, તેથી શાસ્ત્રોમાં વાંસના લાકડામાંથી બનેલી અગરબત્તી સળગાવવાની મનાઈ છે.
First published:

Tags: Dharm Bhakti, Hindu dharm, Puja

विज्ञापन