અમદાવાદ: કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી હિંડાળાનો પ્રારંભ

વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને શ્રી નિષ્કુળાનંદસ્વામીએ બાર બારણાંના હિંડોળમાં ઝુલાવ્યા હતા તેની સ્મૃતિમાં આ હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને શ્રી નિષ્કુળાનંદસ્વામીએ બાર બારણાંના હિંડોળમાં ઝુલાવ્યા હતા તેની સ્મૃતિમાં આ હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

  • Share this:
    સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આજથી હિંડોળાનો પ્રારંભ થયો અને જેની પૂર્ણાહુતિ તા. ૧૭ ઓગષ્ટ શ્રાવણ વદ - બીજના રોજ થશે. શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નવા નવા હિંડોળા શણગારવાનું આયોજન કરાયેલ છે. હિંડોળા દર્શન નિત્ય સાંજે - ૪ - ૦૦ થી ૮- ૪પ સુધી થશે.

    ભકતોને સંધ્યા આરતીના દર્શનનો લાભ સાંજે ૭ - ૧પ વાગે મળશે. આ એકમાસ દરમ્યાન કોઈ દિવસ સુગંધીમાન પુષ્પો, ફ્રુટ, સૂકોમેવો, મોતીના, આભલાંના, હીરના, કઠોળના, અગરબત્તી, મીણબત્તી, બાલપેન, બોલપેન, રાખડી, પવિત્રાં આદિ વિવિધ ભાત-ભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા. એવું સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું છે.

    હિંડોળા અંગેની માહિતી આપતા કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું  હતું કે, - હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જાડી ભક્તના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે. અયોધ્યામાં ઘણાં મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ તે ‘ઝુલા - ઉત્સવ’ તરીકે ઊજવાય છે. વૃંદાવનમાં પણ કલાત્મક હિંડોળાની રચનાઓ કરવામાં આવે છે.

    ગુજરાતમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઊજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા માટે હિંડોળામાં ભગવાનને ઝુલાવીને ઉત્સવ કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને શ્રી નિષ્કુળાનંદસ્વામીએ બાર બારણાંના હિંડોળમાં ઝુલાવ્યા હતા તેની સ્મૃતિમાં આ હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
    Published by:kiran mehta
    First published: