આ છે ભારતના 5 સૌથી પ્રાચીન મંદિરો જેની એક વાર મુલાકાત લેવા જેવી, જાણો શું છે ઈતિહાસ
આ છે ભારતના 5 સૌથી પ્રાચીન મંદિરો જેની એક વાર મુલાકાત લેવા જેવી, જાણો શું છે ઈતિહાસ
ભારતમાં સૌથી વધુ પ્રાચીન મંદરો આવેલા છે જોની મુલાકાત લેવી જોઈએ.
જો તમને ઈતિહાસ ખૂબ જ ગમે છે અને તમે કોઈ પણ ઐતિહાસિક સ્થળની વારંવાર મુલાકાત લો છો, તો તમારે ચોક્કસપણે ભારતના સૌથી પ્રાચીન મંદિરોની પણ એકવાર મુલાકાત લેવી (most ancient temples of India) જોઈએ.
ધર્મ ડેસ્ક: ભારતમાં પ્રાચીન મંદિરો( Oldest Hindu temple in India)ની કોઈ કમી નથી. આ મંદિરોનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ (Historical and religious significance of temples)પણ ઘણું વધારે છે. કેટલાક મંદિરો એવા છે કે, તેમનું માળખું તેમની ઓળખ છે અને કેટલાક એવા છે કે તેમના વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે, જે સત્ય સાથે સંબંધિત છે. આજે અમે તમને આવા જ કેટલાક મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારે એકવાર આ મંદિરોની મુલાકાત (Visiting temples) લેવી જોઈએ.
કોર્ણાક સૂર્યમંદિર, ઓડિસા
13મી સદીમાં તૈયાર થયેલું આ મંદિર સૂર્ય ભગવાનનું છે , કોર્ણાક સૂર્ય મંદિર એક અનોખી અજાયબી છે. કલિંગ સ્થાપત્ય શૈલીમાં બનેલું આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું છે, જ્યાં સૂર્ય ભગવાન 24 પૈડાવાળા રથ પર બિરાજમાન છે. સ્મારક મંદિર સંકુલમાં પણ અલૌકિક બનાવવામાં આવ્યું છે જે વર્ષમાં બદલાતી વસ્તુઓ અને મહિનાઓ દર્શાવે છે. તે ઓડિશાના સૌથી મહત્વપૂર્ણ પ્રાચીન સ્થળોમાંનું એક છે.
કૈલાશ મંદિર મહારાષ્ટ્ર
ભારતના સૌથી રસપ્રદ અને આકર્ષક પ્રાચીન મંદિરોમાંનું એક મહારાષ્ટ્રના એલોરાનું કૈલાશ મંદિર છે. તે એક ખડક પરથી કોતરવામાં આવેલ મેગાલિથ છે, અને ઇતિહાસકારો માટે તે ખૂબ જ રસપ્રદ બાબત રહી છે. અહીં ઈલોરામાં ઘણી ગુફાઓ છે, અને કૈલાશ મંદિર ગુફા 16માં છે. તે 8મી સદીમાં બાંધવામાં આવ્યું હોવાનું કહેવાય છે, અને તે ચોક્કસપણે ભારતની શ્રેષ્ઠ અજાયબીઓમાંની એક છે.
માઉન્ટ આબુમાં સ્થિત દિલવાડા જૈન મંદિર જોવા માટે ખૂબ જ સુંદર છે. અહીં સૌથી જૂનું વિમલ વસહી મંદિર છે, જે વર્ષ 1032માં બનાવવામાં આવ્યું હતું. વિસ્તૃત છતનું કામ, અને અન્ય જટિલ આર્ટવર્ક ખુબ જ અદભૂત છે. આ મંદિરો 11મી અને 13મી સદીઓ વચ્ચે બનાવવામાં આવ્યા હતા. જૈન તીર્થંકરોને સમર્પિત પાંચ મુખ્ય મંદિરો છે.
શોર મંદિર, તમિલનાડું
મહાબલીપુરમમાંઆ ઉત્કૃષ્ટ મંદિર સંકુલ આવેલુ છે, જેને શોર ટેમ્પલ કહેવામાં આવે છે. 8 મી સદીમાં ગ્રેનાઇટથી બનેલા આ મંદિરો પલ્લવ વંશના નરસિંહવર્મન બીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. અહીંના બે મંદિરોમાંથી એક ભગવાન શિવનું છે, જ્યારે બીજું ભગવાન વિષ્ણુનું છે. મંદિર પરિસરમાં બનેલી કૃતિઓ ચોક્કસપણે મંત્રમુગ્ધ કરી દે તેવી છે.
આ મંદિર હમ્પી સમૂહનો એક ભાગ, વિરૂપાક્ષ મંદિર ભગવાન શિવનું છે. કહેવાય છે કે આ મંદિર 7 મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અવિરત કાર્યરત છે. આ મંદિરમાં જોરદાર કલાકૃતિઓ આવેલી છે અને મંદિરનો મુખ્ય માર્ગ પૂર્વ દિશામાં આવેલો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર