Home /News /dharm-bhakti /અમદાવાદ: મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય વેન્ટિલેટર પર, સંસ્થાના તમામ મંદિરોમાં પ્રાર્થના ધૂન

અમદાવાદ: મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય વેન્ટિલેટર પર, સંસ્થાના તમામ મંદિરોમાં પ્રાર્થના ધૂન

મણિનગર ગાદી સંસ્થાન મંદિર

સંતો અને ભક્તો દ્વારા પ્રાર્થના ધૂન બોલાવાની શરુ કરી દેવામાં આવી છે. સ્વામીજીની તબિયત હાલ ક્રિટિકલ છે

અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામી છેલ્લા દસ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. કોરોના સંક્રમિત હોવાને કારણે આચાર્ય દાસજી સ્વામીને ફેફસામાં તકલીફ થઈ રહી છે જેને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

સમાચાર મળતા જ તમામ ગાદી સંસ્થાનના સંતો અને ભક્તો દ્વારા પ્રાર્થના ધૂન બોલાવાની શરુ કરી દેવામાં આવી છે. સ્વામીજીની તબિયત હાલ ક્રિટિકલ છે જેથી સ્વામીજીની તબિયત સુધરે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે વિશ્વમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તમામ મંદિરોમાં ધૂન પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આચાર્ય પીપી સ્વામી ને 15 જૂન બાદ શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમની તબિયત ત્યારબાદ સ્થિર હતી પરંતુ અચાનક જ ફેફસામાં ઇન્ફેક્શન વધી જતા તમે મંગળવારે બપોરે વેન્ટિલેશન પર રાખવામાં આવ્યા હતા.

પી સ્વામી મહારાજ સિવાય મંદિરના ૧૧ જેટલા સંતોને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વામીનારાયણ મણિનગર ગાદી સંસ્થાને કવોરેન્ ટાઈન જાહેર કરવામાં આવ્યું હતું.
Published by:kiran mehta
First published:

Tags: Maninagar swaminarayan gadi sansthan, Swaminarayan Gadi Sansthan, Swaminarayan gadi sansthan maninagar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन