Home /News /dharm-bhakti /

Health Vastu Tips: સારા સ્વાસ્થ્ય માટે આ વાસ્તુ ટિપ્સ કરો ફોલો, ચોક્કસથી થશે ફાયદો

Health Vastu Tips: સારા સ્વાસ્થ્ય માટે આ વાસ્તુ ટિપ્સ કરો ફોલો, ચોક્કસથી થશે ફાયદો

આ વાસ્તુ ટિપ્સનો ઉપયોગ કરીને તમે તમારુ સ્વાસ્થ્ય રાખી શકો છે જોરદાર, (પ્રતિકાત્મક તસવીર)

કોવિડ-19 મહામારીના આ યુગમાં વ્યક્તિ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. દરેક વ્યક્તિએ વાતથી વાકેફ છે કે, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે. ફાસ્ટ પેસ લાઈફમાં જો તમને પૂછવામાં આવે કે તમે સ્વાસ્થ્ય માટે શું કરો છો?

Health Vastu Tips: કોવિડ-19 મહામારીના આ યુગમાં વ્યક્તિ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. દરેક વ્યક્તિએ વાતથી વાકેફ છે કે, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે. ફાસ્ટ પેસ લાઈફમાં જો તમને પૂછવામાં આવે કે તમે સ્વાસ્થ્ય માટે શું કરો છો? તો કદાચ ઘણા લોકો પાસે આનો કોઈ જવાબ નહીં હોય. આપણે આપણી દિનચર્યા અને કામમાં આપણા શરીરની ઉપેક્ષા કરીએ છીએ, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જો તમે તમારી દિનચર્યાની સાથે વાસ્તુ અને ફેંગશુઈના કેટલાક ઉપાયો અપનાવશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજના આર્ટિકલમાં અમે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.

સ્વસ્થ જીવન માટે વાસ્તુ ઉપાયો

  • જ્યારે તમે સવારે ઉઠો ત્યારે સૌ પ્રથમ પૃથ્વી માતાને નમન કરો. ત્યારપછી ઘરના બધા બારી-બારણા થોડીવાર માટે ખોલો. સૂર્યોદયના કિરણો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સાથે જ ઘરમાં રહેલા તમામ વાયરસ અને બેક્ટેરિયા નાશ પામે છે.

  • જો તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર અથવા દરવાજાની બહાર કોઈ ખાડો હોય તો તેને પૂરી દો. આ એક ગંભીર વાસ્તુ દોષ છે. આવુ હોવાથી ઘરના વડાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર પડે છે. યાદ રાખો કે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે સ્વચ્છતા જરૂરી છે.

  • નિયમિત રીતે ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ રાખીને યોગ અને ધ્યાન કરવાથી તમે માનસિક રીતે સ્વસ્થ રહેશો. તેનાથી માનસિક તણાવ દૂર થાય છે.

  • જો ઘરમાં લોકો વારંવાર બીમાર પડતા હોય તો તેમના સૂવાની દિશા પર ધ્યાન આપો. સૂતી વખતે પરિવારના દરેક સભ્યનું માથું દક્ષિણ દિશા તરફ અને પગ ઉત્તર દિશા તરફ હોવા જોઈએ.

  • ઉત્તર-પૂર્વ દિશામાં પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે, તણાવ ઓછો થાય છે અને આંતરિક શાંતિ મળે છે. જો તમે કોઈ જાપ કરો છો, તો તે આ દિશામાં મુખ રાખીને પણ કરી શકાય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

  • હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ બેડરૂમ દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખવુ જોઈએ. આ દિશા અગ્નિ કોણની માનવામાં આવે છે, અહીં અગ્નિની અસર રહે છે. આ દિશામાં સૂવાથી તેમનું બ્લડપ્રેશર વધી શકે છે.

  • ઘરમાં હળવા રંગોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે સારો છે. ફર્નિચર, પડદા, બેડશીટ, કુશન વગેરે માટે હળવા રંગો પસંદ કરવા જોઈએ. ઘરમાં ડાર્ક કલરનો ઉપયોગ કરવાનું ટાળો.

  • જો તમારા બેડરૂમમાં ભગવાનની તસવીર હોય તો તેને તરત જ હટાવી દો. બેડરૂમમાં ભૂલથી પણ ભગવાનની તસવીર કે મંદિર ક્યારેય ન રાખો.

  • જો કોઈ વ્યક્તિ ઘરે સારવાર લઈ રહી હોય, તો તેણે તેની દવા ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. ઝડપી રિકવરી માટે આ દિશામાં જગ્યા હોવી જોઈએ.

  • દરેક પૂર્ણિમાના દિવસે શિવ પરિવારની પૂજા કરો અને તમારા પરિવારને સ્વસ્થ બનાવવા માટે પ્રાર્થના કરો.

  • ઘરની દક્ષિણ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવો. જો ઘરનું મુખ દક્ષિણ તરફ હોય તો મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીનું ચિત્ર લગાવો.


 
Published by:kuldipsinh barot
First published:

Tags: 10 Health tips, Health Tips, Vastu tips

આગામી સમાચાર