Health tips: ડાયાબિટીસમાં રાહત આપવાથી લઈ વજન ઘટાડવામાં મદદરૂપ છે ચટપટી આમલી, અહીં જાણો તેના ફાયદા

પ્રતિકાત્મક તસવીર

Health Benefits Of Tamarind: આમલીમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ (Controlling blood sugar levels) કરવાની ક્ષમતા છે. આમલીના કારણે શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ શોષાતું નથી. પરિણામે ડાયાબિટીસના દર્દીઓએ આમલી ખાવી હિતાવહ છે.

  • Share this:
Amazing Health  : અત્યાર સુધી તમે ચટણી, ચાટ અથવા પાણીપુરીનો સ્વાદ (Panipuri test) વધારવા માટે આમલીનો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે, આમલી (Tamarind) માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય (Health) જાળવવા માટે પણ જાણીતી છે. આમલીમાં વિટામિન સી, ઈ અને બી ઉપરાંત કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. હેલ્થલાઈનના (healthline) મત મુજબ આમલીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક (Benefits) છે. તો ચાલો જાણીએ ખાટી મીઠી આમલી સ્વાસ્થ્યને (Sweet tamarind health) શું ફાયદો કરે છે?

1. ડાયાબીટીસને કંટ્રોલ કરે
આમલીમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાની ક્ષમતા છે. આમલીના કારણે શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ શોષાતું નથી. પરિણામે ડાયાબિટીસના દર્દીઓએ આમલી ખાવી હિતાવહ છે.

2. રોગપ્રતિકારક શક્તિ વધારે
આમલીમાં વિટામિન-સી જોવા મળે છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અસરકારક અને ઉપયોગી પોષકતત્વ માનવામાં આવે છે. આમલીના બીજમાં પોલિસૈકરાઇડ્ તત્વો જોવા મળે છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

3. વજન ઓછું કરવામાં મદદરૂપ
આમલીના પલ્પનો અર્ક સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. આમલીમાં રહેલા હાઇડ્રોસાયટ્રિક એસિડ શરીરમાં બનેલી ચરબીને ધીરે ધીરે ઘટાડીને ઓવરઈટિંગ અટકાવે છે.

4. લાલ રક્તકણ વધારે
આમલીમાં આયરન અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં તેમજ લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ-Lifestyle Tipsઆ પાંચ ઇન્ડોર પ્લાન્ટ તમારા ઘરની સુંદરતામાં લગાડી દેશે ચારચાંદ, લોકો કરશે વખાણ

5. હૃદય તંદુરસ્ત રાખે
હૃદયને તંદુરસ્ત રાખવામાં પણ આમલી મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં પ્લાન્ટ કોમ્પોનેન્ટ હોય છે. જેનાથી હૃદયને ઓક્સીડેટિવ ડેમેજ અને બીમારીથી રક્ષણ મળે છે.

આ પણ વાંચોઃ-healtp tips: તીખાતમતમતા ખોરાક કરતા બાફેલા ખોરાકને કરો તમારા ડાયટમાં સામેલ, શરીરને થશે ડબલ ફાયદો

6. મેગ્નેશિયમનું ભરપુર પ્રમાણ
આમલીમાં મેગ્નેશિયમ બહોળા પ્રમાણમાં મળી આવે છે. મેગ્નેશિયમ શરીરના 600 ફંક્શન પૂર્ણ કરવામાં મદદ કરે છે. તેના કારણે બ્લડ પ્રેશર અને ડાયાબીટીસમાં રાહત મળે છે.
Published by:ankit patel
First published: