Home /News /dharm-bhakti /

Indian Traditions: નમસ્તેથી મેડિટેશન સુધી, ભારતની આ સદીઓ જૂની પરંપરાઓ પાછળ છૂપાયેલા છે સ્વાસ્થ્ય સંબંધિત લાભ

Indian Traditions: નમસ્તેથી મેડિટેશન સુધી, ભારતની આ સદીઓ જૂની પરંપરાઓ પાછળ છૂપાયેલા છે સ્વાસ્થ્ય સંબંધિત લાભ

ભારતની કેટલીક પરંપરાઓ સાથે સ્વાસ્થ્ય લાભ (Health benefits) પણ જોડાયેલા છે. (Image- shutterstock)

Indian Traditions: ભારતમાં દરેક રિવાજ અને પરંપરા આસ્થા સાથે જોડાયેલી છે, પરંતુ તેમાંથી ઘણી વિજ્ઞાન (science) સાથે પણ જોડાયેલી છે. આજે આ સદીઓ જૂની પરંપરાઓ પાછળના સ્વાસ્થ્ય લાભો વિશે જાણીએ.

  Indian Traditions: ભારત (India) વિવિધ સંસ્કૃતિ (diverse culture) ધરાવતો દેશ છે. એટલે જ દરેક સંસ્કૃતિના રીતિ-રિવાજ અને પરંપરાઓ (Indian Traditions) છે. દરેક પોતાના રીતિ-રિવાજોને એ રીતે જ નિભાવે છે જેમ સદીઓ પહેલા તેને નિભાવતા હતા. તેમાંથી ઘણી પરંપરા વિજ્ઞાન સાથે પણ સંબંધિત છે. પરંતુ કેટલીક પરંપરાઓ સાથે સ્વાસ્થ્ય લાભ (Health benefits) પણ જોડાયેલા છે જેના વિશે ઘણાં લોકો નથી જાણતા. તેમાં નમસ્તે, મેડીટેશન, રાંધવામાં હળદરનો ઉપયોગ, તાંબાના વાસણમાં પીવાનું પાણી અને હાથ વડે જમવું સામેલ છે. આજે આ સદીઓ જૂની પરંપરાઓ પાછળના સ્વાસ્થ્ય લાભો વિશે જાણીએ.

  નમસ્તે ભાવનું મહત્વ

  નમસ્તે નમ્રતા અને કૃતજ્ઞતા વ્યક્ત કરતો એક ભાવ છે. આ અભિવાદન માટે કરવામાં આવે છે. જ્યારે આપણે હાથની હથેળીઓને નમસ્તેમાં જોડીએ છીએ તો તેને અંજલિ મુદ્રા કહે છે. અંજલિ મુદ્રાનો નિયમિત અભ્યાસ એકાગ્રતા વધારે છે, મનને શાંત કરે છે અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે. અંજલિ મુદ્રા આપણી વિચાર પ્રક્રિયાને વ્યવસ્થિત બનાવે છે. તે એડ્રેનલ અને પિટ્યુટરી ગ્રંથીઓના કાર્યને સંતુલિત કરે છે.

  મંદિરોમાં વાગતી ઘંટડીઓ

  પરંપરાગત રીતે પૂજાની શરૂઆત મંદિરમાં ઘંટડી વગાડવાથી થાય છે. ઘંટડીની શાંત ધ્વનિ વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સ્વયં સાથે જોડવામાં મદદ કરે છે. ઘંટડીની સુખદાયક ધ્વનિ મસ્તિષ્કના ડાબા અને જમણા ભાગ વચ્ચે સંવાદિતા સ્થાપિત કરે છે. આ અવાજ માનવ શરીરના સાત ચક્રોને સક્રિય કરે છે. તે નકારાત્મક વિચારો દૂર કરે છે.

  આ પણ વાંચો: મંદિર પર શા માટે ચડાવવામાં આવે છે ધજા? જાણો ઘરમાં લગાવવા માટેના નિયમો

  ધ્યાન કે મેડિટેશનનું મહત્વ

  ધ્યાનનો ઉદ્દેશ સાધકની આત્મા (જીવાત્મા) અને પરમાત્મા વચ્ચે એકતા પ્રાપ્ત કરવાનો છે. ધ્યાન તમારા શરીર, મન અને ઇન્દ્રિયોને શાંત કરે છે. ધ્યાન કરવાથી એકાગ્રતાનું સ્તર વધે છે. તે તમારા ભાવનાત્મક સ્વાસ્થ્યની કાળજી રાખવા ઉપરાંત માથાનો દુખાવો, અનિદ્રા, સાંધા અને સ્નાયુઓની સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.

  ભોજનમાં હળદરનો ઉપયોગ

  હળદર એ ભારતમાં પેઢીઓથી વપરાતો મસાલો છે. તેનો ઉપયોગ ઘણી વસ્તુઓ માટે થાય છે. તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું, પણ અનેક ધાર્મિક વિધિઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. હળદરમાં અનેક ઔષધીય ગુણો પણ છે. હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટીઓકિસડન્ટ તેમજ કર્ક્યુમિન નામનું એન્ટીઓકિસડન્ટ હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હૃદય રોગોનું જોખમ ઘટાડે છે.

  આ પણ વાંચો: એકાદશીએ ભાત શા માટે ન ખાવા જોઈએ? જાણો તેની પાછળનું કારણ

  હાથ વડે જમવું

  આંગળીઓના ચેતા અંત પાચનને વધારે છે. આયુર્વેદ અનુસાર આપણી પાંચ આંગળીઓ પાંચ તત્વો સમાન છે. તેમાં જમીન, જળ, અગ્નિ, આકાશ અને વાયુનો સમાવેશ થાય છે. તેનાથી શરીરના પાંચ તત્વો જાગૃત થાય છે. આનાથી માત્ર ભૂખ જ નહીં પણ મન પણ તૃપ્ત થાય છે. વેદો અનુસાર, આપણી આંગળીઓની ગાંઠ ત્રીજી આંખ, હૃદય, ગળા, સૌર નાડી, યૌન, રુટ ચક્ર સાથે સંબંધિત છે. તેથી હાથ વડે ખોરાક લેતી વખતે સ્પર્શ કરવાથી ચક્રો ઉત્તેજિત થાય છે અને તેના ઘણા ફાયદા થાય છે.

  તાંબાના વાસણમાંથી પાણી પીવું

  તાંબુ માનવ સ્વાસ્થ્ય માટે આવશ્યક ખનિજ છે. તે પાણીમાં રહેલા મોલ્ડ, ફૂગ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને મારી શકે છે જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તાંબાના વાસણનું પાણી પણ શરીરનું pH સંતુલન જાળવવામાં મદદ કરે છે. કોપર એનિમિયાને રોકવા, કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસેરાઇડના સ્તરને ઘટાડવા માટે જાણીતું છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Culture, Dharma bhakti, Meditation, Tradition, ધર્મભક્તિ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन